હતી – લક્ષ્મી ડોબરિયા
એક ઝીણી ક્ષણ મને વાગી હતી !
મેં મુલાયમ વેદના માંગી હતી !
હાથતાળી આપશે નો’તી ખબર
મેં સમયની ચાલને તાગી હતી !
આંગળી મેં શબ્દની પકડી અને
રેશમી સંવેદના જાગી હતી !
મેં વિષાદી સાંજને ચાહી જરા
તો ઉદાસી રીસમાં ભાગી હતી !
લાલસા તેં હૂંફની રાખી અને
મેં અપેક્ષા સ્નેહની ત્યાગી હતી !
એટલે સપનાં ફરી આવ્યા નહીં
પાછલી આ રાત વૈરાગી હતી !
લાગણી થૈ ગઈ હરણ, ને એ પછી
પ્યાસ મૃગજળની મને લાગી હતી !
– લક્ષ્મી ડોબરિયા
એક મજાની ગઝલ, મારી જરાય નોંક-ઝોંક વિના !
Rina said,
May 25, 2012 @ 1:43 AM
વાહ……
alpeshvinchhi said,
May 25, 2012 @ 5:48 AM
લાગણી થૈ ગઈ હરણ, ને એ પછી
પ્યાસ મૃગજળની મને લાગી હતી !
અતિ સુંદર
Lata Hirani said,
May 25, 2012 @ 5:55 AM
મજાની ગઝલ… ગમી..
rajul b said,
May 26, 2012 @ 7:23 AM
મુલાયમ વેદના અને રેશમી સંવેદના બન્ને મજાનાં..
રાત વૈરાગી હતી ને એટલે સપનાં પણ નિર્મોહી થઈ ગયા..આફ્રીન..!!!
ઊર્મિ said,
May 26, 2012 @ 9:35 PM
ક્ષણ, સમય, શબ્દ, સાંજ, હૂંફ, સપનાં અને છેલ્લે મૃગજળની પ્યાસ…
વાહ… ખૂબ્બ જ મજાની ગઝલ…
Sandhya Bhatt said,
May 27, 2012 @ 7:09 AM
ખૂબ સુંદર ગઝલ….
neha said,
June 13, 2012 @ 7:32 AM
ખુબ સુન્દર ગઝલ્..
nehal said,
May 26, 2016 @ 2:22 AM
એટલે સપનાં ફરી આવ્યા નહીં
પાછલી આ રાત વૈરાગી હતી !
લાગણી થૈ ગઈ હરણ, ને એ પછી
પ્યાસ મૃગજળની મને લાગી હતી !
Waah khub j sunder !