ભુલી જવાનો હું જ – કૈલાસ પંડિત
ભુલી જવાનો હું જ, એ કહેતા હતા મને,
એવું કહીને એજ તો ભુલી ગયા મને.
પૂછ્યું નથી શું કોઇએ, મારા વિશે કશું?
તારા વિશે તો કેટલું પૂછે બધા મને!
ખોબો ભરીને ક્યાંયથી, પીવા મળ્યું નહિ,
દરિયો મળ્યો છે આમ તો, ડૂબી જવા મને.
થાકી ગયો તો ખૂબ કે ચાલી શકત ન હું,
સારું થયું કે લોક સહુ ઊંચકી ગયા મને.
– કૈલાસ પંડિત
શ્રી. મનહર ઉધાસે બહુ જ સરસ સ્વરરચનામાં આ ગઝલ ગાઇ છે.
jay said,
June 14, 2009 @ 3:53 AM
હું કૈલાશ પંડીત નો બહુ મોટૉ ચાહક છું.એંમણે ગુજરાતી સાહીત્ય ને એક થી એક ચડીયાતી ગઝલો અને ગીતો આપ્યા છે.એમના “સાયબો મારો ગુલાબ નો છોડ” અને “દીકરો મારો લાડકવાયો “જેવી સુંદર ક્રુતિઓ પણ બની શકે તો અહિં મુકવા વિનંતી.