ઉનાળો કાળઝાળ થાય છે,
પાંપણથી ગાલ સુધી પ્હોંચે એ પ્હેલાં તો આંસુ વરાળ થઈ જાય છે;
ઉનાળો કાળઝાળ થાય છે.​​
– અનિલ ચાવડા

વિશ્વ-કવિતા:૦૪: સ્મરણ (કેનેડા)- ડોરથી લાઈવસે

તારું સ્મરણ છે જાણે હાથમોજું
ખાનામાં સંતાડેલું:
ફરી કાઢીને પહેરું છું
વર્ષો પહેલાં હતું એટલું જ ચપોચપ.

ડોરથી લાઈવસે

કહે છે કે સ્મરણના ઘરેથી કોઈ ખાલી હાથે પાછું ફરતું નથી. વિતેલી યાદોને ગમે તેટલી અળગી કરો પણ એ દિલમાં એવી વસી ગઈ હોય છે કે જ્યારે પાછી આવે ત્યારે એ મનને ભીનું કરી જ જાય છે !

6 Comments »

  1. વિવેક said,

    December 5, 2007 @ 9:52 AM

    ચાર જ લીટીમાં વિરહ, યાદ અને પ્રેમની કેવી ઉત્કટતાનો સમાસ!

  2. ભાવના શુક્લ said,

    December 5, 2007 @ 2:20 PM

    ખુબ સુંદર!!!!!

  3. Lata Hirani said,

    December 6, 2007 @ 12:54 AM

    Just beautiful….

    ‘Vishva Kavita’ nice idea… congrets….

  4. pragnajuvyas said,

    December 6, 2007 @ 2:03 PM

    …સવારથી સ્નો સાફ કરવાનું કામ આવ્યું તેથી હાથમોજું કેટલી હુંફ આપે તેનો પ્રત્યક્ષ અનુભવ થયો…અને તેની સ્મરણ સાથેની સરખામણી ! વાહ્
    મૂળ કવિતા સાથે હોય તો વધુ મઝા આવે
    હાથમોજું ‘mitten’ અને ‘glove’ બન્ને માટે વપરાય.
    અહીં કાવ્યમાં તે mitten માટે હોય તેમ વધુ લાગે છે.
    “Thumbs in the thumb-place,
    Fingers all together!”
    This is the song
    We sing in mitten weather.

  5. ધવલ said,

    December 6, 2007 @ 10:09 PM

    બહુ સરસ ગીત શોધી લાવ્યા છો પ્રજ્ઞાબેન ! આ ગીત અહીં બાળમંદીરમાં ગાતા હોય છે.

  6. Ravi said,

    December 25, 2017 @ 11:47 PM

    Wah

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment