આંખો મીંચીને ચાલશું અંધકારમાં ‘મરીઝ’,
શંકા વધી જશે તો સમર્થન બની જશે.
મરીઝ

કાંટો નીકળ્યો – આદિલ મન્સૂરી

માંડ રણ પૂરું કર્યું ને સામે દરિયો નીકળ્યો,
માર્ગ સૌ અટકી ગયા ત્યાં કેવો રસ્તો નીકળ્યો.

પાછા વળવાના બધા રસ્તાઓ ભૂંસાઈ ગયા,
બે ઘડી માટે હું જ્યાં ઘરથી અમસ્તો નીકળ્યો.

માટીથી મુક્તિ મળ્યે અવકાશમાં ફરશું હવે
ઘર ગયું, સારું થયું, પગમાંથી કાંટો નીકળ્યો.

રાતભર વાતાવરણમાં આયના ચમક્યા કર્યા
કે સ્મૃતિનાં જંગલોથી કોઈ ચ્હેરો નીકળ્યો.

એવો લપટાઈ રહ્યો’તો જીવ માયાજાળમાં
પાણીમાં જીવન ગયું ને અંતે તરસ્યો નીકળ્યો.

જેને આદિલ જિંદગીભર સાચવી રાખ્યો હતો,
આખરે જોયું તો તે સિક્કોય ખોટો નીકળ્યો.

– આદિલ મન્સૂરી

સો ટચનું સોનું !

13 Comments »

 1. Rina said,

  August 22, 2013 @ 1:46 am

  Awesome

 2. kalpan said,

  August 22, 2013 @ 1:51 am

  અતિ સુન્દર્

 3. DINESH said,

  August 22, 2013 @ 3:50 am

  જેને આદિલ જિંદગીભર સાચવી રાખ્યો હતો,
  આખરે જોયું તો તે સિક્કોય ખોટો નીકળ્યો.

  ખુબજ સુંદર રચના સાહેબ.. અભિનંદન !!!

  DINESH GOGARI

 4. Akhtar Shaikh said,

  August 22, 2013 @ 5:05 am

  પાછા વળવાના બધા રસ્તાઓ ભૂંસાઈ ગયા,
  બે ઘડી માટે હું જ્યાં ઘરથી અમસ્તો નીકળ્યો.

  જેને આદિલ જિંદગીભર સાચવી રાખ્યો હતો,
  આખરે જોયું તો તે સિક્કોય ખોટો નીકળ્યો.

 5. perpoto said,

  August 22, 2013 @ 5:18 am

  આઇનસ્ટાઇન સમય વિષે ગમે તે કહે….
  કવિજી ધારદાર રીતે જણાવે છે…સમય વળતો નથી….

  પાછા વળવાના……

 6. Vijay Shah said,

  August 22, 2013 @ 9:00 am

  માટીથી મુક્તિ મળ્યે અવકાશમાં ફરશું હવે
  ઘર ગયું, સારું થયું, પગમાંથી કાંટો નીકળ્યો

  vaah!

 7. કાંટો નીકળ્યો-આદિલ મન્સુરી | વિજયનું ચિંતન જગત- said,

  August 22, 2013 @ 9:29 am

  […] આખુ કાવ્ય http://layastaro.com/?p=10403 […]

 8. P. P. M A N K A D said,

  August 22, 2013 @ 10:39 am

  ……..Parantu ‘Aadil’ sikko to sacho nikalyo chhe !

 9. Sureshkumar G Vithalani said,

  August 22, 2013 @ 11:46 am

  Adil Mansuri is one of the greatest poet of not only Gujarat, but of India. He is superb. This is an excellent Gazal by all standards.

 10. Shirish Mehta said,

  August 23, 2013 @ 6:21 am

  Simply superb poetry. Adil Mansuri has real flavor in writing such wonderful and meaningful poetry.

 11. Harikrishna ( HariK ) said,

  August 24, 2013 @ 9:12 am

  Simply superb verses Adil Shebji
  Feel like reading it over and over and over
  again and again. I am making a hard copy
  of it!!!!

 12. heta said,

  September 6, 2013 @ 12:10 pm

  વાહ….
  થી મુક્તિ મળ્યે અવકાશમાં ફરશું હવે
  ઘર ગયું, સારું થયું, પગમાંથી કાંટો નીકળ્યો…..

 13. kirtikumar said,

  September 9, 2013 @ 4:29 am

  Ati Sunder ….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment