લતાકુંજમાં – ઉદયન ઠક્કર
ન કૂંપળ, ન કળીઓ,ન કુસુમો, ન ક્યારો
સુગંધોને હોતો હશે કંઈ કિનારો ?
લતાકુંજમાં કેમ ગુંજે સિતારો ?
છે ભમરા ? કે પાંખાળા સંગીતકારો ?
લળીને ઢળીને ટહુકા કહે છે,
‘તમે ક્યાંથી અહીંયા ? પધારો, પધારો !’
આ તોળાવું ઝાકળનું તરણાની ટોચે,
અને મારા મનમાં કોઈના વિચારો….
મને જોઈને ઘાસ હળવેથી બોલ્યું,
‘જરા આમ આવો, પગરખાં ઉતારો !’
-ઉદયન ઠક્કર
pragnajuvyas said,
November 17, 2007 @ 11:17 AM
અનેક સુંદર કાવ્યો,મુક્તકો,ગઝલો જેના માણ્યા ,તે ઉદયન ઠક્કરની ફોર એસ વી પર માણેલી
બહુ મઝાની ગઝલ ફરી મઝા લાવી.ઉ.ઠ. હંમેશા નવી જ ક્લ્પના લઈ આવે છે !
આ સુંદર પંક્તી
લળીને ઢળીને ટહુકા કહે છે,
‘તમે ક્યાંથી અહીંયા ? પધારો, પધારો !’ માં કુદરતનું કેવું સ્વાગત !
પણ તે છુંદવા માટે નથી તે અંગે કવિ આપણા અનાડીપણાને આ શિરમોર જેવી પંક્તીથી
મને જોઈને ઘાસ હળવેથી બોલ્યું,
‘જરા આમ આવો, પગરખાં ઉતારો !’
કેવી ટકોર કરે છે !
આવું તો અહી ન્યુયોર્કમાં પણ બન્યું હતું
બગીચાનું જતન જે કાયદો ન કરી શક્યો
તે કવિની આવી નાની પંક્તીએ કરેલું!
ભાવના શુક્લ said,
November 17, 2007 @ 4:27 PM
સુંદર રચના…. મન ને તરતમા જ હરી લેતી અને તાજગીથી છલકતી કોઈ મોહક શબ્દપ્યાલી!!!!!!
ઊર્મિ said,
November 17, 2007 @ 11:52 PM
અરે વાહ…. મજા આવી ગઈ !
સુનીલ શાહ said,
November 18, 2007 @ 9:13 AM
ન કૂંપળ, ન કળીઓ,ન કુસુમો, ન ક્યારો
સુગંધોને હોતો હશે કંઈ કિનારો ?
વાહ! સુંદર કલ્પના.
rahul said,
November 22, 2007 @ 2:29 AM
બહ સરસ
મિહિર જાડેજા said,
November 28, 2007 @ 1:48 AM
વાહ….
ખરેખર, કોઈ લતાકુંજની મુલાકાત જેવો અનુભવ.
Himanshu said,
November 28, 2007 @ 11:49 PM
લતાકુંજમાં કેમ ગુંજે સિતારો ?
છે ભમરા ? કે પાંખાળા સંગીતકારો ?
આ તોળાવું ઝાકળનું તરણાની ટોચે,…
reminds me somewhat of one from gani dahiwala
તમારા અહિં આજ પગલા