ઘસાતો હોય જળ માટે ને જળ ના આંગળી ઝાલે,
હવામાં હોય ખામોશી ખડક દ્વારા, ખડક માટે !
નિર્મિષ ઠાકર

દુઃખ અને સુખ – બુદ્ધદેવ દાસગુપ્તા

હું તને એક વાઘની વાર્તા કહીશ:
આ વાઘને આખી રાત
તારા પડખાની સુગંધમાં સૂઈ રહેવું છે.

હું તને એક નાગની કથા કહીશ:
આ નાગને પ્રત્યેક પળે
તારા સ્તનના વર્તુળને વીંટળાતા વીંટળાતા
વિસ્મયભર્યો પ્રવાસ કરવો છે !
અને તને એની કથા કહેવી છે
કે આ એક એવો પ્રવાસ છે
કે એ ક્યાંય પણ લઈ જાય
અને પછી પાછા વળવાનો રસ્તો રહેતો નથી.

હું તને એક મગરની વાર્તા કહીશ:
આ મગર
તને ઉપલા હોઠોથી ખેંચશે
અને અંદર ને અંદર ડૂબશે
ઊંડા ઊંડા પાણીમાં
ઠેઠ ઊંડા ઊંડા પાણીમાં
આ બધી જીવનભરનાં સુખદુઃખની વાતો
કહેવી છે આંસુથી.

– બુદ્ધદેવ દાસગુપ્તા

વાર્તાની શૈલીમાં કહેવાયેલું આ કાવ્ય પ્રેમ અને વાસનાના પ્રતીક લઈને શું કહેવા માંગે છે? કવિતાનું શીર્ષક વળી દુઃખ અને સુખ છે (સુખ અને દુઃખ નહીં!)

વાઘ, નાગ અને મગર – એક ચોપગું, એક સરિસૃપ અને એક જળચર. એક સદાનો ભૂખ્યો, એક લીલી લિસ્સી વાસના અને એક આળસુ અકરાંતિયો… આ બધા પ્રાણીઓ આપણા લોહીમાં જ છે… આ બધા પ્રાણીઓ આપણે જ છીએ… આ બધા પ્રાણીઓ આપણી વાસનાભૂખના જ પ્રતીક છે… આપણી અંદરની અતૃપ્ત ઇચ્છાઓ, આપણી અંદરનું મિથ્યાભિમાન, આપણી લાલચ… આપણી આદિમ વૃત્તિઓની કથા એક એવો પ્રવાસ છે જે આપણને આપણી જાણ બહાર ક્યાંય લઈ જાય છે અને ત્યાંથી પરત આવવાનો કોઈ ઉપાય પણ નથી…

13 Comments »

  1. Rina said,

    March 31, 2012 @ 2:16 AM

    awesome….once again thanks for the “aswaad”.:):)

  2. pragnaju said,

    March 31, 2012 @ 5:54 AM

    સરસ

  3. Pushpakant Talati said,

    March 31, 2012 @ 6:15 AM

    સરસ really very nice indeed.

    વાર્તાની શૈલીમાં કહેવાયેલું આ કાવ્ય પ્રેમ અને વાસનાના પ્રતીક લઈને શું કહેવા માંગે છે? કવિતાનું શીર્ષક વળી દુઃખ અને સુખ છે (સુખ અને દુઃખ નહીં!)
    what does the above statement state or indicate ? All the visiters will be benefited if it is explained in very licid and simple language. – Kondly do so.
    Thanks and Regards

  4. Bhadresh said,

    March 31, 2012 @ 6:57 AM

    Lat us please have a VICHARVISTAR of this beautiful verse. All will benefit a lot.

  5. Dhruti Modi said,

    March 31, 2012 @ 2:34 PM

    સુંદર રૂપકો સાથે કહેવાયેલી ખૂબ જ સરસ અછાંદસ.

  6. વિવેક said,

    April 1, 2012 @ 1:12 AM

    કવિતાનું શીર્ષક વળી દુઃખ અને સુખ છે (સુખ અને દુઃખ નહીં!) – આમ કહેવા પાછળનો આશય એ જ છે કે કવિ સુખ અને દુઃખની વાત કરે છે ત્યારે દુઃખને પ્રથમ પ્રાધાન્ય આપે છે. કવિનો શબ્દ હંમેશા અર્થગંભીર હોવાનો. એના નાનાવિધ આયામ જ હોવાના. જીવનમાં હંમેશા દુઃખ વધુ અને સુખ ઓછું જ હોય છે… કવિ શીર્ષક દ્વારા ઇંગિત કરે છે કે આ કવિતામાં દુઃખની વાત વધારે આવનાર છે, સુખની ઓછી… એટલે જ કવિ અંતે આ બધી વાતો શબ્દોથી નહીં, આંસુથી કહેવાનું ધારે છે…

  7. Darshana Bhatt said,

    April 1, 2012 @ 8:04 AM

    A very meaningful Rachana,life is described in different way. Superb.

  8. Milind Gadhavi said,

    April 1, 2012 @ 2:20 PM

    Ah.. Beautiful poetry…!

    વિવેકભાઇ, તમે જે આસ્વાદ કરાવ્યો એ સરસ છે; પણ આ કાવ્ય જુદાં contextમાં પણ જોઇ શકાય એવું મને લાગે છે..!

    ૧.) Lets see it in the form of the beauty of sexual pleasure..
    “આ વાઘને આખી રાત
    તારા પડખાની સુગંધમાં સૂઈ રહેવું છે.”
    This is very much like an afterplay. A feeling of being there for someone and
    being with someone after tiring from the physical act. અહીં “વાઘ” symbolizes
    the intense manly wildness during the act.

    “એક એવો પ્રવાસ છે
    કે એ ક્યાંય પણ લઈ જાય
    અને પછી પાછા વળવાનો રસ્તો રહેતો નથી.”
    This talks about the play. The SNAKE shows the swiftness of motion.
    વળી વિસ્મયભર્યો પ્રવાસ, coz the pleasure actually brings you surprises.

    “તને ઉપલા હોઠોથી ખેંચશે
    અને અંદર ને અંદર ડૂબશે
    ઊંડા ઊંડા પાણીમાં
    ઠેઠ ઊંડા ઊંડા પાણીમાં”
    This onez the description of the foreplay. The crocodile is lazy and slow..

    પણ આ તો descending order થયો. વળી “સુખદુઃખની વાતો કહેવી છે આંસુથી.” એનું શું?
    Perhaps its because when we recall memories; sometimes flashback
    works in reverse. Maybe the best parts are remembered first and then
    subsequently the next bests.. સુખ જે ભોગવેલું અને જે ફરીથી ભોગવવાની ઇચ્છા.
    દુખ એ બન્નેની વચ્ચે રહેલી પાંગળી શક્યતા અને એ બન્ને વચ્ચેનો સમય.
    અને આંસુ કારણ કે શબ્દો નહીં કહી શકે આ લાગણીઓને..

    ૨.) In a different context; these seem to be the dilemmas of a man..
    The stories that he wants to tell are of the feelings swinging between the
    uncertainty of love and lust.. Or perhaps the mixture of both..
    His symbols are lusty but his way of treating her is so full of love..
    And that unsurity takes him to sadness and happiness at different moments..
    So strong is the dilemma that he has no words and only tears to explain it..
    A feeling when you cannot GO ON ALL THE WAY THROUGH.. but then again
    you cannot GIVE UP AT ANY STAGE ALSO..

    3) એક અલગ સંદર્ભમાં મનીષાના પેલા ‘સહશયન’નાં પ્રતિકાવ્ય તરીકે પણ આને જોઇ શકીએ.
    Although, its not written in that context but after those intense complaining
    female feelings why can’t we see this as a male portion of the story..!!
    કદાચ પેલા બાજની “વફાદારી” માટે જે પ્રશ્ન ઊભો થયો તે ખોટો હોય. શક્ય છે કે સ્ત્રી ન સમજી
    શકી એ વારતાઓ જે કહેવી હતી.. અને એટલે જતો રહ્યો દૂર. પણ હજી જીવંત છે પાછાં
    ફરવાની હોંશ..કહેવી છે વારતાઓ ફરીથી; આ વખ્તે આંસુ વડે.. કદાચ એ સમજે કે બાજ
    હમેશા વફાદાર જ હતો..

  9. વિવેક said,

    April 2, 2012 @ 9:16 AM

    પ્રિય મિલિન્દ,
    તમારા ત્રણેય સંદર્ભ ગમ્યા… બીજો સંદર્ભ વધુ યોગ્ય લાગ્યો…

  10. Dr.Preeti P. Jariwala said,

    April 2, 2012 @ 11:46 AM

    વાઘ નાગ અને મગર આ ત્રણે પ્રતિકો લઈને કવિ કાવ્યનાયક-હું-(એટલે કે આપણા બધાં)ની ઇચ્છાઓની વાત કરે છે.
    આખો દિવસ શ્રમ કર્યા પછી એનો થાક ઉતારવો છે આખી રાત આરામ કરીને એ પણ એક એવી વ્યક્તિ સાથે જેનું માત્ર સાથે હોવું આપણી બાજુમાં હોવું -પડખામાં હોવું આપણો બધો થાક ઉતારી દે એનાં જેવું સુખ બીજું શું હોય શકે!
    એક એવો સહપ્રવાસી ઇચ્છું જેને હું બધું જ કહી શકું પછી ભલે એની સાથે જિંદગીનો પ્રવાસ કરતાં કરતાં એટલે દૂર નીકળી જાઉં કે પાછા વળવાનો રસ્તો ન પણ હોય.
    હું ઇચ્છું એક એવું કોઈ જે મારા ભીતરને ઓળખી શકે. મારામાં ઊંડો ઉતરી શકે.
    આ ત્રણે વ્યક્તિઓ મને એક જ વ્યક્તિમાં મળી જાય ત્યારે જીવનભરના સુખદુખની વાતો મારે એની સાથે વહેંચવી હોય આંસુથી , પછી એ આંસુ હર્ષના પણ હોય અને શોકના પણ હોય કારણકે મારે એની સાથે વહેવું છે.

  11. વિવેક said,

    April 3, 2012 @ 2:39 AM

    @ ડૉ. પ્રીતિ જરીવાલા: This too makes some good sense ! Thanks…

  12. મદહોશ said,

    April 4, 2012 @ 12:28 AM

    the powerful expression, short but too sharp story of lust and love. nice to compare with ‘Sahsayan”.

    very nice treatises followed. Thanks Milind and Pritiji. Thanks a lot… very nice perspective sharing.

  13. nehal said,

    April 4, 2012 @ 8:42 AM

    raw,rustic,intense….ફરી પશુનાં રુપકો…આપણે જ્યારે પ્રામાણિકતાથી આપણી જાત વ્યક્ત કરવી હોય ત્યારે આ જ કામ આવે ,I agree with @ Milind (1) and (2)…..!આપણે આપણી આદિમ વ્રુત્તિઓને એટલા તો વાઘા પહેરાવ્યા ચ્હે કે આપણા intimate relations complicated થઇ ગયા,પુરુશ શરીરથી મન તરફ જાય ચ્હે અને અને
    સ્ત્રી માટે શરીર સુધી પહોંચવાનો રસ્તૉ મનમાંથી જાય ચ્હે…………beautiful poetry and equally beautiful discussion…!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment