કોઈ વિરલ મિલનની મારી ઝંખના હતી,
શબ્દોની શોધખોળમાં વર્ષો વહી ગયાં.
કિશોર મોદી

ગૌરવ – દિનેશ કોઠારી

ફૂલ કો ખીલેલ હું ગાઢા વને,
ના રૂપ કે ના રંગ
ને કૈં મ્હેકનો છાંટો નથી;
ને તે છતાં ગૌરવ મને,
કે આમતો વગડાઉ તોય ફૂલ છું,
કાંટો નથી.

-દિનેશ કોઠારી

5 Comments »

  1. Pinki said,

    September 19, 2007 @ 12:45 AM

    વાહ ! આ ખુમારી ગમી………

    કોઇના રસ્તાનો કાંટો બનવો એના કરતાં

    વગડાનું ફૂલ સારું

    ભલે, રુપ, રંગ કે સુગંધ ના હોય …………

  2. કુણાલ said,

    September 19, 2007 @ 3:17 AM

    સુંદર વિચાર… અને રજુઆતની છટા પણ નિરાળી…

  3. shailesh pandya said,

    September 19, 2007 @ 10:10 PM

    વાહ કેવી ખુમારી ભરી વાત
    ખુબ ગ મી ત મારી દીલેરી…..

  4. pragnaju said,

    September 25, 2007 @ 11:13 AM

    અમને ફુલ વ્હાલા –
    તેના કરતાં કાંટા વધુ વ્હાલા
    રસ્તે જતાં ફુલ અવગણના કરે,
    તો કાંટા તો પાલવ પકડી લે!
    સુંદર

  5. Bhavna Shukla said,

    September 26, 2007 @ 9:32 AM

    બાગ ના સૌદર્યમા, નામ ના શામીલ અમે,
    કરમ ફૂટેલા એહવા કે કરમાવુ નથી લખ્યુ,

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment