'તું’પણાનાં ખેતરોમાં એ જ લહલહનાર છે,
જે સમયસર ‘હું’પણાની વાડ ઓળંગી ગયો.
વિવેક ટેલર

ઉદભવ–પ્રદ્યુમ્ન તન્ના

IMG_0557-001

 

અગત્ય નથી
કોણ કોને અડ્યાનું
બસ છે કેવળ બીના 
કે આપણે જગવ્યો
એક સહિયારો કંપ –
સ્તબ્ધ,
નિબિડ શૂન્ય થકી,
અચરજનાં
અનગળ,
જગ ઉઘાડતો
લખલખ આનંદ સ્ત્રોત !

– પ્રદ્યુમ્ન તન્ના

 

એક સ્પર્શમાં આખા જગતને ભરી દે એટલો બધો આનંદ જન્માવવાની તાકાત હોય છે. કાવ્યનું શીર્ષક છે – ઉદભવ. એક સ્પર્શમા ઘણી શરૂઆતો છુપાયેલી હોય છે.

તળપદા ગીતોથી જાણીતા કવિએ થોડા અછાંદસ પણ લખ્યા છે. કવિએ આ કાવ્ય ઇટાલિયનમાં લખેલું અને પછી પોતે ગુજરાતીમાં અનુવાદ કરેલો.

6 Comments »

 1. Rina said,

  January 29, 2014 @ 2:50 pm

  beautiful ……

 2. perpoto said,

  January 30, 2014 @ 5:18 am

  પેહલીવાર લયસ્તરો પર ઇમેજ મુકાયું છે.આ ઇમેજ કવિ દ્વારા ઝડપાયું છે?
  કદાચ હવે હાયગાની અપેક્ષા રાખી શકાય?
  આ સહિયારો કંપ જ -બ્રહ્માંડની ઉત્પત્તિ માટે જવાબદાર હશે?

 3. Pravin Shah said,

  January 30, 2014 @ 5:25 am

  આવું જ એક તેમનું બીજું સુંદર નાનકડું અછાંદસ–

  હવા

  બિલ્લી પગલે
  હવા હળુકથી
  અધબીડેલાં દ્વાર થકી
  ડેલી બીચ
  સરકી ના સરકી ત્યાં–

  ઘરનાં સૂતાં શ્વાન સરીખા
  ફડાક જ્હબકી જાગ્યા ફરતે
  નીમ તણા પડછાયા !

  -પ્રદ્યુમ્નતન્ના

 4. વિવેક said,

  January 30, 2014 @ 7:42 am

  સુંદર મજાની રચના…
  આ રચના વાંચતાવેંત હસિત બૂચનું એક ગીત યાદ આવી ગયું.. લયસ્તરો પર આવતીકાલે એ ગીત માણીએ…

 5. વિવેક said,

  January 30, 2014 @ 8:27 am

  @ પ્રજ્ઞાજુ:
  આપે રજૂ કરેલ કાવ્ય અછાંદસ નથી, છંદમાં છે એ આપની જાણકારી ખાતર…

  @ પરપોટો:
  લયસ્તરો પર ફોટોગ્રાફ સાથે કાવ્ય એ નવી શરૂઆત નથી… આ અગાઉ પ્રદ્યુમ્ન તન્નાના જ ગીતો એમના જ ચિત્રો સાથે મૂક્યાં છે.. એ સિવાય ઘણા બધા કવિ-વિશેષ એમના ફોટોગ્રાફ્સ સાથે અને તમામ ઝેન-કાવ્યો ફોટોગ્રાફ સાથે મૂકવામાં આવ્યાં છે… આ આપની જાણ ખાતર…

 6. perpoto said,

  January 30, 2014 @ 10:51 am

  આભાર-વિવેકભાઇ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment