થોડાક ખુલાસા કરવા'તા, થોડીક શિકાયત કરવી'તી
ઓ મોત, જરા રોકાઈ જતે! બેચાર મને પણ કામ હતાં.
સૈફ પાલનપુરી

ચાહું છું મારી જાતને – શેખાદમ આબુવાલા

હું તને ક્યાં ચાહું છું ચાહું છું મારી જાતને
તું હજી સમજી નથી આ સીધીસાદી વાતને

કોણ છે મારું કે તારું, કોઈ ક્યાં છે કોઈનું
કોણ ઝીલે છે હ્રદય પર પારકા આઘાતને

હું જ છું એ હું જ છું, છે ભેદ કેવળ રૂપનો
આ હવા એક જ કરે છે વાત ઝંઝાવાતને

ફેંકશે પથ્થર તો પોતાનું જ માથું ફોડશે
ભાંડશે આદમ કહો શી રીતે આદમજાતને

– શેખાદમ આબુવાલા

ગઝલમાં સામાન્ય રીતે પ્રેમની સ્વપ્નિલ દુનિયા ચિતરેલી જોવા મળે છે. પણ આ  ગઝલમાં કવિ કાળમીંઢ હકીકત બતાવે છે. પ્રેમના ગમે તેવા સુંદર ચિત્ર દોરો પણ હકીકત તો એ છે કે પોતાની જાતથી વધારે કોઈ કોઈને ચાહતું નથી. અને દરેક જણાનું હ્રદય પોતાના દર્દ પર જ રડે છે. ‘સાહિલ’ કહે છે એમ – સબ કો અપની હી કીસી બાત પે રોના આયા ! આવું આકરું આત્મજ્ઞાન થાય પછી શું કવિ કદી ય બીજા કોઈને દોષ દઈ શકે ? – ના, એ તો પથ્થરથી પોતાનું જ માથું ફોડશે…

4 Comments »

  1. jayshree said,

    May 23, 2007 @ 12:44 AM

    મજા આવી વાંચવાની…..

    હું તને ક્યાં ચાહું છું ચાહું છું મારી જાતને
    તું હજી સમજી નથી આ સીધીસાદી વાતને

    કોણ છે મારું કે તારું, કોઈ ક્યાં છે કોઈનું
    કોણ ઝીલે છે હ્રદય પર પારકા આઘાતને

  2. વિવેક said,

    May 23, 2007 @ 2:28 AM

    સુંદર ગઝલ…. શબ્દોનો એવો અરીસો જે સાચું પ્રતિબિંબ બતાવે છે… બધા જ શેર એક એકથી ચડિયાતા…

  3. UrmiSaagar said,

    May 23, 2007 @ 1:25 PM

    એકદમ સાચી વાત છે.. કવિએ તો જાણે અરીસો જ ધરી દીધો!!

  4. chhako mako said,

    November 12, 2007 @ 2:27 PM

    Sorry to type in English. But I am not familiar with Gujarati typing.

    I would like to correct the interpretation of this Ghazal. Actually Shekhadam is talking about universal Brotherbooh in Mankind. He is talking about the “Vasudhaivakutumbakam” principle as well as “Aham Brahmasmi” concept. That is why he has written in the last verse that If you stone some one you head is going to bleed and irony is that you can’t even abuse or blame somebody as you are the somebody who stoned.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment