સૌ સમયના વહેણમાં વહેતાં રહે છે એ રીતે
જેમ નદીઓને સતત વહેવું પડે છે ઢાળમાં !
ભરત વિંઝુડા

ગઝલ – દિલીપ વ્યાસ

વધારે નથી કોઈ શણગાર સજવા,
હવે ઊતરી જાવ હે રંગ ભગવા !

નથી રંગ એકાંત પર કોઈ ટક્તો,
સહુ રંગ આવે છે જાણે ફટકવા !

લિપિબદ્ધ થાતી રહી મૂંઝવણ પણ,
કહે, કેટલા પ્રશ્ન મારે ખડકવા ?

હવે વેદનાનો કયો આ તબક્કો ?
અવસ્થા ઉદાસીની લાગી છટકવા.

-દિલીપ વ્યાસ

માત્ર ચાર શે’રની બનેલી આ ગઝલ ચાર દિવાલોની મજબૂતાઈથી અર્થનું જે મકાન રચી આપે છે એની આગળ ભાવકે માત્ર નતમસ્તક થવાનું જ રહે છે.

4 Comments »

  1. ધવલ said,

    August 22, 2007 @ 7:10 PM

    હવે વેદનાનો કયો આ તબક્કો ?
    અવસ્થા ઉદાસીની લાગી છટકવા.

    – સરસ વાત… અને

    વધારે નથી કોઈ શણગાર સજવા,
    હવે ઊતરી જાવ હે રંગ ભગવા !

    બહુ ઊંચી વાત !

  2. Lata Hirani said,

    August 23, 2007 @ 1:12 AM

    અદભુત !!!!!!

  3. Pinki said,

    August 23, 2007 @ 4:10 AM

    હવે વેદનાનો કયો આ તબક્કો ?
    અવસ્થા ઉદાસીની લાગી છટકવા.

    બસ, વિરહયોગ પૂરો થવાનો પહેલો તબક્કો……..
    અને ઉદાસીમાંથી પણ છટકવાનો પહેલો તબક્કો….. !!!
    છતાં વેદના કેવી ડોકિયાં કરી જાય છે ?
    આ અવસ્થાનું તો કોઈએ આટલું સરસ નિરૂપણ નહિઁ જ કર્યુઁ હોય.

  4. preeti tailor said,

    August 26, 2007 @ 8:28 AM

    નિજની ઓળખાણ પિછાણ થઈ છે હવે સહજ્,
    શું ગમ શું ખુશી હવે તો આ જ મારી ખરી ઓળખ…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment