સખી – મુકેશ જોષી
હે સખી ! તારા વિનાની જિંદગી હું શું કરું ?
ધૂળમાં હું શું ઉમેરીને ફરી કંકુ કરું.
આસમાની ઓસરીમાં વાદળો રહેતાં નથી,
માછલી વિષે પૂછ્યું તો જળ કશું કહેતાં નથી.
સૂર્યની સાથે સંબંધોમાં બહુ ઝાંખપ પડી,
ને, હવા ભૂલી ગઈ ખુશબૂ તણી બારાખડી.
સૂર્યની સામે જ ઝાકળ શી રીતે ભેગું કરું ?
જોઈ લે ઓઢું ઉદાસીનો દુપટ્ટો આજ પણ,
આંખના ઘરથી અલગ રહેવા ગઈ છે સાંજ પણ.
સાચવેલા તારલા ટપટપ ખરે છે એટલા,
હું અને આકાશ બંને સાવ મૂંગાં એકલાં,
એક ખોબા આભને હું કઈ તરફ વ્હેતું કરું .
– મુકેશ જોષી
Rina said,
May 28, 2012 @ 3:58 AM
Wahhhh
વિવેક said,
May 28, 2012 @ 9:03 AM
અનૂઠા કલ્પનોથી સજ્જ મજાનું કાવ્ય….
Chandresh Thakore said,
May 28, 2012 @ 3:01 PM
અસ્સલ મુકેશ સુન્દર …
Chandresh Thakore said,
May 28, 2012 @ 3:02 PM
અસ્સલ મુકેશ! સુન્દર …
ડેનિશ said,
May 29, 2012 @ 8:31 AM
ધૂળમાં હું શું ઉમેરીને ફરી કંકુ કરું.
-અદ્ભુત પંક્તિ !
સુન્દર રચના.
હેમંત પુણેકર said,
May 29, 2012 @ 9:42 AM
અતિ સુંદર રચના!
M.D.Gandhi, U.S.A. said,
May 29, 2012 @ 12:28 PM
અતિ સુંદર રચના!
અનામી said,
May 29, 2012 @ 11:18 PM
ખૂબ જ સુંદર…
Pravin Shah said,
May 30, 2012 @ 1:38 AM
જોઈ લે ઓઢું ઉદાસીનો દુપટ્ટો આજ પણ,
આંખના ઘરથી અલગ રહેવા ગઈ છે સાંજ પણ…
ખૂબ સુંદર રચના !
dr.ketan karia said,
June 1, 2012 @ 9:01 AM
કવિઓને મે મારા મર્યાદિત વાંચન અનુભવમાં બે રીતે અભિવ્યક્ત થતાં જોયાં છે
૧. ઉપમાઓ વગર.— હે સખી ! તારા વિનાની જિંદગી હું શું કરું ?
૨. ઉપમાઓ દ્વારા ( અથવા સામાન્ય વાતચીતમાં બોલાતાં વાક્યોથી કંઇક અલગ)- ઉપરોક્ત પંક્તિ સિવાયનું બાકીનું આખું કાવ્ય.
હું ખુદ ૧ મુજબ જ અભિવ્યક્ત થઇ શક્તો હોવાથી,
કવિ શ્રી એ લખેલાં કાવ્યને વિશેષ માણી પણ શક્યો તથા આદર પણ થયો.
અભિનંદન.
pragnaju said,
June 1, 2012 @ 10:51 AM
મધુરા ગીતની
ને, હવા ભૂલી ગઈ ખુશબૂ તણી બારાખડી.
સૂર્યની સામે જ ઝાકળ શી રીતે ભેગું કરું ?
વાહ્