ઝાહિદ, મને રહેવા દે તબાહીભર્યા ઘરમાં,
મસ્જિદથી વધારે અહીં આવે છે ખુદા યાદ.
મરીઝ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ઝાકીર ટંકારવી

ઝાકીર ટંકારવી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




લે હાથે કરતાલ ફકીરા – ઝાકીર ટંકારવી

લે હાથે કરતાલ ફકીરા;
સંતો સાથે ચાલ ફકીરા.

એની મેડીએ બેસીને,
થૈ જા માલંમાલ ફકીરા.

હુંયે માણસ તું યે માણસ
સૌનું લોહી લાલ ફકીરા.

બંને ખાલી હાથે જઈશું,
અંતે તો કંગાલ ફકીરા.

ડર ને ચિંતા ફેંક નદીમાં,
માલિક મોટી ઢાલ ફકીરા.

સરકી જાશે એક જ પળમાં
દુનિયાને ના ઝાલ ફકીરા.

દોલત તો દાસી છે તારી
ખિસ્સામાં ના ઘાલ ફકીરા.

સંન્યાસીનું તો એવું કે
સૂર અહીં ત્યાં તાલ ફકીરા.

રસ્તા તો આડા ને અવળા,
જૂની વાટે ચાલ ફકીરા.

– ઝાકીર ટંકારવી

કબીર-રંગે રંગાયેલી આ રચનામાં બહુ સરળ રીતે ઊંડી વાતો કરી છે.  સંન્યાસીની ‘સૂર અહીં ત્યાં તાલ ફકીરા’ જેવી વ્યાખ્યા બીજે વળી ક્યાં જોવા મળવાની ? છેલ્લા શેરથી તો રોબર્ટ ફ્રોસ્ટની અમર રચના The Road Not Taken ની યાદ આવી ગઈ.

Comments (13)