જળથી કમળની જેમ ક્યાં અળગું રહી શકે
હૈયું છે દોસ્ત, કો’ક દી ભીંજાય પણ ખરું
વિવેક કાણે ‘સહજ’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for પ્રવિણ શાહ

પ્રવિણ શાહ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

ચર્ચામાં રહ્યો -પ્રવિણ શાહચર્ચામાં રહ્યો -પ્રવિણ શાહ

રાતભર એની જ ચિંતામાં રહ્યો
ને દિવસભર એ જ ચર્ચામાં રહ્યો

આપવાની વાત આવી દિલ તને
એ પળે આ હાથ ખિસ્સામાં રહ્યો

કાફલા સૌ નીકળી આગળ ગયા
એકલો હું ક્યાંક રસ્તામાં રહ્યો

ટોચ પર જઇને ધજા પણ ફરફરે
ખાસ મોકો જોઇ પાયામાં રહ્યો.

મોકળાશ તો બહુ હતી હર શેરમાં
થૈ તખલ્લુસ છેક મક્તામાં રહ્યો

-પ્રવિણ શાહ

થોડા દિવસ પહેલા પ્રવિણભાઈની આ ગઝલ વાંચી, વાંચતાવેંત ગમી ગઈ અને આ અહીં આપ સૌને માટે મૂકી દીધી…  આખી ગઝલ ખૂબ જ સુંદર થઈ છે, પણ મને મક્તાનો શેર જરા વધુ ગમી ગયો.  ‘ગુર્જર કાવ્યધારા‘ બ્લોગ ચલાવતા પ્રવિણભાઈ અન્યોની ગઝલો પોસ્ટ કરતા કરતા હવે પોતે પણ ગઝલ લખતા થઈ ગયા છે… પ્રવિણભાઈને શુભેચ્છાઓ.

Comments (22)