યારોને મારા માટે જુઓ, કેવી પ્રીત છે !
જખ્મોને ટેકવા રચી મીઠાની ભીંત છે.
વિવેક મનહર ટેલર

ઓન-લાઇન ગુજરાતીની ઝળહળતી મશાલ…

ratilal-p-chandaria-1

ઓન-લાઇન ગુજરાતી ભાષાની એકલહથ્થુ ક્રાંતિસર્જક મશાલ અચાનક ઓલવાઈ ગઈ… ઓલવાઈ ગઈ? ના… આ મશાલ તો જ્યાં સુધી ગુજરાતી ભાષી જીવે છે ત્યાં સુધી ઝળહળતી રહેશે…

રતિલાલ ચંદેરિયા…. ગુજરાતી નેટ-જગતનું એક અદકેરું નામ…

 • વિજયાદશમીના દિવસે જન્મ… વિજયાદશમીના દિવસે જ નિર્વાણ… (૨૪/૧૦/૧૯૨૨-  ૧૩/૧૦/૨૦૧૩)
 • ગુજરાતી લેક્સિકોન.કોમ – ‘મારે મારી માતૃભાષા માટે કંઈક કરવું છે’ બસ આ એક જ લગની માટે તેમણે 25 વર્ષ કરતાં વધુ સમય આપ્યો અને સર્જાયું ગુજરાતીલેક્સિકોન’- ગુજરાતી કોશને હાથ ન અડાડનાર ગુજરાતી, હવે રોજના દસ હજારની સંખ્યામાં આ વેબસાઈટની મુલાકાત લે છે અને તે જ એનું સાર્થક્ય સિદ્ધ કરે છે. સ્પેલ ચેકર, લોકકોશ, ડિજિટલ સાર્થકોશ, અને છેલ્લે છેલ્લે અદભુત કહી શકાય એવું લેક્સિકોનનું મોબાઇલ એપ્લિકેશન
 • ઓનલાઇન ભગ્વદ્ગોમંડલના આદ્ય પ્રણેતા. દસ હજારની કિંમતના અને તમારા ઓરડામાં ત્રણ ફૂટ બાય સવા ફૂટની તોતિંગ જગ્યા રોકી લેનાર ગુજરાતીભાષાના ઐતિહાસિક સીમાસ્તંભ સમાન ભગવદ્ગોમંડલનું ડિજિટાઇઝેશન- કમ્પ્યૂટરની એક ક્લિક પર આખો મહાસાગર અને એ પણ સંપૂર્ણપણે નિઃશુલ્ક  !
 • ‘ઉંઝાજોડણી’ના ખુલ્લા સમર્થક હોવા છતાં સાર્થ જોડણીના બબ્બે ખજાના આપણા માટે ઉલેચી આપનાર.
 • જાણીતા ઉદ્યોગવીર અને દાનવીર
 • વ્યાપારી અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ સિવાય છેલ્લાં ૬૫ વર્ષથી આફ્રિકા, એશિયા, ઇન્ડોનેશિયા, ચીન, જાપાન, કેનેડા, યુનાઇટેડ કિંગડમ વગેરે દેશોમાં અનેક સામાજિક પ્રવૃત્તિઓ
 • જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં વસે ગુજરાત,
  જ્યાં જ્યાં વસે ગુજરાતીલેક્સિકોન, ત્યાં ત્યાં વસે રતિકાકા

આખી જિંદગી વિદેશમાં વિતાવવા છતાં પણ સવાયા ગુજરાતી સિદ્ધ થનાર ઓન-લાઇન ગુજરાતી જ્યોતિર્ધર રતિકાકાને ટીમ લયસ્તરો તરફથી શત શત કોટિ સલામ !

*

(સંદર્ભ-માહિતી માટે શ્રી ઉત્તમ ગજ્જરનો આભાર )

10 Comments »

 1. deepak said,

  October 16, 2013 @ 7:00 am

  ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ… 🙁

 2. pragnaju said,

  October 16, 2013 @ 8:24 am

  ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ
  To Subscribe For Gujaratilexicon’s Monthly Newsletter
  Send An Email To : info@gujaratilexicon.com

 3. હેમંત પુણેકર said,

  October 17, 2013 @ 2:57 am

  ૯૧ વર્ષના ચિરયુવાનની ચિરવિદાય થઈ છે! એમની ખોટ ગુજરાતી નેટ જગતને સાલશે. પ્રભુ એમના આત્માને શાંતિ આપે પણ મોક્ષ ન આપતા એમને પાછા અહીં મોકલે તો સારું. વૈશ્વિકીકરણના ઝંઝાવાતમાં જ્યાં સ્થાનિક ભાષાઓની જ્યોત બુઝાઈ જવાની બીક છે ત્યારે આવા કર્મવીરની તાતી જરૂરિયાત છે.

 4. Bhupendrbhai M Panchal said,

  October 17, 2013 @ 3:08 am

  ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ

 5. dhaval soi said,

  October 17, 2013 @ 5:02 am

  ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ

 6. Piyush S. Shah said,

  October 17, 2013 @ 8:48 am

  રતિકાકાને શત શત પ્રણામ્ અને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ…!

 7. sudhir patel said,

  October 17, 2013 @ 5:59 pm

  સવાયા ગુજરાતી વડીલ શ્રીરતિકાકાને હૃદયપૂર્વક શ્રધ્ધાંજલિ!
  પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના!
  સુધીર પટેલ.

 8. Bbabu Patel said,

  October 17, 2013 @ 9:30 pm

  પૂ. રતિલાલભાઇ ગુજરાતી ભાષા માટે અઢળક શબ્દ ભંડોળ આપી ગયા છે.
  એમનો ક્ષર દેહ ભલે આ જગતમાં નથી પણ એમનો અક્ષર દેહ ગુજરાતી સાહિત્યના શબ્દ જગતમાં અમર રહશે.

  એમના આત્માને પરમ શાંતિ મળે એ જ પ્રાર્થના.

 9. jigar joshi prem said,

  October 18, 2013 @ 12:39 am

  ભાવપુર્વક અંજલિ… હરિઓમ

 10. P. P. M A N K A D said,

  October 18, 2013 @ 4:47 am

  I was one of those who consider themselves as fortunate enough to meet Shri Ratilalbhai Chandaria personally. He was so nice and humble, i felt myself nothing less than Ravan as compared to him. No, not even Ravan, because Ravan was the most learned person, which i am not.

  May his soul rest in eternal peace. He has done a lot, nay, load of torch-bearing work for Gujaratis starting at an age, when indians retire from the service. So far as i am concerned, at the age when he started the Gujarati Lexicon, i had already completed 10 years of my retirement! Fie upon me! Fie upon me!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment