ગઝલ – રાજેન્દ્ર શુક્લ
સાવ અમારી જાત અલગ છે, કરવી છે તે વાત અલગ છે ;
સૂતેલાંનાં સ્વપ્ન અલગ ને જાગે તેની રાત અલગ છે !
નખશિખ કવચ ધરી શું કરીએ, આડી ઢાલ ધરી શું કરીએ ;
અદીઠ રહીને મર્મ ભેદતા અંદરના આઘાત અલગ છે !
આખેઆખું ઝંઝેડી આ ઝંઝાવાતો ઘોર સૂસવતા,
એય ભલે જાણી લેતા કે તરણાની તાકાત અલગ છે !
ભરી સભામાં એક એમની વાત અનોખી કાં લાગે આ,
શબ્દો એના એ જ પરંતુ પોત અલગ છે, ભાત અલગ છે !
શ્વાસે શ્વાસે સુગંધ જેવું હોવાને ઓગાળી નાખે,
એક ઘડી અળગું નવ લાગે, સાજનની સૌગાત અલગ છે !
– રાજેન્દ્ર શુક્લ
ઘા બહારના હોય તો ઢાલ કે કવચ કદાચ કામમાં પણ આવે પણ નજરે ન ચડે એવા અંદરના આઘાતથી તો શી રીતે બચી શકાય?
આજે કવિશ્રીનો જન્મદિવસ પણ છે એની આ ગઝલ પોસ્ટ કર્યા બદ ફેસબુક વડે જાણ થઈ. લયસ્તરો તરફથી કવિશ્રીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ…
Rina said,
October 12, 2012 @ 12:49 AM
નખશિખ કવચ ધરી શું કરીએ, આડી ઢાલ ધરી શું કરીએ ;
અદીઠ રહીને મર્મ ભેદતા અંદરના આઘાત અલગ છે !
આખેઆખું ઝંઝેડી આ ઝંઝાવાતો ઘોર સૂસવતા,
એય ભલે જાણી લેતા કે તરણાની તાકાત અલગ છે !
શ્વાસે શ્વાસે સુગંધ જેવું હોવાને ઓગાળી નાખે,
એક ઘડી અળગું નવ લાગે, સાજનની સૌગાત અલગ છે !
aweeesomee
perpoto said,
October 12, 2012 @ 3:44 AM
રાજેન્દ્ર શુક્લની વાત અલગ છે….
તારી ને મારી
દિવાલ અલગ છે,
છોને ઈંટો એજ
પકવાય અલગ છે.
વિવેક said,
October 12, 2012 @ 8:12 AM
કવિશ્રીના જન્મદિવસ પર લયસ્તરો પર આજે વાત અને ભાત “અલગ” હોવાની ગઝલ મૂકાઈ છે તો બીજી બાજુ ટહુકો.કોમ પર અવાજ અને મિજાજના “જુદા” હોવાની ગઝલ મૂકવામાં આવી છે… માણીએ:
http://tahuko.com/?p=10735
ભૂપેન્દ્ર ગૌદાણા વડોદરા said,
October 12, 2012 @ 9:40 AM
જન્મદિવસની ખૂબ ખૂબ – અઢળક – હ્રદયપૂર્વકની શુભેચ્છાઓ સાથે Happy Birthday…!!
આખેઆખું ઝંઝેડી આ ઝંઝાવાતો ઘોર સૂસવતા,
એય ભલે જાણી લેતા કે તરણાની તાકાત અલગ છે !
બસ ! આટલું જ બસ છે – આજે શ્રી રાજેન્દ્ર શુક્લ ના જન્મ દિવસે –
rajesh mahant said,
October 12, 2012 @ 11:00 AM
આખેઆખું ઝંઝેડી આ ઝંઝાવાતો ઘોર સૂસવતા,
એય ભલે જાણી લેતા કે તરણાની તાકાત અલગ છે !
આને કેહવાય જુસ્સો…
વાહ કવિરાજ વાહ્
જન્મ દિવસની ખુબ ખુબ વધાઇઓ
નખશિખ કવચ ધરી શું કરીએ, આડી ઢાલ ધરી શું કરીએ ;
અદીઠ રહીને મર્મ ભેદતા અંદરના આઘાત અલગ છે !
બહારના પ્રહારો માટે તો ઢાલ રખાય પણ અન્દરના આઘાતો સામે માણસ સદિઓથી લડતો રહ્યો ચે ને તુટતો પણ રહ્યો ચે
pragnaju said,
October 12, 2012 @ 11:18 PM
જન્મદિવસની શુભેચ્છાઓ
ઓડીયો માટે પોત અલગ છે! – રાજેન્દ્ર શુક્લ | ટહુકો.કોમ
tahuko.com/?p=9933
સાવ અમારી જાત અલગ છે કરવી છે એ વાત અલગ છે
અંદરનો અનુભવ જાગે પછી માણસ ખુમારીથી આમ બોલી પડે છે. પહેલી નજરે વાતમાં અહંકાર દેખાય છે પણ અનુભવ અહંના ઓગળવાનો જ હોય છે. મોટાભાગના લોકોને આ વાતનો જાત અનુભવ હોતો નથી. એટલે કવિને અંતમાં કહેવુજ પડે છે કે સાવ અમારી જાત અલગ છે.
સૂતેલાંનાં સ્વપ્ન અલગ ને જાગે તેની રાત અલગ છે !
યાદ
યા નિશા સર્વ ભૂતાનામ્ તસ્યાં જાગર્તિ સંયમી
યસ્યાં જાગ્રતિ ભૂતાનિ સા નિશા પશ્યતો મુનેઃ
અદભૂત મત્લામાં જ આખો ભાવ આવી ગયો
.
Maheshchandra Naik said,
October 13, 2012 @ 12:19 AM
વાસ્તવિક વાતની રજુઆત અલગ છે……….
siddharth j Tripathi said,
October 13, 2012 @ 11:03 AM
Pujya kavishri Rajendra Shukla ne aajna Shubh Dine Mara Pranam.
P. P. M A N K A D said,
October 16, 2012 @ 12:42 PM
Very very good ghazal.