એક નેમ છે અને એને વિસરવાનું નહીં
બીજી ભણી માથાને વિહાવાનું નહીં
મોતી જો પામવા હો તો દરિયામાં ‘મરીઝ’
ડૂબકી જ મારવાની હો, પછી તરવાનું નહીં
મરીઝ

ગઝલ – મુકુલ ચોકસી

ભલેને એમનો બીજો કશો પણ હોય શુભ આશય,
ગુનો એ છે કે આંખોએ કર્યો આકાશનો દુર્વ્યય.

ને તે જગ્યાએ લીટી દોરી થઈએ આપણે નિર્ભય,
તમે જીરવી શકો સરેરાશ બોલો, કેટલો પરિચય.

દિલાસાના અધૂરા અર્થ જેવી આ અગાશીમાં,
નહીં ઉકલેલી ભાષા જેવા અંધારાનો શો આશય ?

દીવાલો હોય કે તું હોય કે ઈશ્વર કોઈ પણ હોય,
મને ચૂપ રહેતી વસ્તુઓ વિષે પહેલેથી છે સંશય.

પછી તો વ્યગ્રતાની વાત હસતા હસતા કરવાની,
અને તક હોય તો થોડુંક તરફડવાનું પણ સવિનય.

-મુકુલ ચોકસી

10 Comments »

  1. Rina said,

    November 25, 2012 @ 3:12 AM

    Awesomest and a little more….

  2. perpoto said,

    November 25, 2012 @ 3:25 AM

    દિલાસાના અધૂરા અર્થ…..

    મિત્રોએ મને

    આપ્યાં હતાં દિલાસા

    કબર સુધી

  3. kantilal vaghela said,

    November 25, 2012 @ 5:16 AM

    કવિ એ અધુરપ મા મધુરપ દેખાડી છે……સુન્દર સર્જન માટૅ અભિનન્દન્

  4. vijay joshi said,

    November 25, 2012 @ 8:50 AM

    મારું લખેલું એક મુક્તક—–

    દીવાલો નથી દ્વાર નથી.
    સાકી નથી યાર નથી.
    આવી અદભુત રાતમાં,
    તું નથી તારો પ્યાર નથી.

  5. pragnaju said,

    November 25, 2012 @ 11:28 AM

    અદભૂત ગઝલ
    ભલેને એમનો બીજો કશો પણ હોય શુભ આશય,
    ગુનો એ છે કે આંખોએ કર્યો આકાશનો દુર્વ્યય.
    વાહ ! ગૂઢ અર્થી મત્લા !
    જ્યારે કોઇપણ કાર્ય ની પાછળનો શુભ આશય બદલાઇ જાય છે ત્યારે કાર્ય ની ગરીમા મટી જાય છે.ધર્મસત્તા અને રાજસત્તા ભેગા મળીને જે ગોરખધંધા કરતાં હોય તેને ઉઘાડા પાડવાનું કામ જાગૃત સમાજ કરતો હોય છે.ધીરે ધીરે શેર માણતા આ શેરે
    પછી તો વ્યગ્રતાની વાત હસતા હસતા કરવાની,
    અને તક હોય તો થોડુંક તરફડવાનું પણ સવિનય.
    એક કસક થાય છે.આનો ન્યાય મળશે કે કેમ ? મળશે તો ક્યારે?
    યાદ
    યાક નજર બેશ નહી ફૂરસત-એ-હસ્‍તી ગાફીલ
    ગર્મી -એ-બઝમ હૈ ઇક રસ્‍ક-એ-શરાર હોને તક
    ગમ-એ-હસ્‍તી કા અસદ કીસ સે હો જુઝ મર્ગ ઇલાજ
    શમ્‍મા હર રાત મૈ જલતી હૈ શહર હોને તક

  6. હેમંત પુણેકર said,

    November 25, 2012 @ 11:49 PM

    મુકુલભાઈની વાત કહેવાની કંઈ અલગ જ શૈલી છે. મત્લા મને હજુ બરાબર સમજાયો નથી. પણ બાકીના શેર ખૂબ સુંદર! ખાસ તો મને ચૂપ રહેતી વસ્તુઓ વિશે પહેલેથી છે સંશય! વાહવાહ!

  7. ઊર્મિ said,

    November 26, 2012 @ 12:02 AM

    મુકુલભાઈની ગઝલ હોય ને અંદર સુધી ના સ્પર્શે એ તો કેમ બને…!
    એમાંયે છેલ્લા બે શેર પર તો… દોબારા દોબારા….!

  8. Maheshchandra Naik said,

    November 26, 2012 @ 1:38 PM

    સુરતના શાયર ડો. કવિશ્રી મુકુલભાઈની ગઝલનો મર્મભેદ્ માણી શકીએ એટ્લે વિશેશ આન્દ અનુભવી શકીએ છેલ્લો શેર તો ઘણૂ કહી જાય છે, દર્દ પણ સવિનય વ્ય્ક્ત કરવાની વાત તો કવિ જ કરી શકે…………………

  9. ધવલ said,

    November 27, 2012 @ 4:20 PM

    ને તે જગ્યાએ લીટી દોરી થઈએ આપણે નિર્ભય,
    તમે જીરવી શકો સરેરાશ બોલો, કેટલો પરિચય.

    – વાહ ! સલામ !

  10. વિવેક said,

    December 4, 2012 @ 2:19 AM

    સુંદર ગઝલ… સંશય ગમી ગયો..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment