સદીઓનું જ્ઞાન છે પણ લેવાલ ક્યાં છે કોઈ?
કેવો પડ્યો છે ધારો! ઇતિહાસ સૂઈ રહ્યો છે!

પાછા કદી ન જાગી, એ આ જ કહી રહ્યો છે:
બસ, આજનું વિચારો, ઇતિહાસ સૂઈ રહ્યો છે.
- વિવેક મનહર ટેલર

ગઝલ – સુનીલ શાહ

એટલે ત્યાં કશું ઉધાર નથી,
લાગણીનું કોઈ બજાર નથી.

મારું ભીતર છે, કોઈ ‘છટકું’ નથી,
દ્વાર પાછળ જો… કોઈ દ્વાર નથી.

એ જરૂરી છે, હોય અર્થસભર,
શબ્દ કેવળ કશો વિચાર નથી.

શોધ એવું અતીત તો તું ખરો,
કોઈ પાને કશા પ્રહાર નથી.

ફૂલ રહેવા દે, લાગણી લઈ આવ,
દોસ્ત, મારું હૃદય મઝાર નથી.

– સુનીલ શાહ

બધા જ શેર સરસ પણ પહેલાં ત્રણ શેર તો ઉત્તમ…

15 Comments »

  1. મીના છેડા said,

    November 22, 2012 @ 2:05 AM

    મારું ભીતર છે, કોઈ ‘છટકું’ નથી,
    દ્વાર પાછળ જો… કોઈ દ્વાર નથી.

    સુંદર!

  2. P Shah said,

    November 22, 2012 @ 2:14 AM

    લાગણીનું કોઈ બજાર નથી.

    વાહ ! ઉત્તમ !

  3. Rina said,

    November 22, 2012 @ 3:21 AM

    એટલે ત્યાં કશું ઉધાર નથી,
    લાગણીનું કોઈ બજાર નથી.

    મારું ભીતર છે, કોઈ ‘છટકું’ નથી,
    દ્વાર પાછળ જો… કોઈ દ્વાર નથી.
    beautiful……

  4. perpoto said,

    November 22, 2012 @ 3:37 AM

    દરેક માનવી એમજ માનતો હોય છે… તેની ભીતર કોઇ છટ્કુ નથી ને છંતા……

  5. sneha said,

    November 22, 2012 @ 5:28 AM

    well said

  6. urvashi parekh said,

    November 22, 2012 @ 5:37 AM

    સરસ.લાગણી ના બઝાર માં જમા ઉધાર હોતા જ નથી.

  7. ડૉ.મહેશ રાવલ said,

    November 22, 2012 @ 10:31 AM

    વાહ….સુનીલભાઇ
    આમ તો આખી ગઝલ સરસ થઇ છે….પણ અંતિમ શેર માટે ખાસ અભિનંદન મિત્ર!

  8. pragnaju said,

    November 22, 2012 @ 3:03 PM

    મારું ભીતર છે, કોઈ ‘છટકું’ નથી,
    દ્વાર પાછળ જો… કોઈ દ્વાર નથી.
    વાહ્

  9. Mona Vasantlal said,

    November 23, 2012 @ 3:00 AM

    શોધ એવું અતીત તો તું ખરો,
    કોઈ પાને કશા પ્રહાર નથી.
    વાહ, અતિ ઉત્તમ…ખૂબ જ સુંદર…ઃ)

  10. PRAGNYA said,

    November 23, 2012 @ 9:08 AM

    ખુબ સરસ!!!!!

  11. PRAGNYA said,

    November 23, 2012 @ 9:09 AM

    ખુબ સરસ!!!!!અતિ ઉતમ!!!

  12. ઊર્મિ said,

    November 23, 2012 @ 9:36 AM

    સુંદર ગઝલ.. અભિનંદન સુનીલભાઈ.

  13. Darshana bhatt said,

    November 24, 2012 @ 12:16 PM

    દરેક શબ્દ અર્થ સભર્ .સુન્દર ગાવી ગમે તેવી ગઝલ.

  14. Dhruti Modi said,

    November 24, 2012 @ 3:12 PM

    ખૂબ સરસ ગઝલ.

    લાગણીનું કોઈ બજાર નથી. વાહ …..

  15. Maheshchandra Naik said,

    November 26, 2012 @ 4:17 PM

    સરસ ગઝલ અભિનદન શ્રી સુનીલભાઈ…………..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment