કોણ તારું, કોણ મારું, છોડ ને!
એકલા છે દોડવાનું, દોડ ને!
હિમલ પંડ્યા ‘પાર્થ’

વસંત આવ્યો તો છે – અજ્ઞેય (અનુ. શકુન્તલા મહેતા)

ઋતુરાજ વસંત આવ્યો તો છે
પણ બહુ ધીમે દબાયેલા પગલે
આ શહેરમાં
આપણે તો તેનો પરિચય ગુમાવી દીધો છે
તેણે આપણને ચોંકાવ્યા પણ નહિ
પણ ઘાટના દુઃખી કઠોર ઢોળાવ પર
કેટલીક સૂકી નામહીન વેલ
જેમને તે ભૂલ્યો નહિ
બધી એકાએક એક જ લહેરમાં
હરીભરી ઝૂમી ઊઠી
સ્વયંવરા વધૂઓ શી !
વર તો નીરવ રહ્યો
વધૂઓની સખીઓ
ગાઈ ઊઠી.

-અજ્ઞેય
(અનુવાદ: શકુન્તલા મહેતા)

કવિતામાં પહેલા જ શબ્દમાં ‘રાજા’નું ચિત્ર દોરાય છે. રાજાનું આગમન તો કેવું ભપકાદાર હોય! પણ અહીં રાજા આવે છે ધીમા અને દબાયેલા પગલે. (અહીં પગલાંની ગતિ પણ ઓછી છે અને પગલાંમાં વજન પણ નથી, જે કવિતાની ઉદાસીના રંગને ઓર ઘેરો કરી દે છે!) કેમકે એ વસંત છે અને કમનસીબે શહેરમાં પ્રવેશી રહી છે. સિમેન્ટ-ડામરની સંસ્કૃતિએ એનો પરિચય ગુમાવી દીધો છે અને સામા પક્ષે વસંત પણ હવે એના આગમન સાથે આપણને હવે હળવો હરિત આંચકો આપતી નથી. કોઈ ઘાટના (કદાચ ત્યજી દેવાયેલા કેમકે દુઃખી વિશેષણ વપરાયું છે) કોઈ ઢોળાવ પર સ્વયંભૂ ઊગી આવેલી અનામી જંગલી વેલ જોકે વસંતથી હજી પરિચિત છે કેમકે ત્યાં હજી વસંતના આવણાંઓ હરિયાળા નાદમાં ગવાય છે. વસંત ચૂપ રહે છે પણ એનો પ્રભાવ કદી ચૂપ રહેતો નથી… (‘વસંત’ને પુલ્લિંગ અને સ્ત્રીલિંગ બન્ને તરીકે લઈ શકાય એ જાણકારી આજે જ થઈ…)

4 Comments »

 1. pragnaju said,

  February 16, 2008 @ 12:04 pm

  વસંત ઋતુ નું આગમન થઈ ગયું છે પણ અહીં તો બરફ છવાયલો છે!
  ત્યારે આ અજ્ઞેયની રચના વાંચી વાંચી આનંદ લઈએ.
  સુંદર રચના
  “પણ ઘાટના દુઃખી કઠોર ઢોળાવ પર
  કેટલીક સૂકી નામહીન વેલ
  જેમને તે ભૂલ્યો નહિ
  બધી એકાએક એક જ લહેરમાં
  હરીભરી ઝૂમી ઊઠી
  સ્વયંવરા વધૂઓ શી !”
  વધુ ગમી
  સુંદર રસદર્શન
  યાદ આવ્યાં
  અમે રક્ત સીંચી, અમે પ્રાણ રેડી,કર્યું મુક્ત જેને સદા પાનખરથી.
  વસંત આવી ત્યારે હવે એજ ઉપવન અમારા જ માટે દિવાલો ચણે છે.
  છું કેક્ટસ ન વસંત ન પાનખર નડે,
  વરસે જો ઝાકળના બિંદુ જ અડે.

 2. Harshad Jangla said,

  February 16, 2008 @ 11:26 pm

  સુંદર અનુવાદ
  કઠોર સત્ય

 3. ધવલ said,

  February 17, 2008 @ 6:08 pm

  સરસ… બહુ subtle રીતે કવિએ વસંતની વાત કરી છે.

 4. Pinki said,

  February 19, 2008 @ 5:49 am

  જ્યાં લાગણીઓમાં જ પાનખર આવી ગઈ હોય તો
  વસંત સ્પર્શે કોને ?!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment