તું હિસાબોની બ્હાર રહેવાનો,
શું કરું હું તને ઉધારીને...!
અંકિત ત્રિવેદી

તું એક ગુલાબી સપનું છે – શેખાદમ આબુવાલા

તું એક ગુલાબી સપનું છે
હું એક મજાનીં નીંદર છું.
ના વીતે રાત જવાનીની
તે માટે હું પણ તત્પર છું.

ગોતી જો શકે તો લે ગોતી
મોતીના સ્વરૂપે છે જ્યોતિ
ઓ હંસ બનીને ઊડનારા
હું તારું માનસરોવર છું.

શાંત અને ગંભીર ભલે
શરમાળ છે મારાં નીર ભલે
ઓ પૂનમ ઘૂંઘટ ખોલ જરા
હું એ જ છલકતો સાગર છું.

કૈલાસનો સચવાયે વૈભવ
ગંગાનું વધી જાશે ગૌરવ
તું આવ ઉમાનું રૂપ ધરી
ને જો કે હું કેવો સુંદર છું.

સંવાદ નથી શોભા એની છે
મૌન પ્રતિષ્ઠા બન્નેની
તું પ્રશ્ન છે મારે પ્રીતિનો
હું તારા રૂપનો ઉત્તર છું.

– શેખાદમ આબુવાલા

8 Comments »

 1. Rina said,

  July 15, 2013 @ 3:32 am

  Waaaah. …..awesome….

 2. Pravin Shah said,

  July 15, 2013 @ 5:48 am

  હું તારા રૂપનો ઉત્તર છું……સુંદર !

 3. M.D.Gandhi, U.S.A. said,

  July 16, 2013 @ 1:14 am

  બહુ સુંદર્.

 4. Hitesh Topiwala said,

  July 16, 2013 @ 3:23 am

  શાંત અને ગંભીર ભલે
  શરમાળ છે મારાં નીર ભલે
  ઓ પૂનમ ઘૂંઘટ ખોલ જરા
  હું એ જ છલકતો સાગર છું.

  વ્Iહ્હ્……

 5. ravindra Sankalia said,

  July 17, 2013 @ 7:04 am

  આખી કવિતા બહુ ગમી . ખાસ કરીને ” ઓ હન્સ બનીને ઉડનારા હુ તારુ માનસરોવર છુ ” એ પન્ક્તિઓ ખુબ ગમી.

 6. Harshad said,

  July 17, 2013 @ 8:40 pm

  Again and again like to read and recite and that is the magic of sir shekhadam………..!! Bhai vah kya kahena.

 7. pragnaju said,

  July 18, 2013 @ 1:21 pm

  તું પ્રશ્ન છે મારે પ્રીતિનો
  હું તારા રૂપનો ઉત્તર છું.

  સરસ

 8. kalpan said,

  July 26, 2013 @ 3:04 am

  સરસ્

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment