અનુભવ ગહરા ગહરા – જયન્ત પાઠક
અનુભવ ગહરા ગહરા
નિશદિન આઠે પ્રહરા:
કોઈ બજાવત ઝાંઝ-પખાવજ, મૃદંગ ઓ’ મંજીરા!
ચલત ફિરત મેં અપની ગતમેં
ગજ સમ ડોલત શિરા,
જલમેં લહર, લહરમેઁ જલકા
સુન સુન ગીત ગંભીરા!
ઊઠકર નાચન લગા ચરણ દો
જ્યું નાચત હો મીરા,
મેહ ગગનમેં ધીરા, ચદરિયાં
ભીની ભયી કબીરા!
– જયન્ત પાઠક
જીવન-ઉત્સવને ભરપેટ ઉજવતું આ કાવ્ય પાઠકસાહેબનું અંતિમ કાવ્ય છે. (આ કાવ્ય 30 ઓગસ્ટે લખેલું અને પહેલી સપ્ટેમ્બર, 2003એ એમનું અવસાન.) એક એક ક્ષણમાં ઊંડા અનુભવથી ભરેલા જીવનને કવિ સનાતન સંગીત સાથે સરખાવે છે. એ સુરમાં હળવેકથી માથું હલાવતા પોતે પસાર થતા હોય એવું સહજીક ચિત્ર કવિ દોરે છે. પાણી પરના તરંગોમાં પણ કવિને એ જ ગંભીર ગીતની પંક્તિઓ દેખાય છે. મન મીરાંની જેમ નાચી ઊઠે અને (જીવનરૂપી) ચાદર જ્યારે ખરે જ તરબતર થઈ જાય એ ક્ષણે વધારે તો શું કરવાનું બાકી રહે ? આટલી સંતૃપ્તિ પછી કદાચ ‘આવજો’ કહેવાનું જ બાકી રહેતું હશે.
B said,
March 19, 2013 @ 7:28 AM
ંit is so simple wordings but very deep meaning and feelings. It goes through and through.
pragnaju said,
March 19, 2013 @ 10:21 AM
સરસ ગીત
ઊઠકર નાચન લગા ચરણ દો
જ્યું નાચત હો મીરા,
મેહ ગગનમેં ધીરા, ચદરિયાં
ભીની ભયી કબીરા!
સરસ
M.D.Gandhi, U.S.A. said,
March 19, 2013 @ 2:16 PM
જો કવિનું નામ ન લખ્યું હોત તો ખબરજ ન પડત કે ગુજરાતી કવિનું કાવ્ય છે, એમજ લાગે જાણે મીરા કે કબીર અથવા તો વ્રજના જમાનાનું કોઈ ભજન છે…… કાવ્ય ગણો કે ભજન, સુંદર છે.
jigna trivedi said,
March 19, 2013 @ 2:33 PM
ખૂબ સરસ ગીત.
Maheshchandra Naik said,
March 19, 2013 @ 4:27 PM
ઊઠકર નાચન લગા ચરણ દો
જ્યું નાચત હો મીરા
મેહ ગગનમેં ધીરા, ચદરિયાં
ભીની ભયી કબીરા!
આ પંક્તિઓમા કવિશ્રીએ બધી જ લાગણીઓ વ્યક્ત કરી દીધી હોય એવુ લાગે છે,
કવિશ્રી જયંતભાઈને લાખ લાખ સલામ્……………..
arsha Vaidya said,
March 20, 2013 @ 2:09 AM
સાચી વાત છે.કદાચ જીવન ના અંતિમ પડાવ ઉપર અનુભવનું ભાથું ધીમે ધીમે ખોલતા જઈએ ટો આવી જ અનુભૂતિ થતી હશે કદાચ !
arsha Vaidya said,
March 20, 2013 @ 2:12 AM
સાચી વાત છે.કદાચ જીવન ના અંતિમ પડાવ ઉપર અનુભવનું ભાથું ધીમે ધીમે ખોલતા જઈએ તો આવી જ અનુભૂતિ થતી હશે કદાચ !
વિવેક said,
March 20, 2013 @ 3:04 AM
વાહ !