જીવવું છે, ઝૂરવું છે, ઝૂઝવું છે, જાનેમન !
થોડી અદાઓ ફાંકડી, થોડી ફિતૂરી રાખવી

બાજ થઈને ઘૂમવું અંદાજની ઊંચાઈ પર,
ઈશ્ક ખાતર બુલબુલોની બેકસૂરી રાખવી.”
વેણીભાઈ પુરોહિત

યુવાન ગૃહિણી – વિલિયમ કાર્લોસ વિલિયમ્સ (અનુ. વિવેક મનહર ટેલર)

સવારે દસ વાગ્યે યુવા ગૃહિણી
તેના પતિના ઘર પછીતેની લાકડાની દીવાલો વચ્ચે
પાતળા ગાઉનમાં આંટા મારી રાહી છે.
હું મારી ગાડીમાં એકલો પસાર થાઉં છું.

અને ફરી તે વાડ પાસે આવે છે
બરફવાળા અને માછલીવાળાને બૂમ પાડવા માટે, અને ઊભી રહે છે
શરમાતી, અંતર્વસ્ત્રહીન, માથાના
ખુલ્લા વાળને અંદર દબાવતી, અને હું એને સરખાવું છું
ખરી ગયેલા પાંદડા સાથે.

મારી ગાડીના નીરવ પૈડા
તડતડ અવાજ સાથે દોડી રહ્યા છે
સૂકા પાંદડા પરથી અને હું નમું છું અને સ્મિત આપતો પસાર થઈ જાઉં છું.

– વિલિયમ કાર્લોસ વિલિયમ્સ
(અનુ. વિવેક મનહર ટેલર)

પહેલી નજરે સાવ સાદું દેખાતું આ દૃશ્ય જરા હળવા હાથેથી ઉઘાડીએ ત્યાં જ દામ્પત્યજીવનની ખરી ભાતો ઉપસી આવે છે. ‘તેના પતિના ઘર’ શબ્દ પ્રયોગ જ આંચકાની શરૂઆત કરે છે. જે ઘરમાં લગ્ન કરીને ગૃહિણી આવી છે એ ઘર હજી એનું થયું નથી. ગૃહિણી હજી યુવાન છે એનો અર્થ એ કે લગ્નજીવનને હજી ઝાઝા વર્ષો પણ નથી થયા. શરૂઆતનું દામ્પત્યજીવન તો બાકી પ્રેમના વાવાઝોડા જેવું મદમસ્ત હોવું જોઈએ… પણ એક જ શબદનો પ્રયોગ તમામ શક્યતાઓનો છેદ ઊદાડી વાચકને શરૂઆતમાં જ સ્તબ્ધ કરી દે છે.

કાવ્યનાયક ત્યાંથી ગાડીમાં એકલો પસાર થાય છે. ગૃહિણી એના વાડામાં અને નાયક એની ગાડીમાં – બંને પોતપોતાની રીતે કેદમાં છે.

ગૃહિણી ફેરિયાઓને બૂમ પાડવાના બહાને વાડની નજીક સરે છે. એ શરમાય છે. વિખરાઈ ગયેલી લટોને સરખી કરે છે. નાયક એની સરખામણી ખરેલા પાંદડા સાથે કરે છે. ખરેલું પાંદડું ક્ષણિક ચારિત્ર્ય સ્ખલન તરફ સંકેત કરે છે. જેમ પહેલા ફકરામાં husband’s house શબ્દપ્રયોગ તેમ અહીં uncorseted શબ્દ આંચકો આપે છે. (corset આપણી સંસ્કૃતિ માટે નવું અંતર્વસ્ત્ર છે. પાશ્ચાત્ય સ્ત્રીઓ પોતાના નિતંબ અને સ્તનના ઉભારને વધુ આકર્ષક ઘાટ આપવા માટે ખાસ પ્રકારનું કડક અંતર્વસ્ત્ર કસીને પહેરે છે. અહીં કાવ્યનાયિકાને આ કડક, કસાયેલું અંતર્વસ્ત્ર પહેર્યું નથી એ એના પતિના પ્રભાવ અને પ્રભુત્વમાંથી બે ઘડીની મુક્તિ સૂચવે છે.)

કાવ્યાંતે અવાજ કર્યા વિના સરી જતી ગાડીના વિરોધાભાસમાં કચડાતા સૂકા પાંદડાના અવાજને મૂકીને કવિ આપણને સરી જતા અટકાવે છે. એકવાર કાવ્યનાયિકાની સરખામણી પાંદડા સાથે કર્યા બાદ તરત જ કવિ નાયકની ગાડી નીચે કચડાતા પાંદડાનો નિર્દેશ સાયાસ કરે છે. પાશ્ચાત્ય સંસ્કૃતિ પ્રમાણે એ નમે છે કેમકે બંને જણ એક-મેકને ઓળખતા નથી પણ એ સ્મિત આપીને પસાર થાય છે… આ સ્મિત બંનેજણ વચ્ચે જન્મેલા ક્ષણિક આકસ્મિક sexual tensionને ઈંગિત કરે છે અને ખરેલા પાંદડાને પોતાની ગાડી તળે કચડીને નાયક એકીસાથે આ તણાવનું નિર્મૂલન પણ કરતો જાય છે.

*

At ten A.M. the young housewife
moves about in negligee behind
the wooden walls of her husband’s house.
I pass solitary in my car.

Then again she comes to the curb
to call the ice-man, fish-man, and stands
shy, uncorseted, tucking in
stray ends of hair, and I compare her
to a fallen leaf.

The noiseless wheels of my car
rush with a crackling sound over
dried leaves as I bow and pass smiling.

– William Carlos Williams

21 Comments »

  1. Rina said,

    July 21, 2012 @ 1:02 AM

    awesome translation and ‘aswaad’…..

  2. Piyush Shah said,

    July 21, 2012 @ 4:17 AM

    Vivekbhai, I am speechless ..! Both translation and expression of feelings are awesome!

    Really splendid!

  3. મીના છેડા said,

    July 21, 2012 @ 5:36 AM

    થોડાક શબ્દો…. અને એક વાર્તા… વેદના… એક આખું જીવન…
    અનુવાદ અને પછી એનો વિચાર વિસ્તાર…
    ને
    અંતે શબ્દો પણ મૌન ….

    વાહ ! ને આહ! સાથે કઈ રીતે ચાલતા હશે….

  4. mita parekh said,

    July 21, 2012 @ 7:01 AM

    આ કાવ્ય ગહન વિચાર કરતા મૂકી દે તેવુ. અદભુત .

  5. Pushpakant Talati said,

    July 21, 2012 @ 8:02 AM

    Original Rachanaa – Saathe Teno Anuvaad – Ane Tyaar Pachhi Teno Aasvaad.
    Vaah Saras Ane Sundar Rajuaat.

    Jetlun Vichaari Shako Tetlun Tamane Aa Rachanaa Vade Vichaarvaanu Malashe.
    THERE IS NO LIMIT TO YOUR THOUGHTS – THINK, THINK AND THINK TILL YOU HAVE CAPACITY TO THINK. – INDEED A WONDERFUL RACHANAA

    Pushpakant Talati

  6. La' KANT said,

    July 21, 2012 @ 8:09 AM

    .ગુપ્ત આનંદ . .રોમાંચ પણ…” શરમાતી, અંતર્વસ્ત્રહીન,..”,”પાતળા ગાઉનમાં”સાંકેતિક શબ્દો “સેક્ષ્” જ ઇંગિત કરે છે ને? કોને ન ગમે ?
    અંતતઃ એક દ્રશ્ય કવિના મનમા ઉઠેલા વાસનાંકિત વિચારો જ ખરેલા પાંદડાં કચડાયાનો તડ તડ અવાજ નાયકની મન સ્થિતિજ સૂચવે છે ને?

    અનુવાદકને અભિપ્રેત ” અર્થ”…એનો પોતાનો! જે આસ્વાદમાં ભાળી શકાય છે.એ ભાવકને પોતાને ગમતી ગલીમાં લઇ જાય છે !!!..
    “શરૂઆતનું દામ્પત્યજીવન તો બાકી પ્રેમના વાવાઝોડા જેવું મદમસ્ત હોવું જોઈએ” {નથી એ કેમ ધારી શકાય ?}
    “ખરેલું પાંદડું ક્ષણિક ચારિત્ર્ય સ્ખલન તરફ સંકેત કરે છે. { હાઉ કમ?}
    ” એકવાર કાવ્યનાયિકાની સરખામણી પાંદડા સાથે કર્યા બાદ ”
    ” કચડાતા સૂકા પાંદડાના અવાજને મૂકીને કવિ આપણને સરી જતા અટકાવે છે”

    ” આ સ્મિત બંનેજણ વચ્ચે જન્મેલા ક્ષણિક આકસ્મિક sexual tensionને ઈંગિત કરે છે અને ખરેલા પાંદડાને પોતાની ગાડી તળે કચડીને નાયક એકીસાથે આ તણાવનું નિર્મૂલન પણ કરતો જાય છે.”

    આસ્વાદ કર્તા પોતે નાયકની સીટમાં સવાર….નાયક ને જે તણાવ લાગ્યો તે “અતૃપ્ત ઈચ્છાનો રંજ-પસ્તાવો નથી શું ? બાકી, સ્મિત તો આકસ્મિક બે અજાણી વ્યક્તિઓ વચ્ચેનો ‘સહજ’ સામાન્ય શિષ્ટાચાર ન હોઈ શકે? -.”દૃષ્ટિકોણ” સાયોન્ગિક ..તત્કાલીન મૂડ પર પણ નિર્ભર કરે છે ને?

    આ તો આસ્વાદનો કઈક દીર્ઘ પ્રતિસાદ થઇ ગાયો ને, વિવેકભાઈ?

    અભિનંદન અને આભાર પણ…અલગ માહોલમાં પ્રેરવા બદ્દલ!-લા’કાન્ત / ૨૧-૭-૧૨

  7. Rekha Sindhal said,

    July 21, 2012 @ 8:22 AM

    બહુ જ સરસ ! ધન્યવાદ…..

  8. pragnaju said,

    July 21, 2012 @ 10:37 AM

    ૧૯૮૫ મૉડર્ન અમૅરિકન પોએટ્રી મા ખૂબ ચર્ચાયેલી રચના.આના વાતાવરણ સાથે રહેલા કેટલાક વિદ્વાનોનો મત માણીએ. Barry Ahearn .The encounter between the passing doctor and the young housewife is scrupulously polite and legitimate. Yet the poem hints at potential sexual contact. We should remember that in the days when doctors made house calls it would have been no cause for public comment for Williams to drive freely about Rutherford
    Peter Baker the poet’s desire structures the details, progress, and interrelation of elements in the poem.
    Barry Ahearn- the appearance of “dried leaves” crushed by the”noiseless wheels” of the doctor’s car equally as well suggest the noiseless wings of devouring Time and the ephemeral nature of the merely physical. The faint presence of the two contradictory traditions mingling in the poem reflects the contrary impulse (desire vs. fear of scandal) that move the poet.
    Marjorie Perloff- fantasize all we like, we must get on with it. Typography, in a case like this, is destiny
    Rachel Blau Duplessis.The poignancy of traditional gender cluster undergirding poetry has been reaffirmed in this work about the relation of female beauty to male power. અને
    mike This poem is simplistic, but its message is more subtle and complex than it appears to be. Because of the way Williams plays with his sentence structure, he can have fun with the narrator. He doesn’t introduce him until the end of the first stanza, and the way he adds him at the end of the stanza, makes him appear out of place and strangely distant. His comparison of her to a “fallen leaf” makes him less strange, and in the last stanza he seems to fit into the poem naturally, even though he is still distant from the woman. William Carlos Williams–The Young Housewife – YouTube
    ► 0:36► 0:36

    http://www.youtube.com/watch?v=uzZmAieK7vwJan 4, 2010 – 36 sec – Uploaded by brownmandeluxe
    At ten A.M. the young housewife moves about in negligee behind the wooden walls of her husband’s …
    More videos for At ten A.M. the young housewife moves … »

  9. Milind Gadhavi said,

    July 21, 2012 @ 2:53 PM

    Beautiful..

  10. Dhruti Modi said,

    July 21, 2012 @ 3:31 PM

    સુંદર અનુવાદ અને સરસ આસ્વાદ.

  11. P Shah said,

    July 22, 2012 @ 5:48 AM

    A love song by William Carlos Williams

    What have I to say to you
    When we shall meet?
    Yet—
    I lie here thinking of you.

    The stain of love
    Is upon the world.
    Yellow, yellow, yellow,
    It eats into the leaves,
    Smears with saffron
    The horned branches that lean
    Heavily
    Against a smooth purple sky.

    There is no light—
    Only a honey-thick stain
    That drips from leaf to leaf
    And limb to limb
    Spoiling the colours
    Of the whole world.

    I am alone.
    The weight of love
    Has buoyed me up
    Till my head
    Knocks against the sky.

    See me!
    My hair is dripping with nectar—
    Starlings carry it
    On their black wings.
    See, at last
    My arms and my hands
    Are lying idle.

    How can I tell
    If I shall ever love you again
    As I do now?

    – William Carlos Williams

  12. vijay joshi said,

    July 22, 2012 @ 9:19 AM

    I think the translation has misinterpreted the word “uncorseted”. I totally disagree with the assertion in the translation that because her husband was away, she was uncorseted because in om USA in 1950s, a woman was expected to wear a corset in public (when indoors when her husband was in the house with no outside guests, she would NOT wear a corset) so when the poet says she came out uncorseted, this is her chance to be move about freely OUTSIDE the walls of the house without the corset, if her husband was in the house, she could not have done so, because of the custom of the times, she was supposed to be corseted in public.

    Also poem Wiliams belonged to an old era, he was born in 1883 and it was not uncommon to describe a home of a married woman as “her hubands’ house” , remember this was a period when women did not have too many rights, so there is no other fancy reason to use this phraze.

  13. La' KANT said,

    July 23, 2012 @ 8:22 AM

    pganju’s QUOTED text SPEAKS VOLUMES OF HER INTEREST,RESEARCHING MIND AND SUBTLE…deep instinct…penetrating d meaningfulness !
    Thanks for EXPANDING IT…-
    Again,P’Shah’s : ,”I am alone.
    The weight of love
    Has buoyed me up
    Till my head
    Knocks against the sky.”>

    and
    vijay joshi ‘s SAY…IS ALSO shows in-depth INTEREST …WHICH SPEAKS OF HIS Reading.Experience, clarification…on ” uncorseted ” came handy , factually, I to was a bit…doubtful !
    THANKs TO THESE FRIENDS WHO INVESTED THEIR TIME AND MIND..BY SHARING ,WHICH HAS SURELY ADDEDSOMETHING VALUABLE IN ME..atleast !
    –La’Kant / 23-7-12

  14. વિવેક said,

    July 23, 2012 @ 9:14 AM

    કવિતાની ખરી મજા જ એ છે કે એને દરેક ભાવક પોતાની સમજશક્તિ અને પોતાના સંજોગો મુજબ માણી શકે… એક જ ભાવક એક જ કવિતાને અલગ અલગ મનોસ્થિતિમાં પણ અલગ અલગ રીતે અનુભવી શકે છે…

    કવિતા બહુધા સમયાતીત હોવાની… આ કવિતા ભલે ઘણા દાયકાઓ પહેલાં કેમ ન લખાઈ હોય, એ આજે પણ વાસી નથી લાગતી…

    મને જે ‘અનકોર્સેટેડ’ શબ્દમાં જે અનુભૂતિ થઈ એ બીજા ભાવકને ન પણ થઈ શકે. પણ કવિનો શબ્દ કદી અનાયાસ કે નકામો નથી હોતી. આ સાવ નાનકડી કવિતાને જેમ પ્રજ્ઞાજુએ કહ્યું એમ કેટલા બધા લોકોએ ચર્ચાની એરણ પર ચડાવી છે એ જ બતાવે છે કે આ કવિતામાં એકપણ શબ્દ અર્થહીન ન હોઈ શકે…

  15. વિવેક said,

    July 23, 2012 @ 11:32 AM

    @ શ્રી વિજય જોષી:

    1883ની સાલમાં જન્મેલ કવિ “her husband’s house” શબ્દપ્રયોગને સાહજિકતાથી સ્વીકારીને જ જીવ્યો હોય એમ માની લેવાનું કોઈ કારણ નથી. ઇતિહાસ સાક્ષી છે કે કવિઓએ જ સમય સમય પર સામાજિક કુરુઢિઓની વિરુદ્ધ કલમ હાથમાં લઈને ઝુંબેશો ચલાવી છે અને સમય અને તાજ – બંનેને બદલી પણ નાંખ્યા છે…

    કવિ બહુ સાદી ભાષામાં – behind the wooden walls of her house – લખી શક્યા હોત… એમણે husband’s શબ્દ ઉમેરવાની શી જરૂ ર હતી?

  16. vijay joshi said,

    July 23, 2012 @ 5:17 PM

    I have lived in USA for almost 40 years and have spent a lot of time with my
    American friends socially and professionally. I am also a huge student of history and cultures.I have discussed in our book club with many of my American friends for quite some time. Mr Williams and other imagist poets lived in NJ in a time period in distant past in culture and values quite different from today’s world. The phrase husband’s house was routinely used to describe a home, besides corsets were mainly used in public, on the contrary this woman was uncorseted precisely because she was with her husband before he left the house. So yes, she was being flirty and adventures by going outside uncorseted but not because she was
    made to wear a corset by her husband but wanted to experience the pleasure of being without a corset outdoors too. Poets personal views notwithstanding, the poet was following social custom of the times.

  17. વિવેક said,

    July 24, 2012 @ 2:05 AM

    @ શ્રી વિજય જોષી:

    આપની વાત સાથે હું આંશિક સહમત છું…

    આ કવિતા મેં વાંચી અને અનુવાદ કર્યો ત્યારે કવિ વિશે અને એમની પૃષ્ઠભૂ વિશેની મારી જાણકારી શૂન્ય હતી. આપ જેવા વાચકોની ટિપ્પણી બાદ મેં કવિ અને આ કવિતા -બંને વિશે નેટ પર જાણકારી મેળવી.

