જે પ્રેમ પૂરો થઈ ગયો એ ના જતાવ તું,
બાકીમાં શું હિસાબ રહ્યો એ લખાવ તું.
મેગી આસનાની

મમ નિર્વાણ પછી – રેઇનર મારિયા રિલ્કે – અનુ- હરીન્દ્ર દવે

મમ નિર્વાણ પછી, કરુણામય ! ક્યાં ઠરશો ?
આ પત્ર થશે ખંડિત, કે જળ શોષાઈ જશે
તો શું કરશો ?

હું તવ જરકસી જામો,હું તવ વાહન,
મારી હસ્તી અશેષ તમારો અર્થ કશો !

મુજ વિણ બેઘર ક્યાંય પરોણાગત નહીં પામો !
હું ચરણોની મખમલ ચાખડી, નહિ હોઉં તો
શ્રમિત પાય લઈ અડવાણા ક્યાં અથડાશો ?

એક સમે મમ ગાલ પરે ઠરતી દ્રષ્ટિ
જે સાંત્વન મેળવતી,
એ હિમખડકોમાં વિલય પામતા
સાંધ્યરંગ શી મૂરઝાશે……
હું કંપી રહું ભયથી, કરુણામય, શું થાશે ?

– રેઇનર મારિયા રિલ્કે – અનુ- હરીન્દ્ર દવે

જો કવિનું નામ ન લખ્યું હોય તો નખશિખ ભારતીય વિચારધારાનું જ કાવ્ય લાગે …..મહાકવિ ઈકબાલે પણ ખોંખારો ખાઈને અલ્લાહને કીધું હતું – જો હું નથી, તો તું ક્યાં થી ???

5 Comments »

 1. Dhaval Shah said,

  September 3, 2013 @ 4:23 pm

  સરસ !

 2. Laxmikant Thakkar said,

  September 4, 2013 @ 7:13 am

  “જો હું છું, તો, ઈશ્વર છે! શું એવું બને?
  મને પોતાનું સ્થાન-ભાન મળે તો બને॰
  છે હયાતિ બેઉની પારસ્પરિક,એ હકીકત
  એમ ન હો તો, કેમ એણે બનાવ્યો મને?
  ગમતું નથી,એટલે ફરીફરી જન્માવે મને,
  ગણતરી ચોરાશી લાખની,ભૂલે એવું બને?”
  ********************************
  .- [ હું અને તું ] એકાત્મતા
  ધુમ્મસના આછા પરદાની પેલી પાર,
  મારી દૃષ્ટિ રચે છે એક ચિત્ર ,એક શ્રુષ્ટિ,
  તું વહેતી સમીર-લહેરી જેમસરી આવે છે,
  તારા નુપૂરનો હળુ હળુ રણકાર ગુંજે છે ને,
  મારા મન નો એકતારો ઝંકૃત થઇ ઉઠે છે….
  હું અવાક,સ્તબ્ધ, એક આહલાદમાં ખોવાયેલો,
  નીરવ એકાંતમાં ડૂબેલો વિમાસું છું…”આ શું ?”
  કંઈ કરું એ પહેલાંતો તારા અસ્તિત્વનો લહેરાતો
  પાલવ મને ઓઢાડી દે છે!ને, એક મૃદુ સ્વર વહે છે….
  પછી તો એક મનભર મોહક આહલાદક અનુભૂતિ !
  તું જે પ્રદેશની હવા છે તે પ્રદેશનું વાતાવરણ છું હું!
  હું વૃક્ષ છું તો તું છો લીલાશ ,
  તું પૃથ્વી છે, તો હું આકાશ!
  તું મારામાં ને, હું તારામાં,
  તું છે તો હું છું!
  હું છું તો તું છે!
  -લા’કાન્ત / ૪-૯-૧૩

 3. heta said,

  September 6, 2013 @ 11:29 am

  વાહ…..

 4. jahnvi antani said,

  September 13, 2013 @ 4:19 am

  મમ નિર્વાણ પછી, કરુણામય ! ક્યાં ઠરશો ?
  આ પત્ર થશે ખંડિત, કે જળ શોષાઈ જશે
  તો શું કરશો ?

  હું તવ જરકસી જામો,હું તવ વાહન,…
  મારી હસ્તી અશેષ તમારો અર્થ કશો !

  – રેઇનર મારિયા રિલ્કે – અનુ- હરીન્દ્ર દવે
  superb sharing vivekbhai…….. bahu unchi vat…….. maja padi gai 🙂 thanks for this valuabale post,

 5. વિવેક said,

  September 13, 2013 @ 7:55 am

  @ જ્હાનવી અંતાણી:

  આ કવિતા તીર્થેશે પોસ્ટ કરી છે આટલું આપની જાણકારી ખાતર… આપને ગમી એનો આનંદ છે.

  કુશળ હશો.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment