ઝાકળબુંદ : ૪ : મુક્તક અને ગઝલ- કવિતા મૌર્ય
મુકતક
અહમથી જ્યારે અહમ ટકરાય છે,
પ્રેમનો આ સાથ છૂટી જાય છે,
ડાળ પરથી પાંદડું ખરતું અને,
જિંદગી આ રણસમી પથરાય છે.
ગઝલ
કૈંક ક્ષણની યાદ લઇને બેઠી છું,
હોઠ પર ફરિયાદ લઇને બેઠી છું.
આવશે, વિશ્વાસ પાકો છે છતાં,
શ્વાસમાં હું સાદ લઇને બેઠી છું.
આગમન ટાણે અબોલા લઇ લીધા,
મૌનમાં સંવાદ લઇને બેઠી છું.
કેટલી નાજુક પળો સર્જાઇ ગઇ ,
ભીતરે ઉન્માદ લઇને બેઠી છું.
-કવિતા મૌર્ય
કવિતા મૌર્ય વિનાયક શાખાના સ્નાતક છે અને સૂરતમાં જ રહે છે. મુક્તકમાં ડાળ પરથી એક પાંદડું ખરવાની ઘટનાને જિંદગીના રણ સમા બની જવા સાથે કેટલી અર્થગહનતાસભર સાંકળી લેવાઈ છે!અને ભીતરી ઉન્માદથી ભરપૂર ચાર જ શે‘રની ગઝલ પણ એટલી જ આસ્વાદ્ય બની છે…
જયશ્રી said,
October 4, 2007 @ 3:42 AM
ખરેખર… મુક્તક અને ગઝલ, બંને જ ગમી ગયા…
ચારમાંથી કયો શેર વધુ ગમ્યો એ નક્કી કરવું મુશ્કેલ છે.
pragnajuvyas said,
October 4, 2007 @ 8:49 AM
કવિતા મૌર્યની શબ્દનો અર્થ ન ઉઘડવાની ફરીયાદ તો ઘણી વાર કવિતામાં આવે છે. પણ એક વાર તો મૌન ઉઘડતું ન હોવાની વાત કરી તો આજે- કૈંક ક્ષણની યાદ લઇને બેઠી છું,હોઠ પર ફરિયાદ લઇને બેઠી છું. દિલ શા માટે હંમેશ ધડકતું હોય છે એ સવાલ કોઈ કવિને પૂછો તો શું ઉત્તર મળે ? – એ તો પ્રિયજનનું નામ રટતું હોય છે ! ને છેલ્લો શેર તો ગઝલનો સરતાજ શેર છે-કેટલી નાજુક પળો સર્જાઇ ગઇ ,ભીતરે ઉન્માદ લઇને બેઠી છું.છતાં ય કવિ અહીં એક નવી વાત કરવામાં સફળ થયા છે. આગમન ટાણે અબોલા લઇ લીધા,મૌનમાં સંવાદ લઇને બેઠી છું.મુકતક
માં અહમથી અહમ ટકરાવવાની સાથે પ્રેમ છૂટી જાય તે સાશ્વત સત્ય કેટલી સહજતાથી કહેવાયું છે! ચારે ચાર શેરો અને મુકતક પણ દાદ યોગ્ય છે.
Sangita said,
October 4, 2007 @ 8:57 AM
ખૂબ સ્ર્સ મમુક્તક અને ગઝલ!
Rassheeda said,
October 4, 2007 @ 10:29 AM
દિલ ના ભાવ બહુ જ સુનદર રીતે પ્રગટ થએલ છે.
ધવલ said,
October 4, 2007 @ 8:40 PM
ઉત્તમ મુક્તક !
ગઝલ તો સરસ છે જ ઉપરાંત મુકુલભાઈ પછી બીજા કોઈની ગઝલમાં ઉન્માદ શબ્દ જોયો એનો આનંદ અલગથી !
Pinki said,
October 5, 2007 @ 1:16 AM
it’s nice ……….. ! !
ઊર્મિ said,
October 8, 2007 @ 9:46 AM
અહમથી જ્યારે અહમ ટકરાય છે,
પ્રેમનો આ સાથ છૂટી જાય છે…
એકદમ સાચ્ચી વાત… સુંદર મુક્તક અને સુંદર ગઝલ!
અભિનંદન કવિને…
meena maurya said,
August 3, 2008 @ 1:39 PM
osam…………………..
ABHIIJEET PANDYA said,
August 17, 2010 @ 5:18 AM
અહમથી જ્યારે અહમ ટકરાય છે,
પ્રેમનો આ સાથ છૂટી જાય છે,
ઉપરોક્ત શેરમાં શેરની શરુઆતના ” અહમ ” શબ્દનો ગા લ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે
ત્યાર પછી ના ” અહમ ” શબ્દનો લ ગા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. છંદ બંધારણ
લ ગા ગા થી શરુ થતું જોવા મળે છે. જે ગા લ ગા ગા થી શરુ થવું જોઇએ.
અભિજીત પંડ્યા. ( ભાવનગર).
Aarti Sharma said,
September 17, 2013 @ 9:21 AM
Awsome lines my dear friend…!!