    કવિતા અને કવિનો ઇતિહાસ જાણવાથી કદાચિત્ કવિતા સમજવામાં સહાયતા થતી હશે પણ એ મારી નજરે બિલકુલ આવશ્યક નથી. કવિતા બહુધા કાળાતીત હોય છે. કવિ કાન્તની “સાગર અને શશી” કવિતાનો ઇતિહાસ જાણીએ કે નહીં જાણીએ એનાથી કવિતાના સૌંદર્યમાં કોઈ વધ-ઘટ થતી નથી…

    દરેક ભાવકને કવિતા અને એની પૃષ્ઠભૂ પોતપોતાની રીતે મૂલવવાની સ્વતંત્રતા છે જ. આપ આપની રીતે મૂલ્યાંકન કરો… હું મારી રીતે માણીશ…

    આભાર !

  18. vijay joshi said,

    July 24, 2012 @ 8:41 AM

    I agree every one has right to enjoy in ways they deem fi, but your blog has a large following and this is the reason of my critique. I have read a few other translations on this blog with errors in interpretationsby some other writers also. It is one thing to interprete a poem written in own tongue and unless extreme care is taken in interpreting a foreign thought, the original intentions
    and the integrity of the poem, a poem can not be enjoyed the way the poet intended it to be. I hope the critique is taken positively and was not meant to offend anyone. Being away from India gives me an insight into looking in from outside, thats all.
    This is not a personal criticizm but a general observation. I will end it here and leave it at that.

  19. વિવેક said,

    July 24, 2012 @ 9:28 AM

    દરેક પ્રકારની ટિપ્પણીઓનું લયસ્તરો પર સહર્ષ સ્વાગત છે…

    આપને અનુવાદમાં કોઈ દોષ નજરે ચડ્યો હોય તો એ મારો જ વાંક ગણાય. કઈ જગ્યાએ એ બતાવી શકો તો મને વધુ આનંદ થશે.

    જેમ કવિતાનો આસ્વાદ એમ અનુવાદ પણ કવિતાની શરૂઆતથી જ ચર્ચાતો રહેલો પણ કાયમી નિષ્કર્ષ પર પહોંચી ન શકેલો વિષય છે. એક વર્ગ એવું માને છે કે અનુવાદ શબ્દશઃ જ હોવો જોઈએ જ્યારે બીજો વર્ગ એવું માને છે કે અનુવાદ કરતી વેળાએ જે ભાષામાં અનુવાદ કરવામાં આવે એ સંસ્કૃતિ અને ભાષા-વ્યવહારમાં એને ઢાળીને કરવામાં આવે.

    બંને વર્ગ પાસે પોતપોતાની દલીલો છે. દરેક ભાષાને પોતાની કહેવતો, રુઢિપ્રયોગો અને રિવાજો છે જે બીજી ભાષા-સંસ્કૃતિ પાસે નથી…

    ભાવક પાસે જ્યારે અનુવાદ પહોંચે છે ત્યારે કવિતામાં મૂળ કવિની સાથોસાથ અનુવાદકની અનુભૂતિ પણ ભળેલી હોવાની જ. અને ભાવકની પોતાની અનુભૂતિ એ વળી ત્રીજી જ દુનિયા છે…

    મારું એવું માનવું છે કે અનુવાદકે બંને અંતિમ છેડાઓને સાચવીને બને એટલા મધ્યબિંદુ પર રહીને કામ કરવું જોઈએ. અંતે તો કવિતાનું માન જળવાવું જોઈએ અને કલાનો નિર્ભેળ આનંદ નાશ પામવો ન જોઈએ.

  20. vijay joshi said,

    July 24, 2012 @ 11:39 AM

    I do not have any issues wih the translation per say, actually it keeps the spirit and integrity of the original poem quite well. The problem I have is with your interpretation of the word “uncorseted” in your critique of the poem which comes AFTER the trnaslation. As I have alluded in my earlier responces, and this I have reaffirmed with my literary American friends here,
    whom I meet once a month in our book club, the word “uncorseted” does not
    indicate any coersion or enforcement of her husband’s will because basically she will be uncorseted indoors anyway. This is my point.
    I am sorry if I have offended you in any way, shape or form, because that is never my intentions.

  21. વિવેક said,

    July 25, 2012 @ 1:18 AM

    🙂

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment