આવશે ‘ઈર્શાદ’, અસલી ઘર હવે,
જીવ મારો ખોળિયે મૂંઝાય છે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

ગઝલ – હરીશ ઠક્કર

ખુશ થઈ શકો તો થાવ, ખુશી હાથવેંત છે,
જકડી શકાશે ક્યાં સુધી, મુઠ્ઠીમાં રેત છે.

ચોકી કરે છે રાત-દિ તારા વિચારની,
આ માંહ્યલાથી ચેત, ઘણો સાવચેત છે.

કેવો ઉઠાવ આવશે સંધ્યાનો, શી ખબર ?
આકાશનું ફલક હજી સંપૂર્ણ શ્વેત છે.

વિશ્વાસ જો ન હો તો ભ્રમરને પૂછી જુઓ,
પ્રત્યેક પુષ્પ આગવી સૌરભ સમેત છે.

નવપલ્લવિત કરી શકે પ્રેમાળ માવજત,
વૃક્ષો એ બીજું કંઈ નથી, ધરતીનું હેત છે.

– હરીશ ઠક્કર

સરળ, સહજ અને તોય નખશિક સંતર્પક…

7 Comments »

 1. Rina said,

  June 15, 2013 @ 3:05 am

  ચોકી કરે છે રાત-દિ તારા વિચારની
  આ માંહ્યલાથી ચેત, ઘણો સાવચેત છે.
  Wahh

  નવપલ્લવિત કરી શકે પ્રેમાળ માવજત,
  વૃક્ષો એ બીજું કંઈ નથી, ધરતીનું હેત છે.
  Beautiful. …

 2. Vaibhavi said,

  June 15, 2013 @ 4:36 am

  વાહ ! શું વાત છે ! અદ્ભુત !

 3. mahesh said,

  June 15, 2013 @ 12:49 pm

  ખુબ સરસ સ્પર્શી જાય એવી માવજતથી લખાયેલ કવિતા ગમી……..

 4. Shah Pravinchandra Kasturchand said,

  June 15, 2013 @ 1:43 pm

  નખશિખ પૂર્ણ ગઝલ.

 5. gunvant thakkar said,

  June 16, 2013 @ 2:58 am

  સરળ ,સચોટ ,ખુબ સુંદર .

 6. Vihang vyas said,

  June 16, 2013 @ 6:40 am

  Nice one !

 7. સુનીલ શાહ said,

  June 16, 2013 @ 10:57 pm

  સરસ, સહજ અભિવ્યક્તિ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment