કોઈની ઈચ્છા મને એ તીવ્રતાથી સાંપડો,
રોમે-રોમે વાલિયાના જેમ ફૂટ્યો રાફડો.
વિવેક મનહર ટેલર

મુક્તક – રઈશ મનીઆર

આપે  છે  દિલાસા અને  રડવા નથી દેતા,
દુ:ખ મારું મને મિત્રો જીરવવા નથી દેતા;
આંસુઓ    ટકાવે   છે  મને   ભેજ  બનીને,
એ  જીવતા માણસને સળગવા નથી દેતા.

– રઈશ મનીઆર

દુ:ખ, દિલાસો અને દોસ્તો – એ ત્રિકોણની બાજુઓનું બરાબ્બર માપસરનું સંમિશ્રણ કોઈને કદી મળ્યું છે ખરું?

6 Comments »

  1. perpoto said,

    October 3, 2012 @ 4:28 AM

    અસમદ્વિભુજ ત્રિકોણ…

  2. Suresh Shah said,

    October 3, 2012 @ 6:30 AM

    મનોવેદના ની આવી અભિવ્યક્તિ ક્યારેક જ મળે.

    આભાર.

    – સુરેશ શાહ, સિંગાપોર

  3. વિવેક said,

    October 3, 2012 @ 8:13 AM

    સુંદર મુક્તક…

  4. manilalmaroo said,

    October 3, 2012 @ 11:06 AM

    lajawab manilal.m.maroo

  5. Maheshchandra Naik said,

    October 3, 2012 @ 6:33 PM

    સમાજજીવનની વાસ્તવિક્તાની મનોવ્યથા વ્યક્ત કરતુ મુક્તક………..

  6. sweety said,

    October 4, 2012 @ 3:14 AM

    ક્યા બાત હૈ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment