લયસ્તરોની ત્રીજી વર્ષગાંઠ
પોતાના વ્હાલસોયા સંતાનને મોટું થતું જોવું કોને ન ગમે? દીકરાની વર્ષગાંઠ પર કયો બાપ ખુશીથી ન ઊછળી ઊઠે? દોસ્તો, આજે ‘લયસ્તરો’ ત્રણ વર્ષ પૂરા કરી ચોથા વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે અમારું હૈયું હર્ષોલ્લાસથી છલકાઈ રહ્યું છે. થોડો પોરો ખાઈ પાછાં વળીને જોઈએ છીએ તો દેખાય છે કે ગુજરાતી કવિતા અને કાવ્યાસ્વાદની અમારી આ સફર ખાસ્સું ગજું કાઢી શકી છે. સવા ત્રણસો જેટલા કવિઓની લગભગ નવસોથી વધુ કવિતાઓનો આ રસથાળ શું સાચે જ અમારી મહેનતના કારણે શક્ય હતો? શું અમે સાચે જ આટલું ચાલી શક્યા હોત?
…ના…
અમારી આ અવિરત સફર અગર જારી રહી શકી છે તો એ શ્રેયના એકમાત્ર અને સાચા હકદાર આપ છો… માત્ર આપ જ! આપનો સ્નેહ એ જ અમારો શ્વાસ છે… ગુજરાતી કવિતા આજે પુસ્તકના પાનાંના ઉંબરા વળોટીને વિશ્વના સીમાડાઓ આંબી રહી છે ત્યારે લયસ્તરોના વાચકમિત્રોને અમારા તરફથી એક અઠવાડિયા સુધી દરરોજ બબ્બે વિશ્વ-કવિતાઓ -એક ભારતીય ભાષા અને એક વિદેશી ભાષા- ની નાનકડી ભેટ આપી અમે અમારા હૈયાને આભારના ભારથી થોડું હળવું કરીએ…
અને હા… પ્રતિદિન એક નવી કવિતાની અમારી આ સફર તો શક્ય હશે ત્યાં સુધી ચાલુ જ રહેવાની… રૉબર્ટ ફ્રોસ્ટની અમારા બંનેની મનગમતી કડીઓથી “વિશ્વકવિતા સપ્તાહ”ની શરૂઆત કરીએ?
Woods are lovely, dark and deep
but I have promises to keep
and miles to go before I sleep
and miles to go before I sleep…
-ધવલ શાહ, વિવેક ટેલર
‘લયસ્તરો’ ટીમ
Jugalkishor said,
December 4, 2007 @ 2:30 AM
લય અને સ્તર બન્નેને તમે પ્રગટાવ્યાં ને જાળવ્યાં છે.
આ બ્લોગની દુનીયા હજી તો માંડ પાંચેક વરસની થઈ ગણાય. તમે સૌએ એને લગભગ જન્મથી જ પંપાળી, પોષી ને પ્રગટાવી છે. ધવલભાઈનું કાર્ય, બધી દીશાનું, મસ્તક નમાવે એવું રહ્યું છે. વિવેક તો સર્જનની ઉત્તમ કક્ષા સાચવીને બેઠા જ છે. તમને સૌને કયા શબ્દોમાં વધાવું ?!
આજના દીવસે તમને બન્નેને 365 x 3 x અગણીત ધન્યવાદ !!!
જયશ્રી said,
December 4, 2007 @ 2:32 AM
વ્હાલા લયસ્તરોને, અને વ્હાલા મિત્રોને…. હ્રદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન…
અને હા.. એ વાત તો ખરેખર સાચી….
Still there are Miles to go….
nilam doshi said,
December 4, 2007 @ 2:48 AM
લય અને સ્તર બંને સુન્દર રીતે જાળવી અવિરત આગળવધતા રહેવાનું કાર્ય કપરું છે. પરંતુ આપ સૌનો ઉત્સાહ અને મહેનત લયસ્તરોમાં રંગ પૂરતા રહ્યા છે. ખૂબ ખૂબ અભિનન્દન..આપ સૌને. અને आगे बढते रहीये..हम साथ साथ है..पीछे पीछे…
અનેક શુભેચ્છાઓ સાથે..
Vijay Shah said,
December 4, 2007 @ 4:02 AM
હજીતો ત્રણ વર્ષ થયા છે…
મા ગુર્જરીને તો શતકોના શતકો જીવંત રાખવાની છે… આ યજ્ઞ અવિરત કરતા રહેવાની પ્રભુ તમને હિંમત અને શક્તિ આપે તેવી પ્રાર્થના
તુમ જીયો હજારો સાલ
હરસાલ કે દિન હો પચાસ હજાર્….
શત શત અભિનંદનો
chetu said,
December 4, 2007 @ 5:08 AM
હાર્દિક અભિનઁદન ..
hemantpunekar said,
December 4, 2007 @ 5:33 AM
ખૂબ ખૂબ અભિનંદન!
Niraj said,
December 4, 2007 @ 5:59 AM
હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ…
Pinki said,
December 4, 2007 @ 6:58 AM
મારા વ્હાલા લયસ્તરોને જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ……..
ગુજરાતી સાહિત્યની લય અને સ્તર આમ જ જાળવતું રહે……
જિંદગીની વ્યસ્તતામાં આમ જ અમ સૌને વિસામો આપતું રહે…….
અભિનંદન ………….!!!
(“લયસ્તરો” ના હોત તો “શબ્દશઃ” હોત જ નહિ)
Neela said,
December 4, 2007 @ 7:12 AM
અભિનંદન સાથે શુભેચ્છાઓ
સુનીલ શાહ said,
December 4, 2007 @ 8:47 AM
‘લયસ્તરો’ને ત્રીજી વર્ષગાંઠ નીમીત્તે અંતરની શુભેચ્છાઓ…નીવડેલા અને નવોદીત બંન્ને પ્રકારના કવીઓને સમાવીને લયસ્તરોએ જે ગુણવત્તા જાળવી રાખી છે તે બદલ તમામ સંપાદકોને સલામ.
Harnish Jani said,
December 4, 2007 @ 9:34 AM
અભિન’દન.હ્જુ ઘણા વરસ લખો. વા’ચવાની મઝા આવે છે.સૉને અભિન’દન.
ઊર્મિ said,
December 4, 2007 @ 9:53 AM
પ્રથમ તો ૩ વર્ષનાં વ્હાલા લયસ્તરોને, બીજા વ્હાલા સંપાદક-મિત્રોને અને ત્રીજા વ્હાલા (મારા જેવા) વાંચકોને.. સૌને ખૂબ ખૂબ અભિનંદન…
લયસ્તરોનું આ વૃક્ષ એક દિવસ વિશાળકાય વટવૃક્ષ બની ઘણા કાવ્યપ્યાસુ લોકોની વર્ષો સુધી નિરંતર પ્યાસ બુઝાવતું રહેશે, એમાં શંકાને સ્થાન નથી!
(અરે, આટલું જલ્દી વર્ષ પણ પતી ગયું? મેં તો હજી થોડા વખત પહેલાં જ સ.સ પર લયસ્તરોની બીજી વર્ષગાંઠનો વિષય આપ્યો હતો ને જાણે…?! http://sarjansahiyaaru.wordpress.com/2007/01/15/sankaleet_hbd_layastaro )
Chetan Framewala said,
December 4, 2007 @ 10:28 AM
ધવલભાઈ અને વિવેકભાઈ તથા સૌ ગુર્જરીપ્રેમીઓ ને ખુબ ખુબ અભિનદન..
છે સુકાની આપના જેવા અહીં,
લય વિસ્તરે ઉંચા સ્તરો મહીં.
ત્રણ વિત્યાં,વિતશે હજી સૈકા ઘણા,
ધખતી રે’ ધૂણી સદા ભાષા તણી.
જય ગુર્જરી,
ચેતન ચંદુલાલ ફ્રેમવાલા
સુરેશ જાની said,
December 4, 2007 @ 10:34 AM
હાર્દીક અભીનંદન. વીશ્વકવીતાનું રસપાન કરાવવાનું અભીયાન એક બહુ જ સરસ વીચાર છે.
pragnajuvyas said,
December 4, 2007 @ 10:38 AM
…અહીં તો ઠંડો પવન વાય છે અને બરફ પડવાનો શરુ થયો અને તમે અમારા બધાની ગમતી કવિતા-જે હાલ અમે અનુભવીએ છીએથી વાત માંડી તે ગમ્યું. અમારા મનની વાત બધાએ લખી છે તેથી ફરી નથી લખતી પણ એક ખાસ વાત જણાવું કે આ મોસમમાં અમે બ્લુ-મુડમાં ઉતરી જઈએ ત્યારે લયસ્તરો ચારાસાઝ લાગે છે…દરેકે અપનાવવા જેવો આડ અસર વગરનો ઉપચાર…
Whose woods these are I think I know.
His house is in the village, though;
He will not see me stopping here
To watch his woods fill up with snow.
My little horse must think it queer
To stop without a farmhouse near
Between the woods and frozen lake
The darkest evening of the year.
He gives his harness bells a shake
To ask if there’s some mistake.
The only other sound’s the sweep
Of easy wind and downy flake.
The woods are lovely, dark and deep,
But I have promises to keep,
And miles to go before I sleep,
And miles to go before I sleep.
Sudhir Patel said,
December 4, 2007 @ 5:26 PM
હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ….
સુધીર પટેલ
ભાવના શુક્લ said,
December 4, 2007 @ 6:16 PM
ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ ધવલ્ભાઈ, વિવેકભાઈ અને સહુ મિત્રોને
manvantpatel said,
December 5, 2007 @ 12:14 AM
પ્યારા વિવેકભાઇ અને ધવલભાઇ !
