મુક્તક – અશોક જાની ‘આનંદ’
સતત વરસ્યા કરે, વરસાદ જેવી યાદ પજવે છે,
કદી નહિ સાંભળેલો દૂરનો એ સાદ પજવે છે;
સજાવ્યા મેં ઘણા સ્વપ્નો, થયા સાકાર થોડા પણ,
મળ્યો આકાર ના જેને હજુ એકાદ પજવે છે.
– અશોક જાની ‘આનંદ’
આકાર ન પામેલા સ્વપ્નો જ માણસને વધુ પજવતા હોય છે…
pragnaju said,
April 14, 2012 @ 4:09 AM
સ રસ
સાથે સાથે તેમના જ સંલગ્ન મુક્તકો માણીએ
પજવતી હોય છે જે લાગણી એ બાદ કરવી છે,
મને જે બંધને બાંધે એ સૌ આઝાદ કરવી છે,
નહિ પોષાય રોજેરોજના આ લાગણીવેડા,
હવે તો જાતને નિસ્પૃહતા સૌગાદ કરવી છે.
*
કરેલી વાત એ આજે સતત બસ યાદ આવે છે,
અને બસ ઝરમરી વરસાદનો આલ્હાદ આવે છે,
કરી દઉં બંધ આંખો ને જરા જો ધ્યાનમાં લાગું,
ભીતરથી ‘તું હિ તું હિ’નો જ કેવળ નાદ આવે છે.
vijay shah said,
April 14, 2012 @ 9:08 AM
સરસ્
sudhir patel said,
April 14, 2012 @ 10:37 AM
Enjoyed your nice ‘Muktak’!
Sudhir Patel.
ધવલ શાહ said,
April 14, 2012 @ 11:30 AM
સરસ !
ડૉ.મહેશ રાવલ said,
April 14, 2012 @ 12:23 PM
આ પજવણીનો ભોગ લગભગ તમામને બનવું પડ્યું હોય છે…..સરસ અભિવ્યક્તિ અશોકભાઇ..
Dhruti Modi said,
April 15, 2012 @ 4:11 PM
સરસ મુક્તક.
Pravin Shah said,
April 16, 2012 @ 11:23 AM
સરસ મુક્તક અશોકભાઈ !
અહીં ફરી માણવાની મઝા આવી.
અશોક જાની 'આનંદ' said,
April 18, 2012 @ 5:45 PM
મારા મુક્તક્ને ‘લયસ્તરો’ પર સમાવેશ કરવા માતે આભાર, ‘પ્રજ્ઞાજુ’નો પણ, મારાં બીજા બે મુક્તકોનો પરિચય કરાવવા માટે અને અન્ય ભાવકોનો તો ખરો જ…