સુ.દ. પર્વ :૧૪: આંખ તો મારી આથમી રહી – સુરેશ દલાલ
*
આંખ તો મારી આથમી રહી
કાનના કૂવા ખાલી.
એક પછી એક ઇન્દ્રિય કહે :
હમણાં હું તો ચાલી.
શ્વાસના થાક્યા વણઝારાનો
નાકથી છૂટે નાતો,
ચીમળાયેલી ચામડીને હવે
સ્પર્શ નથી વરતા’તો.
સૂકા હોઠની પાસે રાખો
ગંગાજળને ઝાલી,
એક પછી એક ઇન્દ્રિય કહે :
અબઘડી હું ચાલી.
નસના ધોરી રસ્તા તૂટ્યા
લોહીનો ડૂબે લય.
સ્મરણમાં તો કાંઈ કશું નહીં :
વહી ગયેલી વય.
પંખી ઊડ્યું જાય ને પછી
કંપે જરી ડાળી.
– સુરેશ દલાલ
પંખી તો ઊડી ગયું પણ ડાળ સતત કંપતી રહેશે. સુ.દ.ના જવાથી ગુજરાતી સાહિત્યજગતમાં સર્જાયેલો ખાલીપો લાંબા સમય સુધી અનુભવાતો રહેશે. આ સાથે સાત દિવસથી ચાલી રહેલો અને ચૌદ કવિતાઓ મઢેલ "સુ.દ. પર્વ" અહીં પૂર્ણ કરીએ છીએ. કવિના પોતાના શબ્દોમાં કહીએ તો: "મૃત્યુથી મોટું પૂર્ણવિરામ અન્ય કોઈ નથી".
*
(સુ.દ.પર્વ તસ્વીર સૌજન્ય: શ્રી હિતેન આનંદપરા, શ્રી સંદિપ ભાટિયા)
Jayant Shah said,
August 19, 2012 @ 9:38 AM
નાજુક ક્શણૉમાકોલ ,
મે મ્રુત્યને દઇ દી ધો ,
મારી જીવનની સાથે ,
મુલાકાત થ ઇ પઈ .
હરીન્દ્ર દવે ની પન્ક તિ ને સુરેશ દલાલે આખ બન્ધ કરી કાયમ માટે સુઈ ગયા .હવે કવિતા
ઝુરશે !!!
Darshana Bhatt said,
August 19, 2012 @ 4:48 PM
સુ.દ. પર્વ્ની આ રચના સાથે સમાપન મ્રુત્યુના સનાતન સત્યને ઉજાગર કરી ગયુ.
pragnaju said,
August 20, 2012 @ 7:31 AM
વૃધ્ધત્વ ની મઝાની અભિવ્યક્તી
નસના ધોરી રસ્તા તૂટ્યા
લોહીનો ડૂબે લય.
સ્મરણમાં તો કાંઈ કશું નહીં :
વહી ગયેલી વય.
અને તે સ્વીકારીએ તો વેદના વિહીન મૃત્યુ …
Nivarozin Rajkumar said,
September 2, 2012 @ 11:07 AM
એક પછી એક ઇન્દ્રિય કહે :
હમણાં હું તો ચાલી.
ઉફ્ફ્………કેવો ખાલીપો…..ઃ(
purvi mehta said,
January 9, 2013 @ 8:12 AM
જિન્દગિ નુ સત્ય