આપના શ્વાસોમાઁ મારો સ્નેહ ઉમેરશો.
લયસ્તરોને કોટિ કોટિ અભિનઁદન ને
શુભેચ્છાઓ !તમે અને બહેનશ્રી……
પ્રગ્નાજુએ રોબર્ટ ફ્રાસ્ટની ટાઁકેલી બધી
પઁક્તિઓ સાર્થક થાઓ એવી અભ્યર્થના!
vishwadeep said,
December 5, 2007 @ 1:52 AM
આપણે સૌ ” વિશ્વકવિતા” વિશ્વના વતની બની કવિતાના સહારે સહારે એક બની એક “વિશ્વ-કુટુંબ બનાવીએ.
Nikunj Jani said,
December 5, 2007 @ 9:35 PM
Dear Vivekbhai, Dhavalbhai & all the Lovely Members of Laystaro,
Congratulations for completing Three years, and putting such wonderful efforts to popularise Gujarati Language, Gujarati Poems-Gazals, Gujaraties People across the world.
May the Laystaro reach to more and more new Mile Stones….
Keep progressing….
Regards,
Nikunj Jani
manvantpatel said,
December 5, 2007 @ 11:58 PM
બહેનશ્રી પ્રગ્નાજુવ્યાસે છેલ્લી પઁક્તિમા લખેલો એક શબ્દ
‘ચારાસાઝ’ ના સમજાયો.કોઇ સમજાવશે ?(કૉમેઁટ વિભાગ).
વિવેક said,
December 6, 2007 @ 1:52 AM
चारासाज़ એટલે ઉપચારક…
અને હા… પ્રજ્ઞાબેન… રૉબર્ટ ફ્રોસ્ટની આખી કવિતા બદલ ખૂબ-ખૂબ આભાર…
SAPAN said,
December 7, 2007 @ 9:00 AM
પ્રિય વિવેકભાઈ તથા ધવલભઈ… તથા લયસ્તરોના દરેક પરિવારજનો
આપ સહુને આ પરિવારની ત્રીજી વર્ષગાંઠના ખુબ ખુબ અભિનંદન…
અ… અવિરત વિસ્તરતો લય
ભિ… ભિતરને ભિંજવીતો લય
નં…. નંદલાલની વાંસળીના અવાજ જેવો લય
દ…. દરેક દિલને ડોલાવતો લય
ન…. નવિનતા સભર લય
લય-કુટુંબ દિર્ઘાયુ બને તેવી અંતરની અભ્યર્થના…
=~= સપન =~=
Shrikant B. Bhansali said,
August 28, 2010 @ 11:46 PM
COSYWO ENGINEERING COMPANY
15 laxmi co op industrial estate near nagarvel hanuman mandir amraiwadi road ahmedabad 380 026 india telefax : fac : 0091- 79 – 2274 8168, 2274 8001, resi: 0091-79- 2662 1662. email : cosywo@yahoo.com,
Ref : CO / 35 / email 104-2 / 10 – 11 Dt. 29- 8 – 10
Dear Sirs,
Re :Agitators & Blades , Rubber – Ebonite Rollers , S S Tanks, Dip Sticks, Wrinkle Remover for Home Textiles , Technical Textiles and Chemical Processing Machinary manufactured since 1960.
Please contact us for your requirements of Stirrers, Agitators, Homoginiser, Disperser, Tank Mounted Stirrer, Hollow shaft Stirrer, S S Tanks, Syrup tanks, Dip Sticks,Reaction vessels, Ball mills, Double cone blenders, Filter cum Seperator for removal of Impuorities & Sand from Water, Attritors, OiI resin Plant, Industrial Rollers, SS Roller, Rubber sleeve expanders, Bow Rollers for removal of creases etc.
We supply Import substitutes Agitator Blades for various type of Stirrers, Mixers etc.in required MOC.
Our products are used in Textile, Chemical, Pharmaceutical, Paint, Cement Steel, Plastic, Aeromatics, Detergents, Ceramics, Water Treatments, Heat Treatments, Brewing, Food Processing, Adhesive, Aluminium Paste, Automobile, Lamination, Mineral, Sugar, Cosmetics, Petroleum, Pesticides , Electronic,,Dye Stuff,,Perfume , Plywood and many more Industries.
Please let us know your requirements.
Thanking you and assuring you of our best services at all times.
Yours faithfully
For Cosywo Engineering Company
Shrikant B Bhansali
Experience our Expertise. Sure We Can
More Than 12000 Satisfied Clients.
Tushar Shukla said,
February 13, 2011 @ 12:43 AM
Dear Friends, i will like to share a news with you as you love gujaraati geet sangeet..my book KANKUNO SURAJ [ a handbook of gujaraati sugam sangeet ] published by Sanjay Vaidy [35mm] is on stands ..available at Navbharat Sahity Mandir…hope you will like it.