તું વરસે છે ત્યારે – રઘુવીર ચોધરી
તું વરસે છે ત્યારે
એક કે બે પંખી
દૂર કે નજીકથી ગાય છે.
કોઈક વટેમારગુ અજાણતાં ભીંજાય છે.
વાદળ સ્થિર થાય છે ત્યાં
વૃક્ષો ચાલીને
તો ક્યારેક ઊડીને
એમની પાસે જાય છે.
આ બાજુ
બાળકો અને શેરી
એક સાથે નહાય છે.
તું વરસે છે ત્યારે
સૂની બારી પર ટકોરા થાય છે,
અગાઉની રજ ભીના અવાજમાં
વહી જાય છે.
તું વરસે છે ત્યારે
અંદરના ઓરડે પ્રકાશ થાય છે.
– રઘુવીર ચૌધરી
(‘વહેતાં વૃક્ષ પવનમાં’)
અદભૂત અભિવ્યક્તિ ! એ સિવાય આ કાવ્ય વિશે કાંઈ કહેવાનું હોય ?
Pragnaju Prafull Vyas said,
December 19, 2007 @ 9:57 AM
અછાંદસ અભિવ્યક્તિ ગમી.
તેમાં તું વરસે છે ત્યારે
અંદરના ઓરડે પ્રકાશ થાય છે.
વાહ!
જાણે સોલી ગાઈ રહ્યો છે
સાવ અચાનક, મુશલધારે
ધોધમાર ને નવલખ ધારે,
આ વાદળ વરસે છે કે તું?
ધરાની તરસે વાદળ વરસે,
તારી તરસે હું…
મને તું વાદળ કે તો શું?
ભાવના શુક્લ said,
December 19, 2007 @ 12:59 PM
તું વરસે છે ત્યારે
સૂની બારી પર ટકોરા થાય છે,
અગાઉની રજ ભીના અવાજમાં
……………………………
સરસ !!!
Pinki said,
December 28, 2007 @ 9:56 PM
ભીંજાઈ જવાયું ……………??!!!
Pratik Chaudhari said,
August 30, 2008 @ 5:32 AM
આવા સરસ કાવ્ય માટે આભાર.