ડહાપણ દાખો – સંજુ વાળા
રહીએ, જેમ તમે જી ! રાખો !
કાં અબોલા અમથી આવા, કૈ તો ડહાપણ દાખો !
વરત – આખડી સૌ મૂકી દઉં, ના કોઈ પૂજું દેવ
પૂછી બીડું પલક, ખીંટીએ ટાંગુ સઘળી ટેવ
ત્યાં જ ઉડીએ , જ્યાં ઉડાડે તમે દીધેલી પાંખો !
રહીએ, જેમ તમે જી ! રાખો !
મેં ક્યાં માંગ્યું ? સોને-રૂપે માંઝી દો મનસૂબા
ઝળઝળિયાં દો, તો પણ મારે રતન-છલોછલ કૂબા
ધૂળધફોયા ખોળે જરાંક, અમી નઝર તો નાખો !
રહીએ, જેમ તમે જી ! રાખો !
– સંજુ વાળા
આ ગીત તો જુઓ… ગીત છે કે સૉનેટ? સૉનેટમાં જેમ કાવ્યાંતે ચોટ આવે એમ કવિએ અહીં છેલ્લી લીટીમાં કમાલ કારીગરી કરી છે. આખા ગીતમાં એમ જ લાગે કે અબોલા લઈ બેસનાર પ્રિયતમને મનાવવા નાયિકા અછોવાનાં કરી રહી છે.. વ્રત-પૂજા-આખડી, બધી જાતની ટેવ-કુટેવ બધું જ છોડી દેવા તૈયાર છે, એના જ આપેલા આકાશમાં માપસરનું ઊડવા તૈયાર છે… આંખમાં સહવાસના ઝળઝળિયા આપે તોય જેને સોના-રૂપાથી વિશેષ લાગે છે એ નાયિકા પત્ની છે અને પ્રિયતમ પતિ છે એ વાત તો સા…વ છેલ્લી કડીમાં ખાલી ખોળાને પૂરવા માટે પગલીનો પાડનાર માંગવાની વાત આવે છે ત્યારે છતી થાય છે… છે ને સૉનેટની મજા!!
sudhir patel said,
April 20, 2013 @ 12:40 AM
સંજુ વિશેષ લઈન ગુંજતું ગીત!
કવિ મિત્ર સંજુ વાળાને હાર્દિક અભિનંદન!!
સુધીર પટેલ.
perpoto said,
April 20, 2013 @ 3:21 AM
તળપદી માંગણી….
શહેરી વાયરામાં …કે ગે કપલ ..આ ગીત કેવી રીતે/પ્રકારે માણશે…
narendrasinh chauhan said,
April 20, 2013 @ 3:42 AM
રહીએ, જેમ તમે જી ! રાખો !
કાં અબોલા અમથી આવા, કૈ તો ડહાપણ દાખો !
ખુબ સરસ
Vidyut Oza said,
April 20, 2013 @ 4:25 AM
કહેવુ પડે….!!!! આવુ તો બહુજ વિચારીએ તો જ ખ્યાલ પડે તેવુ ઝીણવટથી મુકી દીધુ છે નારી ની મુળ માગ…ખરુ ?….!!!!!!
RASIKBHAI said,
April 20, 2013 @ 8:17 AM
ગાગર મા સાગર્
pragnaju said,
April 20, 2013 @ 9:42 AM
વરત – આખડી સૌ મૂકી દઉં, ના કોઈ પૂજું દેવ
પૂછી બીડું પલક, ખીંટીએ ટાંગુ સઘળી ટેવ
ત્યાં જ ઉડીએ , જ્યાં ઉડાડે તમે દીધેલી પાંખો !
રહીએ, જેમ તમે જી ! રાખો !
ગુઢ અનુભવ ની સહજ સરળ બાની
વિવેકનો આસ્વાદ પણ સુંદર છે છતાં એક વિનંતિ કે કવિશ્રી પણ આસ્વાદ કરાવે…
યાદ આવે તેમનું કાવ્ય
ઠેક છેક પાતાળે પરબારી વાગી રે હિંડોળે હીંચું
શેષશાયી ભાગ્યા કાંઈ શય્યાને ત્યાગી રે હિંડોળે હીંચું
સાથે સહુ દિશાઓ રુમઝુમવાં લાગી રે હિંડોળે હીંચું
સાત સાત સમદરને ઉર ફાળ જાગી રે હિંડોળે હીંચું
અમથા એક્ ઠેલામાં જઈ પહોંચે ડહોળવાને આકાશી વ્હેણ
કોણ પગ-અંગુઠા જેવું બડભાગી રે હિંડોળે હીંચું
મેઘને ઝૂલાવે છે ગોરંભો, એમ ખમ્મા ! જીવને શરીર
ક્યાંથી શરીર તમેં સુખ લાવ્યા માગી રે હિંડોળે હીંચું
ઝૂલવાના ઝાડ ઊગે મારામાં, કિચૂડતો એનામાં નાતો
બાઈ ! એકબીજાના બેઉં અનુરાગી રે હિંડોળે હીંચું
અરે ! આ તે કે વી અણજાણ કોઈ ઋતુનો નમણો વળાંક
અંદરથી ઊભરતાં ગીત મહાફાગી રે હિંડોળે હીંચું
જુગ જુગ જીવો એ જીભલડી : ઝૂલણાને લયભર લડાવ્યા
રાગ-થાટ ગૂંથીને ભેળા બિહાગી રે હિંડોળે હીંચું
himanshu patel said,
April 20, 2013 @ 6:52 PM
સરસ સંમિશ્રણ છે.ગૂંથણિ ગમી.સંજુવાળાએ હમેશા કશુંક નોખું આપ્યું છે ગુજરાતી ભાષાને.
Maheshchandra Naik said,
April 20, 2013 @ 11:36 PM
ખોળાના ખુંદનાર માટેનુ સરસ ગીત, આસ્વાદ પણ મર્મીલો, આનદ આનદ થઈ ગયો………………
હિમતભાઇ મેહતા said,
April 21, 2013 @ 4:44 AM
ખુબ ખૂબી પુર્વક આદિ કાળ થી સ્ત્રી ની ઝંખના ને કવન દ્રારા વાચા આપી છે
આસ્વાદ કેટલો સુંદર અને માર્મિક રીતે રજુ કરેલ છે ..
ખુબ ખુબ ધન્યવાદ ..
sanju vala said,
April 21, 2013 @ 4:48 AM
સૌ મિત્રોનો આભાર
મિત્ર વિવેકજીએ સરસ આસ્વાદ કરાવ્યો છે
કવિ તો કવિતામા જ બધુ કહી દે……..
Pravin Shah said,
April 21, 2013 @ 6:24 AM
કાં અબોલા અમથી આવા, કૈ તો ડહાપણ દાખો !
વાહ !