હું મારી આસપાસ – હરિકૃષ્ણ પાઠક
હું મારી આસપાસ દીવાલો ચણ્યા કરું ;
ને બારણાં ને બારીઓ પછી ગણ્યા કરું.
શબ્દો સકળ છે એક વ્યર્થ અર્થથી ભર્યા ;
એ જાણતો છતાંય વાતમાં વણ્યા કરું.
સ્વપ્નો નિહાળવાની ટેવ તો રહી નથી;
જાગું છું એમ વ્હેમથી ત્વચા ખણ્યા કરું.
આ રાત ને દિવસ બધુંય એક છે છતાં
પાડીને એના ભેદ કાળને ગણ્યા કરું.
આશાનાં ફૂલ કોક સવારે ખરી પડે,
તો રાત નો ઉજાગરો કદી લણ્યા કરું.
-હરિકૃષ્ણ પાઠક
Rina said,
July 9, 2012 @ 1:13 AM
વાહ…..
pragnaju said,
July 9, 2012 @ 9:56 AM
સુંદર ગઝલનો મત્લા
હું મારી આસપાસ દીવાલો ચણ્યા કરું ;
ને બારણાં ને બારીઓ પછી ગણ્યા કરું.
વાહ્
સંયોગ,વિપ્રયોગ,સાહચર્ય,વિરોધિતા અર્થ,પ્રકરણ,લિંગ
અન્ય શબ્દની સન્નિધિ,સામર્થ્ય,ઓચિત્ય,દેશ,કાલ,વ્યક્તિ
અને સ્વર…………………………….
શબ્દો સકળ છે એક વ્યર્થ અર્થથી ભર્યા ;
એ જાણતો છતાંય વાતમાં વણ્યા કરું.
Dhruti Modi said,
July 9, 2012 @ 3:24 PM
ખૂબ સરસ રચના.
હું મારી આસપાસ દીવાલો ચણ્યા કરું;
ને બારણાં ને બારીઓ પચી ગણ્યાં કરું.
kishoremodi said,
July 10, 2012 @ 9:35 PM
સરળ બાનીમાં સુંદર ગઝલ
urvashi parekh said,
July 10, 2012 @ 10:47 PM
સરસ અને સાચ્ચી વાત.
હુ મારી આસપાસ દીવાલો ચણ્યા કરુ,
ને બારી બારણાઓ પછી ગણ્યા કરુ.
સરસ.
Jahnvi Antani said,
July 11, 2012 @ 6:06 AM
હું મારી આસપાસ દીવાલો ચણ્યા કરું ;
ને બારણાં ને બારીઓ પછી ગણ્યા કરું…..સાવ સાચુ.