વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો,
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી.
હરીન્દ્ર દવે

ગઝલ – ડૉ. કેતન કારિયા

હવા સ્પર્શ જ્યારે કરે છે ત્વચાને,
ત્વચા જેટલું સુખ મળે છે હવાને !

સખત તાપ, વરસાદ, ઠંડક છતાં પણ,
ગગન ખુદ અડી ક્યાં શક્યું છે ધરાને !

ઘણા સાંભળીને મજા પણ કરે છે,
ન સસ્તી બનાવો તમારી વ્યથાને.

ભલે જિંદગીભર તરસતાં રહે પણ,
અહીં સૌ છલોછલ ભરે છે ઘડાને !

અપેક્ષા કરે લોક દુનિયા હું બદલું,
શરત એમ રાખે ન બદલું પ્રથાને !

બન્યો જ્યારથી હું પિતા દીકરીનો,
નથી ક્યાંય શોધ્યો પછી મેં ખુદાને.

– ડૉ. કેતન કારિયા

પાણીદાર ગઝલ…

18 Comments »

  1. deepak said,

    July 26, 2012 @ 2:49 AM

    ઘણા સાંભળીને મજા પણ કરે છે,
    ન સસ્તી બનાવો તમારી વ્યથાને.

    ભલે જિંદગીભર તરસતાં રહે પણ,
    અહીં સૌ છલોછલ ભરે છે ઘડાને !

    આ બે શેર ખુબજ ગમ્યા!!!

  2. Rina said,

    July 26, 2012 @ 4:05 AM

    ઘણા સાંભળીને મજા પણ કરે છે,
    ન સસ્તી બનાવો તમારી વ્યથાને.

    વાહ…..

  3. pragnaju said,

    July 26, 2012 @ 9:48 AM

    અપેક્ષા કરે લોક દુનિયા હું બદલું,
    શરત એમ રાખે ન બદલું પ્રથાને !
    વાહ

  4. La' KANT said,

    July 26, 2012 @ 10:29 AM

    ” ટપકે એ તો ટીપું, ટીપાંમાં સઘળું છે યાર!
    ભોંય-ભૂમિની માટી…ઝીલે અવિરત રસધાર,
    એક્માંથી અનેક કરવાની શક્યતાઓ અપાર !” = સ્વયં ‘શૂન્ય’ રૂપે ખુદા રૂ-બ-રૂ છે ”

    ” બન્યો જ્યારથી હું પિતા દીકરીનો,
    નથી ક્યાંય શોધ્યો પછી મેં ખુદાને.”….

    – ડૉ. કેતન કારિયા ને અભિનંદન….

  5. Gaurav Pandya said,

    July 26, 2012 @ 11:03 AM

    ઘણા સાંભળીને મજા પણ કરે છે,
    ન સસ્તી બનાવો તમારી વ્યથાને.

    waah…

  6. Dhruti Modi said,

    July 26, 2012 @ 2:43 PM

    રહિમન નિજ મનકી વ્યથા મનમેં રાખો ગોય,
    સુની હસી લહૅ સબે કોય, બાંટી લહે ન કોય.

    રહીમજીનો આ દોહો યાદ આવી ગયો નીચેનો શે’ર વાંચી
    ઘણા સાંભળીને મજા પ ણ કરે છે,
    ન સસ્તી બનાવો તમારી વ્યથાને.
    સરસ ગઝલ.

  7. Sudhir Patel said,

    July 26, 2012 @ 4:11 PM

    ખરેખર દમદાર ગઝલ!
    સુધીર પટેલ.

  8. Bharat Sukhparia said,

    July 27, 2012 @ 12:14 PM

    વાહ, દોક્ટર, વાહ….

  9. kinjalk vaidya said,

    July 27, 2012 @ 12:48 PM

    આમ તો સંપુર્ણ ગઝલ amazing પણ
    છેલ્લો ……

    ” બન્યો જ્યારથી હું પિતા દીકરીનો,
    નથી ક્યાંય શોધ્યો પછી મેં ખુદાને.” …… ( નયન માં નીર વહ્યા, વરસાદ નથી છતાં પણ…..)

  10. M.D.Gandhi, U.S.A. said,

    July 27, 2012 @ 9:03 PM

    બહુ સુંદર ગઝલ છે.

  11. DR.MANOJ L. JOSHI 'Mann' (jamnagar) said,

    July 28, 2012 @ 1:12 PM

    વાહ…કવિ…વાહ…
    સત્યમ્…શિવમ્…સુન્દરમ્….આનંદમ્…..આનંદમ્…

  12. dr.ketan karia said,

    July 30, 2012 @ 1:46 AM

    આભાર વિવેકભાઇ.
    સૌ ભાવકો અને કવિમિત્રોનો પણ આભાર …
    જેમણે કંઇ COMMENT ન આપી છતાં facebook, google & twitter સુધી આ ગઝલને પહોંચાડી તેમની ગઝલપ્રીતિન પણ ઉત્સાહપ્રેરક.

  13. Anil Chavda said,

    July 30, 2012 @ 11:45 AM

    ખરેખર પાણીદાર ગઝલ….

  14. Makarand Musale said,

    August 3, 2012 @ 3:09 AM

    બન્યો જ્યારથી હું પિતા દીકરીનો,
    નથી ક્યાંય શોધ્યો પછી મેં ખુદાને.

    સુન્દર….

  15. hitesh Pandya said,

    August 11, 2012 @ 9:18 AM

    કેતનભાઈ કારિયા,

    આપની કવિતાઓ ગમી, સતત નવું નવું મુક્તા રહો.
    ખુબ ખુબ શુભેચ્છાઓ

    હિતેશ/કાજલ

  16. અશોક જાની 'આનંદ' said,

    March 4, 2014 @ 12:04 AM

    બન્યો જ્યારથી હું પિતા દીકરીનો,
    નથી ક્યાંય શોધ્યો પછી મેં ખુદાને…કોઈ પણ દીકરીનો પિતા આની સાથે સંમત થશે.. ખુબ સુંદર ગઝલ…

  17. સુનીલ શાહ said,

    March 4, 2014 @ 9:39 AM

    બન્યો જ્યારથી હું પિતા દીકરીનો,
    નથી ક્યાંય શોધ્યો પછી મેં ખુદાને.

    અદભૂત….!

  18. dr.ketan karia said,

    March 7, 2014 @ 12:33 AM

    અચાનક આજે ફરીથી જોયું તો આપ સૌના અભિપ્રાયો વાંચીને આનંદ થયો.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment