અર્થ એકે ક્યાં વસે છે ભીતરે ?
શબ્દને અજવાળવાથી શું હવે ?
હર્ષ બ્રહ્મભટ્ટ

તકદીરને – શેખાદમ આબુવાલા

ખાળ તારી આંખડીના નીરને
સંકટોમાં આ ન છાજે વીરને;
એને ઠોકર મારીને રસ્તે લગાવ,
ક્યાં સુધી પંપાળશે તકદીરને ?

– શેખાદમ આબુવાલા

3 Comments »

  1. pragnajuvyas said,

    November 6, 2007 @ 9:51 AM

    ” દૂધ માટે રોતાં બાળક,
    રો તારા તકદીરને રો”
    જેવાં રોદણા રડવાને બદલે
    ચાણક્યવાણી જેવી વાણીમાં મરીઝની જેમ
    “શ્રદ્ધાથી બધો ધર્મ વખોડું છું હું,
    હાથે કરી તકદીરને તોડું છું હું;
    માંગું છું દુઆ એ તો ફક્ત છે દેખાવ,
    તુજથી ઓ ખુદા હાથ આ જોડું છું હું” થી
    પણ આગળ જઈ જાણે વિવેકાનંદનો સંદેશ કે
    ઉઠો,જાગો અને કાર્યસિધ્ધી સુધી મંડ્યા રહો કે
    નર્મદની યાહોમ કરીને પડવાની વીરવાણી
    “એને ઠોકર મારીને રસ્તે લગાવ…
    સુંદર

  2. ભાવના શુક્લ said,

    November 6, 2007 @ 9:56 AM

    લખીને સીધુજ આ મુક્તક ઓફીસમા મેજ પર મુકી દીધુ ગ્લાસની નીચે…..
    આ રત્નકણીકાને અન્ય કોઇ પ્રતિભાવ આપવા કરતા સતત સ્મરણમા રહે તેમ દ્રષ્ટિસરસુ રાખવુ વધુ યોગ્ય રહ્યુ મારા માટે!!

  3. Atul Jani (Agantuk) said,

    November 6, 2007 @ 3:21 PM

    સંકટ સમયે હિંમત હારી જઈને માથે હાથ દઈને બેસી રહેનારાને પડકાર કરીને કહે છે કે અરે પામરતાને છોડ, આંસુને વખોડ અને ઉભો થા. પુરુષાર્થ કર. મુશ્કેલીમાં રુદન કરવું તે મુશ્કેલીને દુર કરવાનો ઉપાય નથી પણ હ્રદયની દુર્બળતાને છોડીને તેનો સામનો કરવો તે જ એક માત્ર રસ્તો છે. માટે લડવા ઉભો થા.

    જાણે ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને ભગવદ ગીતામાં કઈ રહ્યા હોય કેઃ-

    ક્લેબ્યં મા સ્મ ગમઃ પાર્થઃ નૈતત્ત્વચ્યુપપદ્યતે
    ક્ષુદ્રં હ્રદયદૌર્બલ્યં ત્યક્ત્વોત્તિષ્ઠ પરન્તપ ( શ્રીમદ ભગવદ ગીતા – અધ્યાય ૨જો, શ્લોક ૩ જો )

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment