સુ.દ. પર્વ :૧૦: પ્રેમ અમારે કરવો – સુરેશ દલાલ
સ્વર : ઉદિત નારાયણ
સ્વરકાર : શ્યામલ – સૌમિલ મુન્શી
[audio:http://urmisaagar.com/saagar/audio/prem amaare karavo-Suresh Dalal.mp3]
પ્રેમ અમારે કરવો અને આ રીત તમારી,
બાજી રમીએ અમે અને હા, જીત તમારી.
તમે સ્મિતને રહો સાચવી અને અમે અહીં આંસું,
તમે વસંતના કોકિલ, અમે ચાતક ને ચોમાસું;
અમે બારણાં ખુલ્લાં અને આ ભીંત તમારી.
સાવ અચાનક તમને ક્યારેક ખોટું માઠું લાગે,
પત્થર જેવા અમને તો નહીં ક્યાંય કશુંયે વાગે;
તીર મારો ને તોય અમારે કહેવાનું કે ફૂલ જેવી છે પ્રીત તમારી.
– સુરેશ દલાલ
આજે ફરી માણીએ ‘હસ્તાક્ષર’ આલ્બમનું જ સુ.દ.નું બીજું એક હળવું પ્રણયગીત…
એક અંગત વાત… (પ્રજ્ઞાઆંટીએ આ મજાનું યાદ કરાવ્યું!) 2007માં સુ.દ.ની 75મી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલા ‘ઉત્સવ સ્વજનોનો’ કાર્યક્રમમાં સુ.દ. સહિત ઘણા કવિઓને પ્રથમવાર મળવાનું સદભાગ્ય પ્રાપ્ત થયેલું… અને એ કાર્યક્રમનાં બે દિવસો મારે માટે ખૂબ જ યાદગાર રહ્યા હતા. ‘ઉત્સવ સ્વજનોનો‘ કાર્યક્રમ વિશે લખેલો લેખ અહીં વાંચી શકો છો.
Vineshchandra Chhotai said,
August 16, 2012 @ 7:27 AM
પ્રથમ તો વન્દન “”””” કાવ્ય પુરુશ “”””””””””
pragnaju said,
August 16, 2012 @ 7:57 AM
……………આંખો બંધ કરી માણ્યું બાદ મનમા અજ્ઞાતના આ ગીતનો ગુંજારવ શરુ થયો.
પ્રેમ ની જુઓ તો છે કેવી બલિહારી,
મીઠી હોય છે નદી તે બની ખારી.
એ છે પ્રેમની અનુભુતિ કે અસર.
અને ગીતોની વણજાર ચાલી મારા ભોળા દિલનો, પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો, છાનું રે છપનું કંઇ થાય નહીં, સાંવરિયો રે મારો સાંવરિયો, પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં, નજરનાં જામ છલકાવીને, તારી આંખનો અફીણી, ભીંતે ચિતરેલ રૂડાં ગરવા ગણપતિ , તારી મારી વાત થઇ છે અને મારા વિચારો તારા મનમાં, મને કેર કાંટો વાગ્યો, છેલાજી રે અને ઇશ્વર પ્રત્યે લઇ જતું આ ગીત પીછો છોડતું નથી..
.હે રંગલો,
જામ્યો કાલંદરી ને ઘાટ,
છોગાળા તારા,
હો રે છબીલા તારા,
હો રે રંગીલા તારા
રંગભેરૂ જુએ તારી વાટ, રંગલો…
હે હાલ્ય હાલ્ય હાલ્ય,
વહી જાય રાત વાત માં ને,
માથે પડશે પ્રભાત,
છોગાળા તારા,
હો રે છબીલા તારા,
હો રે રંગીલા તારા રંગભેરૂ જુએ તારી વાટ, રંગલો.
હે રંગરસીયા,
હે રંગરસીયા તારો રાહડો માંડી ને, ગામને છેવાડે બેઠા,
કાના તારી ગોપલીએ, તારે હાટુ તો કામ બધા મેલ્યાં હેઠાં.
હે તને બરકે તારી જશોદા તારી માત…
છોગાળા તારા,
હો રે છબીલા તારા,
હો રે રંગીલા તારા રંગભેરૂ જુએ તારી વાટ, રંગલો.
મારા પાલવ નો છેડલો મેલ,
છોગાળાઓ છેલકે
મન મારું મલકે છે.
એ હું મોરલો ને તું તો મારી ઢેલ,
હું છોડવો તું વેલકે
મન મારું ઘડકે છે.
હે હે હે…..હે જી
સાંજ ને સુમારેજ્યારે સુર જ્યાં નમે
નર નાર લગે તારસંગ રંગ રમે
કોઇ રૂપની કટોરી, કોઇ રૂપનો કટોરો
કોઇ શ્યામ, કોઇ ગોરો
રમે છોરી અને છોરો
ધરણી ધમધમે…..
હે જી રે…..તુર તુર તુર
ગાંડીતુર શરણાઇ કેરા સુર
વીંધે ઉર ચકચુર
સંગે તાલ ને નુપુર
તારુ પાદર ને પુર
સામ સામ સામે
હે જીણું જીણું વાગતી રે વેણુંરે
ને ગામને પાદર ઉડતી રે રેણું
ને નાચતી રે આવે કોઇ ગામની રે ઘેનું
છેલ રે છબીલી નાર છમ્ છમ્ છમે.
Nivarozin Rajkumar said,
September 2, 2012 @ 11:11 AM
“પ્રેમ અમારે કરવો અને આ રીત તમારી,
બાજી રમીએ અમે અને હા, જીત તમારી.”
જાણે કે સુખી દાંપત્યજીવનની ચાવી…
Nilam gundaraniya said,
April 22, 2014 @ 4:15 AM
સરસ ગીત…