‘મનહર’, હું સ્વપ્નમાંય નથી કોઈને નડ્યો,
તો પણ મળ્યા છે ઘાવ, મુકદ્દરની વાત છે.
મનહરલાલ ચોક્સી

જીવન – અમૃત ‘ઘાયલ’

જીવન જેવું  જીવું છું,  એવું  કાગળ પર  ઉતારું છું;
ઉતારું   છું,   પછી   થોડું   ઘણું   એને   મઠારું   છું.
તફાવત એ જ છે, તારા અને મારા વિષે, જાહિદ!
વિચારીને   તું   જીવે   છે,  હું   જીવીને  વિચારું છું.

– અમૃત ‘ઘાયલ’

7 Comments »

  1. પ્રત્યાયન said,

    September 14, 2005 @ 11:01 AM

    ચિનુ મોદીનો શેર આ સંદર્ભમાં…

    હતાં જેમ જેવાં જણાયાં અમે,
    કદી જાતને છાવરી પણ નથી.

  2. Sarang said,

    June 16, 2006 @ 6:45 PM

    One of the best of Amrut ‘Ghayal’ saheb….

    Kanthastha gazalo emne maari kari to chhe,
    Ene pasand chho hu nathi, shaayari to chhe;
    Varsho pachhi aa besta varshe dosto,
    biju to thik emni kankotri to chhe.

  3. manojrupareliya said,

    March 26, 2008 @ 1:06 PM

    ખુબ સુન્દર………..

  4. Pravin H. Shah said,

    November 5, 2011 @ 7:22 AM

    મહોતાજ ના કશાનો હ્તો કોણ માનશે
    એક મારો પણ જમાનો હતો કોણ માનશે

  5. Bharat Vaghela said,

    March 25, 2013 @ 1:01 PM

    ખુબ સુન્દર…

    જ્યાં તું છે ત્યાં હું નથી,
    ત્યાં કોઈ પડદો નથી.!!
    ® ભરત વાઘેલા.

  6. Nilesh Bhatt said,

    April 3, 2024 @ 5:19 PM

    સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી,
    ચણાયેલી ઇમારત એના નક્શામાં નથી હોતી.
    – અમૃત ઘાયલ
    આ ઘાયાલનો શેર નથી

  7. વિવેક said,

    April 3, 2024 @ 6:23 PM

    @નીલેશ ભટ્ટ:

    સાચી વાત છે. આ બેફામનો શેર છે. સુધારી લીધું છે. ખૂબ ખૂબ આભાર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment