સંબંધમાં હજીપણ એ દાબ રહી ગયા છે.
પીછાં ખરી ગયાં પણ રુઆબ રહી ગયા છે.
- વિવેક મનહર ટેલર

ફળ ના મૂકે – મણિલાલ હ. પટેલ

જીવ વગર એ જળ ના મૂકે,
કાળ કુંવારી પળ ના મૂકે.

માટીમાંથી સાદ ઊઠે છે,
કણબી અમથું હળ ના મૂકે.

એને પણ માયા લાગે છે,
ફોગટમાં ઝાકળ ના મૂકે.

ફૂલકૂંપળમાં ખૂલે છે એ,
અવર કશીએ કળ ના મૂકે.

વૃક્ષ થવાનું વ્હાલું લાગે,
ખાલીખમ એ ફળ ના મૂકે.

ક્રૂર ઘાતકી પ્રીત કાય-ની :
બળે દોરડી વળ ના મૂકે.

– મણિલાલ હ. પટેલ

ટૂંકી બહેરની પણ અર્થગંભીર ગઝલ…

10 Comments »

  1. rina said,

    May 9, 2012 @ 12:43 AM

    Waaahh

  2. pragnaju said,

    May 9, 2012 @ 3:12 AM

    ટૂંકી બહેરાની મસ્ત ગઝલ
    માટીમાંથી સાદ ઊઠે છે,
    કણબી અમથું હળ ના મૂકે.
    અનુભૂતિના શબ્દો

  3. Pravin Shah said,

    May 9, 2012 @ 3:58 AM

    કણબી અમથું હળ ના મૂકે…..
    ટૂંકી બહર- સુંદર ગઝલ !

  4. Kalpana said,

    May 9, 2012 @ 6:29 AM

    વ્રુક્ષ થવાનુ વ્હાલું લાગે… ખરેજ એ અંશમા કુદરત પણ જીનમા પરંપરાગત લક્ષણો, રુપ- ગુણ મૂકી કરામત દેખાડે છે!!
    સચોટ શબ્દો. સુન્દર હલકસભર ગઝલ.
    આભાર.

  5. Pushpakant Talati said,

    May 9, 2012 @ 8:30 AM

    જીવ વગર એ જળ ના મૂકે,

    કણબી અમથું હળ ના મૂકે.

    ફોગટમાં ઝાકળ ના મૂકે.

    અવર કશીએ કળ ના મૂકે.

    ખાલીખમ એ ફળ ના મૂકે.

    IN SHORT “BINAA KAARAN KOI BAAT NAHEE HOTI”

  6. ઊર્મિ said,

    May 9, 2012 @ 8:55 AM

    વાહ, મસ્ત ગઝલ… મજા આવી ગઈ.

  7. harsha vaidya said,

    May 9, 2012 @ 8:30 PM

    વાહ!મણીલાલ પટેલ નો કોઈ પર્યાયનથી.

  8. Sudhir Patel said,

    May 9, 2012 @ 9:33 PM

    સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

  9. રાકેશ ઠક્કર, વાપી said,

    May 10, 2012 @ 5:19 AM

    Nice RURAL Gazal !
    માટીમાંથી સાદ ઊઠે છે,
    કણબી અમથું હળ ના મૂકે.

  10. bharat vinzuda said,

    May 11, 2012 @ 1:25 PM

    હાલ રચાતી ગુજરાતી ગઝલો સાથે સરખાવો.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment