ઊભરો રહે ન દિલમાં ન બદનામીઓનો ડર,
શોધું છું ભેદ કહેવાને નબળાં સ્મરણના દોસ્ત.
મરીઝ

કેટલા? – શૂન્ય પાલનપુરી

હું નથી પૂછતો, ઓ સમય! કે હજી તું ગુજારીશ દિલ પર સિતમ કેટલા?
એટલું પ્રેમથી માત્ર કહી દે મને, જોઇએ તારે આખર જખમ કેટલા?

ઓ ખુદા! આ ફરેબોની દુનિયામહીં, પ્રેમ તારો ખરેખર કસોટી જ છે
સાફ કહી દે કે રાજી તને રાખવા, પૂજવા પડશે મારે સનમ કેટલા?

દર્દની લાગણીના ઘણા રૂપ છે, માત્ર આંસુ જ હોવા જરૂરી નથી,
સ્મિત થઇને ફરકતા હશે હોઠ પર, વ્યક્ત થઇ ના શકે એવા ગમ કેટલા?

પ્રેમ ઇર્ષાથી પર ક્યાંક હોતો નથી, શબ્દથી વાત કેરું વતેસત થશે,
હોઠ સીવીને ચુપચાપ જોયા કરો, મૌન પેદા કરે છે ભરમ કેટલા?

સ્વાર્થની આ તો છે ભક્તિ-લીલા બધી, આત્મ-પૂજા વિના શૂન્ય આરો નથી,
એક ઇશ્વરને માટે મમત કેટલો, એક શ્રધ્ધાને માટે ધરમ કેટલા?

8 Comments »

 1. narendarsinh said,

  October 21, 2013 @ 3:53 am

  સ્વાર્થની આ તો છે ભક્તિ-લીલા બધી, આત્મ-પૂજા વિના શૂન્ય આરો નથી,
  એક ઇશ્વરને માટે મમત કેટલો, એક શ્રધ્ધાને માટે ધરમ કેટલા? ખુબ સુન્દર

 2. chandresh said,

  October 21, 2013 @ 5:10 am

  સરસ

 3. siddharth j Tripathi said,

  October 21, 2013 @ 10:27 am

  Darad ni laganina ghana rup chhe, matra ansu hova jaruri nathi ,

  Smit thaine farakta hashe hoth par , Vyakta na thai shake eva gam ketala ?

  Hun evu manu chhu ke sachej Aa jindagi ni Vastavikta chhe.

 4. Manubhai Raval said,

  October 21, 2013 @ 12:19 pm

  દર્દની લાગણીના ઘણા રૂપ છે, માત્ર આંસુ જ હોવા જરૂરી નથી,
  સ્મિત થઇને ફરકતા હશે હોઠ પર, વ્યક્ત થઇ ના શકે એવા ગમ કેટલા?

  સ્વાર્થની આ તો છે ભક્તિ-લીલા બધી, આત્મ-પૂજા વિના શૂન્ય આરો નથી,
  એક ઇશ્વરને માટે મમત કેટલો, એક શ્રધ્ધાને માટે ધરમ કેટલા?
  ખુબ સુન્દર

 5. Rina said,

  October 21, 2013 @ 12:21 pm

  એક ઇશ્વરને માટે મમત કેટલો, એક શ્રધ્ધાને માટે ધરમ કેટલા?

  Waahhhhh

 6. ravindra Sankalia said,

  October 22, 2013 @ 7:18 am

  ખરેખર આ દમ્ભી અને સ્વાર્થી દુનિયામા પ્રભુને પામવા અઘરુ છે. મોઢુ હસતુ રાખીને પણ કેટલા દુઃખ સહન કરવા પડતા હોય છે|

 7. Harshad said,

  October 22, 2013 @ 9:10 pm

  Beautiful. Like it.

 8. Shah Pravinchandra Kasturchand said,

  October 23, 2013 @ 8:49 pm

  મલકતું મુખ જોઈને રખે ભરમાઈ જાતા.
  દુઃખો પણ ધરે છે મુખવટા કેવા સુખના.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment