ટ્રેન તમને ઉતારવા અહીંયાં
ને મને અહીંથી લઈ જવા આવી
ભરત વિંઝુડા

બની જશે – મરીઝ

જ્યારે કલા કલા નહીં, જીવન બની જશે,
મારું કવન જગતનું નિવેદન બની જશે.

જે કંઈ હું મેળવીશ હંમેશા નહીં રહે,
જે કંઈ તું આપશે સનાતન બની જશે.

તારું છે એવું કોણ કે માગે સ્વતંત્રતા !
મારું છે એવું કોણ કે બંધન બની જશે.

આંખો મીંચીને ચાલશું અંધકારમાં ‘મરીઝ’,
શંકા વધી જશે તો સમર્થન બની જશે.

– મરીઝ

શેર એટલા સરળ છે કે સમજાવવા પડે જ નહીં. ચાર શેરમાં વામન-મરીઝ કેટલું લાંબું અંતર માપી લે છે એ જોવા જેવું છે. આજનો દિવસ તો આ ચાર શેર મમળાવવામાં જ જશે !

5 Comments »

 1. Pinki said,

  March 14, 2008 @ 1:12 am

  ગહન વાતોને ખૂબ જ
  સરળતા અને સહજતાથી પેશ કરી…. !!

  શેરિયત પણ છે અને સરળતા પણ !!

 2. pragnaju said,

  March 14, 2008 @ 8:36 am

  મરીઝની ગઝલમાં અર્થગહનતા હોય છે જ.
  ચારે ચાર સુંદર શેરોમાં આ વધૂ ગમ્યો
  તારું છે એવું કોણ કે માગે સ્વતંત્રતા !
  મારું છે એવું કોણ કે બંધન બની જશે.

 3. વિવેક said,

  March 14, 2008 @ 10:21 am

  આ ચાર શેર નથી… આ છે ચાર શ્રેષ્ઠતમ કવિતાઓ… એક પછી એક ચારે ય શેરના દાણા દાબીને જોઈએ તો તરત જ સમજાય છે કે ઘણીવાર ચાળીસ આખી ગઝલોમાંથી જે ન મળી શકે એ અહીં ચાર જ શેરમાં ઉપલબ્ધ થયું છે…

  …પણ આ ગઝલ ખરેખર ચાર શેરની જ છે? મરીઝ સામાન્યરીતે લાંબી ગઝલો લખવા માટે જાણીતા છે…

 4. Atul said,

  March 23, 2008 @ 2:02 am

  Can we hear all these (those are released on various albums)nice geet/gazal on this web?
  I think all of us will love to hear gujarati songs.

  thanks

  Atul

 5. dhiraj said,

  March 24, 2011 @ 3:43 am

  [……શંકા વધી જશે તો સમર્થન બની જશે.]

  કેટલુ ઊડાંણ છે આ પંક્તિ માં

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment