ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.
આદિલ મન્સૂરી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for રાધિકા ટિક્કુ ડૉ.

રાધિકા ટિક્કુ ડૉ. શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

(કોશિશ) - ડૉ. રાધિકા ટિક્કુ(કોશિશ) – ડૉ. રાધિકા ટિક્કુ

સ્નેહવેલને
નવપલ્લવિત કરવા
જેવું હું
જળ ઉમેરું છું
ત્યાં જ
તારા
અપારદર્શક ચહેરા
ઉપર
બગાસું ઊગે છે.

– ડૉ. રાધિકા ટિક્કુ

સાવ એક જ લીટીની પણ સીધી જ મર્મભાગે ઘા કરે એવી ધારદાર કવિતા. ‘અપારદર્શક ચહેરા’ અને ‘બગાસું’માં જે સ્ત્રી-પુરુષના સંબંધની કડવી વાસ્તવિક્તા છે એ આ એક લીટીની વાતને કવિતાની કક્ષાએ લઈ જાય છે.

Comments (6)