તેઓ – અશોક વાજપેયી
તેઓ એક પીંજરું લાવશે
અદૃશ્ય
પણ તેને છોડીને પછીથી
ઊડી નહીં શકાય.
તેઓ વચન આપશે આકાશનું
તેઓ ઉલ્લેખ કરશે તેની
અસીમ ભૂરાશનો
પણ તેઓ લાવશે પીંજરું.
પછી તેઓ હળવેથી સમજાવશે
કે આકાશમાં જતાં પહેલાં
પીંજરાનો અભ્યાસ જરૂરી છે.
પછી તેઓ કહેશે કે આકાશમાં ખૂબ જોખમ છે
કે ક્યાંય નથી આકાશ
કે આકાશ પણ અંતે તો પીંજરું છે.
પછી તેઓ પીંજરામાં
તમને છોડીને
આકાશમાં
અદૃશ્ય થઈ જશે.
– અશોક વાજપેયી
(અનુ. કિશોર શાહ)
તમને દુનિયાદારીની રીત સમજાવનાર બધા અંદરથી દુનિયાદાર હોય છે ખાસ જાણવું. એમની કહેલી વાતોનું તો ये हकीकत ही हकीकत में फसाना ही न हो જેવું હોય છે. કોઈક વાર સ્વપ્ન જેમની સાથે મળીને જોઈએ એમનું ધ્યાન અંદરખાને બીજે જ હોય એવું પણ હોય છે. દરેક માણસે પોતાના આકાશ (અને પીંજરા) ની શોધ પોતે જ કરવાની હોય છે.
પંચમ શુક્લ said,
August 1, 2007 @ 10:15 AM
” તમને દુનિયાદારીની રીત સમજાવનાર બધા અંદરથી દુનિયાદાર હોય છે ખાસ જાણવું.”
કવિતાનો અર્ક!
વિવેક said,
August 1, 2007 @ 11:08 AM
ખૂબ જ સુંદર ચોટદાર કાવ્ય…. અને કવિતાનો લાઘવમાં જે રીતે રસાસ્વાદ કરાવ્યો એ પણ એક કવિતા જ તો છે, ધવલ…!
ઊર્મિ said,
August 1, 2007 @ 1:34 PM
વાહ, ધવલભાઈ…. વિવેકે કહ્યું એમ તમે પણ ખરેખર સુંદર કવિતા કરી નાંખી… સુંદર કાવ્ય!!
vrushank Dave said,
August 1, 2007 @ 9:45 PM
મજાની ગઝલ. ગુજરાતી ભાશા નો રસાસ્વાદ ઘણા વખતે માણયો.
વ્રુષાક દવે.
સીનસીનાટઈ