એના સિવાય દર્દનો બીજો નથી ઈલાજ,
આનંદથી નિભાવો બધી સારવારને.
મરીઝ

ગઝલ – ભાવેશ ભટ્ટ

પગલે-પગલે શ્વાસનાં તોફાન છે;
ક્રોસ પર રહેવું બહુ આસાન છે.

તોય કાયમ જંગ હું જીતી ગયો,
આમ મારા મ્યાનમાં પણ મ્યાન છે.

કોઈની વિદાયથી આવું બને,
બહુ દિવસથી બારણાં બેભાન છે.

જે બચ્યું છે ના બચ્યા જેવું જ છે,
આંખ છે તો આંખમાં સમશાન છે.

જો ગણો તો એટલા લોકો નથી,
જેટલા વસ્તીમાં આગેવાન છે.

માંગશો જો, રોટલો, આપી દઈશ,
પણ તમારી થાળીમાં પકવાન છે.

– ભાવેશ ભટ્ટ

કેવી સરસ ગઝલ ! મત્લાનો શેર… વાહ ! ડગલે ને પગલે જિંદગીના તોફાનોની સામે ઝીંક ઝીલવા કરતાં તો કદાચ પયગંબર બનીને ક્રોસ પર લટકી રહેવું આજના જમાનામાં વધુ આસાન છે… અને ધીરજ, મૌન અને પ્રતીક્ષાનો મહિમા તો જુઓ.. કવિ કાયમ બધા જ જંગ જીતતા જાય છે… કારણ? તલવાર? ના… કવિના તો મ્યાનની ભીતર પણ કેવળ મ્યાન છે, તલવાર નહીં… સ્વભાવગત અહિંસા અને સહિષ્ણુતા માટે આનાથી વધુ ‘ધાર’દાર શેર બીજો કયો જડવાનો? બધા જ શેર એક-મેકથી ચડિયાતા છે પણ આખરી શેર જરા નિરાશા જન્માવી જાય એવો સપાટ છે..

“ભીતરનો શંખનાદ” લઈને આવેલા કવિનું બાઅ-અદબ બા-મુલાહિજા સ્વાગત છે…

17 Comments »

 1. Dipak Vankar said,

  March 13, 2014 @ 2:34 am

  ખુબ સરસ , એક તલસાટ

 2. Rina said,

  March 13, 2014 @ 3:04 am

  Waahhhhhh

 3. dr.ketan karia said,

  March 13, 2014 @ 3:28 am

  ભાવેશમય ગઝલ

 4. perpoto said,

  March 13, 2014 @ 3:35 am

  કોઈની વિદાયથી આવું બને,
  બહુ દિવસથી બારણાં બેભાન છે.

  સુંદર ગઝલ

 5. Manubhai Raval said,

  March 13, 2014 @ 6:23 am

  જો ગણો તો એટલા લોકો નથી,
  જેટલા વસ્તીમાં આગેવાન છે.
  આજની તાસિર આવીજ છે. સુંદર ગઝલ

 6. jigar joshi prem said,

  March 13, 2014 @ 6:28 am

  બહુ જ સુંદર ગઝલ

 7. yogesh shukla said,

  March 13, 2014 @ 11:19 am

  કોઈની વિદાયથી આવું બને,
  બહુ દિવસથી બારણાં બેભાન છે.

  સુન્દર્

 8. સુનીલ શાહ said,

  March 13, 2014 @ 12:19 pm

  ભાવેશભાઈની સરસ મઝાની ગઝલ ગમી ગઈ…

 9. gandhi said,

  March 13, 2014 @ 2:50 pm

  માંગશો જો, રોટલો, આપી દઈશ,
  પણ તમારી થાળીમાં પકવાન છે.

  વાહ… થાલી મા ૫કવાન્ હૉવા છ્તા લોકો નજર્ બિજાના રોટ્લા ઉ૫ર રાખે છે …

 10. DR.MANOJ L. JOSHI "Mann" (Jamnagar) said,

  March 13, 2014 @ 3:51 pm

  હજુ દશ દિવસ પહેલા જ સુરેન્દ્રનગર ખાતે મુશાયરામા મંચ પર ભાવેશભાઈની બાજુમા બેઠા બેઠા તેમના મુખે સાંભળેલી ગઝલ….વાહ્…યાદો તાજી થઈ ગઈ…

 11. ડૉ.મહેશ રાવલ said,

  March 13, 2014 @ 10:24 pm

  તોય કાયમ જંગ હું જીતી ગયો,
  આમ, મારા મ્યાનમાં પણ મ્યાન છે. વાહ…ભાવેશભાઇ,
  શ્રી વિવેકભાઇની સાથે હું પણ સહમત…
  સ્વભાવગત અહિંસા અને સહિષ્ણુતા માટે આનાથી વધુ ‘ધાર’દાર શેર બીજો કયો જડવાનો? બધા જ શેર એક-મેકથી ચડિયાતા છે.
  -અભિનંદન મિત્ર !

 12. Sureshkumar G. Vithalani said,

  March 13, 2014 @ 10:26 pm

  Congratulations to shri Bhavesh Bhatt for such a nice Gazal.

 13. preetam Lakhlani said,

  March 14, 2014 @ 12:01 am

  ભાવેશની ગઝલ ધ્યાનથી અને કાનથી માણવા જેવી છે….ક્યા બાત ભાવેશ્….મજા આવી ગઇ…

 14. gunvant thakkar said,

  March 14, 2014 @ 1:24 am

  સુંદર ગઝલ

 15. KANU JANI said,

  March 20, 2014 @ 4:55 am

  કોઈની વિદાયથી આવું બને,
  બહુ દિવસથી બારણાં બેભાન છે.
  ભાવેશ પાસેથી હવે અપેક્ષાઓ વધતી જાય છે.ભાવેશ,એક યુગ બનીને છવાઈ જા….

 16. જગદીશ કરંગીયા ‘સમય’ said,

  June 13, 2017 @ 3:25 am

  @ વિવેક ટેલર – પયગંબર બનીને ક્રોસ પર લટકી રહેવું? કે ઇસુ બનીને ક્રોસ પર લટકી રહેવું?

  @ ભાવેશ ભટ્ટ –

  આભાર.
  જય ભારત.
  —————
  Jagdish Karangiya ‘Samay’
  https://jagdishkarangiya.wordpress.com

 17. વિવેક said,

  June 13, 2017 @ 8:04 am

  @ જગદીશ કરંગીયા :

  આપનું અવલોકન સાચું છે… આને સ્લિપ ઓફ ટંગ કહીશું કે કિ-બૉર્ડ?
  😉

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment