સમાધાનોના ગુંદરથી કદી સંધાય ના સંબંધ,
કદી છૂટાં, કદી સંલગ્ન? ના, હાંફી ગયો છું હું.
- વિવેક મનહર ટેલર

લયસ્તરો : સાત વર્ષની સફર

balloon

લયસ્તરો આજે સાત વર્ષ પૂરા કરે છે.

સાત વર્ષની આ સફર માટે હું શું કહી શકું ? ‘લયસ્તરો’ની શરૂઆત કરી ત્યારે મારી પાસે કવિતાનું કોઈ શાસ્ત્રીય જ્ઞાન નહોતું કે ન તો મારી એવી કોઈ ખાસ લાયકાત હતી. વર્ષોનું કવિતાનું ઋણ અદા કરવાનો અને કવિતાના આનંદને વહેંચવાનો વિચાર માત્ર હતો. આજે એ વિચાર આટલો પરિપક્વ થયો છે એ કવિતાની શક્તિનો પૂરાવો છે.

આ અવસરે ‘લયસ્તરો’ની ટીમ – ઊર્મિ, તીર્થેશ, વિવેક અને ધવલ – કવિઓ અને રસિકોનો આભાર માને છે. કવિતાની આ સફરને નવા સોપાન પર લઈ જવાની અમારી હંમેશા વધારે ને વધારે કોશિશ રહેશે.

દર વર્ષે લયસ્તરોની વર્ષગાંઠ કંઈક નવું કરીને ઉજવીએ છીએ. આ વખતે પણ એવી જ ઈચ્છા છે. જો કે આ વખતનો અમારો વિચાર દર વર્ષની ઉજવણીથી જરા જુદો પડે છે.

માણસની આખી જીંદગીમાં એક જ વસ્તુ નિશ્ચિત છે. અને, તમને ગમે કે ન ગમે, એ વસ્તુ છે : મૃત્યુ. અને મઝાની વાત એ છે કે આપણે આખી જીંદગી મૃત્યુથી બને તેટલા દૂર ભાગવામાં વિતાવીએ છીએ. મૃત્યને અમંગળ, અવાંછનિય, અછૂત ગણીને ચાલીએ છીએ. મંગળ પ્રસંગે (દા.ત. સાતમી વર્ષગાંઠે !) એનુ નામ પણ વર્જ્ય  ગણાય છે. રખે કોઈનાથી મૃત્યુનો ઉલ્લેખ થઈ જાય તો મોઢે હાથ કરવાનો રીવાજ છે. આ વખતે અમે આ પ્રથાથી ઊંધા જવાનો વિચાર કર્યો છે.

આવનારા થોડા દિવસોમાં મૃત્યુના વિષયને કેન્દ્રમાં રાખીને લખાયેલી કવિતાઓના માધ્યમથી અમે મૃત્યુ નામની ઘટનાને આભડછેટ વિના, પેમપૂર્વક, વિવેકપૂર્વક ઉકેલવાનો પ્રયત્ન કરીશું. આ અવસરનું નામ રાખ્યું છે : પરમ સખા મૃત્યુ.

આવતી કાલથી તમે પણ જોડાવ ‘લયસ્તરો’ના આંઠમા વર્ષની સફરમાં – પહેલો મુકામ છે : પરમ સખા મૃત્યુ.

36 Comments »

  1. pragnaju said,

    December 4, 2011 @ 10:08 PM

    ૭ વર્ષની આહ્લાદક સફરના અભિનંદન

    અને

    આ સફર ચાલુ જ રહી

    નવી નવી સિધ્ધી મેળવતું રહે તેવી શુભેચ્છાઓ

  2. Rina said,

    December 4, 2011 @ 11:28 PM

    Wishing LAYASTARO and its awesome foursome team a very very Happy birthday and a very very very llllllloooonnnnggggg and poetic life..:):):):)

  3. વિવેક said,

    December 5, 2011 @ 12:13 AM

    ‘લયસ્તરો’ની આ સાત વર્ષની સફર એટલે પોણી સાતસો કવિઓની ત્રેવીસસોથી વધુ કવિતાઓ…

    -આમાનું કશું જ આપ સહુના સ્નેહ વિના શક્ય નહોતું.

    સહુ વાચકમિત્રોનો આભાર !!

  4. YOGESH JOGSAN said,

    December 5, 2011 @ 12:49 AM

    વાહ… ખુબ સરસ…. સાત વર્ષની સફર મુબારક લયસ્તરો ને……..

  5. Deval said,

    December 5, 2011 @ 1:14 AM

    સાત વર્ષ ની સફર ખુબ ખુબ મુબારક લયસ્તરો ….. અભિનંદન ટીમ લયસ્તરો ને….
    and ofcourse THANX…aa khajana mate ….

  6. Deval said,

    December 5, 2011 @ 1:19 AM

    અને હા, જુદા જુદા કવિઓ ના મૃત્યુ વિષે ના વિચારો નો આસ્વાદ લયસ્તરો પર લેવાનું ગમશે …. wot an idea sir ji ! 😉

  7. Deval said,

    December 5, 2011 @ 2:24 AM

    લયસ્તરો એ મને ઘણું આપ્યું છે – કવિતા પ્રત્યેનો મારો પ્રેમ વધુ પ્રગાઢ બનાવ્યો છે .. કેટ-કેટલાય કવિઓ ની કેટ કેટલીયે રચનાઓ નો ખજાનો ધરી દઈ મારા અજ્ઞાન નું ફલક કેટલું મોટું છે એની પ્રતીતિ કરાવી છે ….અને થોડી સ્વાર્થી થઇ કહું તો મને “લાઈફ લોંગ એસેટ” જેવા મિત્રો પણ આપ્યા છે ….થેંક યુ લયસ્તરો….

  8. narendra bhatt said,

    December 5, 2011 @ 3:59 AM

    congrats laystar on 7th b’day nd thanx 4 serving our hunger 4 gujarati literature. aam ne aam aa yagna chalto rahe tevi subhechcha

  9. P Shah said,

    December 5, 2011 @ 4:53 AM

    લયસ્તરોની સાત સાત વર્ષની આહ્લાદક સફરના અમે સાક્ષી છીએ.
    અનેક કવિઓની રચનાઓ માણી છે અને તેમના હૃદય સાથે સીધી ગોષ્ઠિ કરી છે.
    નવા વરસની સોનેરી સવારે લયસ્તરોને ખૂબ ખૂબ અભિનંદન !

  10. કવિતા મૌર્ય said,

    December 5, 2011 @ 5:20 AM

    લયસ્તરોના સાહિત્ય વર્તુળને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ !!!

  11. sweety said,

    December 5, 2011 @ 6:03 AM

    બધઇ

  12. manisha said,

    December 5, 2011 @ 7:30 AM

    કોન્ગ્રેત્સ લયસ્તરો….જિવ્તે સરદમ સતમ્……

  13. vijay joshi said,

    December 5, 2011 @ 9:20 AM

    લયસ્તરના સમગ્ર પરિવારને મારા અનેક અભિનંદન.
    મારો લયસ્તર સાથેનો સબંધ બહુજ નવો છે પણ મારી
    સહુથી ગમતી વિશ્વાજળ એ બની ગયી છે. રોજ સવારે
    પહેલું કામ એટલે લયસ્તરની ઇમેલ જોવાનું. “૭” નો
    આંકડો બહુ પ્રભાવશાળી અને મહત્વનો હોય છે.

  14. vijay shah said,

    December 5, 2011 @ 9:38 AM

    લયસ્તરો એ મારામાં રહેલ કવિને જીવતો રાખ્યો છે
    લયસ્તરો કવિતા શબ્દ નો પર્યાય છે
    અભિનંદન્..ઘણા વાચકોની જીવન્ સફરને કવિતાપૂર્ણ બનાવવા બદલ્
    શુભેચ્છાઓ અનેકાનેક ગુજરાતી કવિતાનું મોટુમસ વિકિપીડીયા બનવા બદલ્

  15. himanshu patel said,

    December 5, 2011 @ 10:20 AM

    ૭ વર્ષની કાવ્ય સફરના અભિનંદન અને આવા અનેકોનેક આવે તે અબ્યર્થના.

  16. ગૌરાંગ ઠાકર said,

    December 5, 2011 @ 10:25 AM

    અભિનંદન ટીમ લયસ્તરો ને…..

  17. Chandrakant Lodhavia said,

    December 5, 2011 @ 11:06 AM

    લયસ્તરો : ગુજરાતી કવિતા આસ્વાદ. December 4, 2011
    લયસ્તરો આજે સાત વર્ષ પૂરા કરે છે. (મારી પાસે કવિતાનું કોઈ શાસ્ત્રીય જ્ઞાન નહોતું કે ન તો મારી એવી કોઈ ખાસ લાયકાત હતી. વર્ષોનું કવિતાનું ઋણ અદા કરવાનો અને કવિતાના આનંદને વહેંચવાનો વિચાર માત્ર હતો.)

    ક્યા બાળકને શાળામાં ભણવા જતાં પહેલા ભણતર શું છે તેની ખબર હોય છે? બાળ મંદિર માં જાય ને રમતાં રમતાં નાસ્તો કરતાં કરતાં હાયર કે.જી માંથી ૭ માં વર્ષે તો પહેલું ધોરણ પાસ કરે છે. પણ તમારી બાબતમાં તમે પોતે જ તમારા વાચક વર્ગને કવિતાના વિશ્વમાં આનંદ તો વહેંચો જ છો સાથે સાથે સફર કરાવો છો. ચાલો હવે મૃત્યુ તરફ સાથે જઈએ.

    આટલી ૭ વર્ષની નાની વયમાં તમે પ્રવાહની વિરૂધ્ધ જઈ ને નવો “પરમ સખા મૃત્યુ” વિષયને છંછેડવા જઈ રહ્યા છો તે તમારી
    નિખાલષતા ને નિડરતા નો પરિચય આપશે જ તેમાં સફળ પણ થાશો તેની લેશ માત્ર શંકા નથી. સાથે સાથે તમે અમને પણ નિડર બનાવશો. બાકી તમારા કવિતાના વર્ગમાં બેસવાનો આનંદ આવે છે.
    તો હવે મૃત્યુ તરફની સફરનો આનંદ માણી લઈએ.

    ચન્દ્રકાન્ત લોઢવિયા.

  18. Pancham Shukla said,

    December 5, 2011 @ 1:47 PM

    લયસ્તરોને જન્મદિનની વધાઈ અને આખી ટીમને અભિનંદન.

  19. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    December 5, 2011 @ 4:05 PM

    કવિ કરતો રહેશે કવિતા અને હિસાબનીષ કરતો રહેશે હિસાબ.
    પણ કવિ કરવા બેસે હિસાબ?આતો કેવી અજબ જેવી વાત છે?

  20. Muhammedali wafa said,

    December 5, 2011 @ 4:49 PM

    મુબારક! સાત સાલની કવિતા સફર મુબારક.
    તુમ જિયો હજરો સાલ..
    કહતાનું હક કે જૂઠકી આદત નહીં મુઝે
    મેં ઝહરે હલહલકો કહ ન સકા કન્દ(ઇકબાલ)
    —–વફા

  21. Dhruti Modi said,

    December 5, 2011 @ 5:51 PM

    સાતમા જન્મદિને “લયસ્તરો”ને અભિનંદન.

  22. Anila Amin said,

    December 5, 2011 @ 7:22 PM

    સન્ઘે શક્તિ કલૌયુગે! એ ન્યાયે આપ સૌની સહિયારી પ્રવ્રુત્તિએ રંગ રાખ્યો,લયસ્તરો ઉપર અને જોત જોતામા સાત્મી વર્ષગાઠ ઉજવવાનો દિવસ આવી ગયો.
    કાઇ નવુ નકરે તો એકવિ શાનો? ખરેખર કહેવાયછે કે કવિઓ ક્રાંતદર્શી હોય છે એ કાઇક નવીરીતે લયસ્તરોની વર્ષગાઠ ઉજવવાનો આપનો નિર્ણય ગમ્યો અને આ માટે લયસ્તરો અને આપ સૌને હાર્દિક અભિનન્દન.

  23. jigarjoshi 'prem' said,

    December 5, 2011 @ 11:40 PM

    સાત વર્ષ ની આ સુંદર સફર ખૂબ મુબારક…..ઔર ઝિયાદા..

  24. jigarjoshi 'prem' said,

    December 5, 2011 @ 11:41 PM

    સાત વર્ષનેી સાતત્યભરી સફરને સલામ !

  25. હિતેશ માખેચા said,

    December 6, 2011 @ 1:47 AM

    ૭ વર્ષની સફળ સફરના અભિનંદન

  26. વિનય ખત્રી said,

    December 6, 2011 @ 4:48 AM

    શુભેચ્છાઓ અને અભિનંદન…!

  27. Sandhya Bhatt said,

    December 6, 2011 @ 5:42 AM

    લયસ્તરોને ખૂબ ખૂબ અભિનંદન…

  28. PRAGNYA said,

    December 6, 2011 @ 9:54 AM

    લયસ્તરોને ખૂબ ખૂબ અભિનંદન…

  29. sneha said,

    December 6, 2011 @ 11:42 AM

    શુભેચ્છાઓ અને ખૂબ-ખૂબ અભિનંદન…

  30. Girish Parikh said,

    December 6, 2011 @ 1:58 PM

    ‘લયસ્તરો’ને “સપ્તવર્ષ”ની સફર કરવા બદલ શબ્દપુર્વક, હૃદયપુર્વક અભિનંદન. ‘લયસ્તરો’ ટીમનું આ ‘સતત’ ચાલતું કાર્ય ગુજરાતી કાવ્યવિશ્વમાં સુવર્ણાક્ષરોમાં નોંધાશે.
    નવા વર્ષમાં મૃત્યુનો મહિમા ગાવાનું શરૂ કર્યું એ પણ ખૂબ જ ગમ્યું. http://www.girishparikh.wordpress.com બ્લોગ પર પ્રતિભાવ લખવાનો પ્રયત્ન કરીશ.
    –ગિરીશ પરીખ

  31. Janak M Desai said,

    December 6, 2011 @ 2:23 PM

    મોત નો ડર
    મોંઘું છે
    સુતું છે

    બહુ આઘે છે
    પણ ડર કેમ લાગે છે?

    મળે છે એકવાર
    ક્યારેક મળે અણધાર્યું,
    મન આતુર કેમ રાખે છે?

    જાણ્યા ના ગમે
    અને અજાણ્યા વાલા લાગે છે
    આ અજાણ્યા થી કેમ દૂર ભાગે છે?

    મળવાનું છે અચૂક
    માણવાનું મળે કે ના મળે

    માની લે
    સ્વીકારી લે
    ભય ને ભગાડી દે
    જો પછી, મોત કેવું દૂર ભાગે છે!

    જનક દેસાઈ
    ૦૭/૨૨/૨૦૧૧

  32. Janak M Desai said,

    December 6, 2011 @ 2:24 PM

    મૃત્યુની ઠેશ

    જેણે બનાવ્યા સહુને, સહુ એને બનાવે છે
    માનવ પોતાની જાતને હવે મૂર્ખ બનાવે છે.

    તકદીરને દઈ દોષ, ભવિષ્યનો દીધો ભોગ
    “પ્રભુનો છે વાંક”, માની ઘૂમ્યા કરે છે.

    ગયો મંદિર ને ગણી માળા , ક્યાં કશું સમજ્યો છે?
    રાગ, દ્વેષ, મોહ, અને માયા ની સંતાકુકડી રમે છે.

    હું અને તું ની હરીફાઈ માં, હું ના બન્યો “હમ”
    “ભણેલો છું”, ના ઘમંડ માં , અગણિત* રહ્યો છે.

    જન્મી ને, ના જીવ્યો, એ મોત થી ડરે છે,
    નિર્મિત બે છેડા ની વચ્ચે , મર્યા કરે છે.

    મૃત્યુની ઠેશ વાગશે, તો તરી જશે તું,
    જીવનભર ની વેદના, પળ મા વિનાશ છે.

    જનક દેસાઈ

    *-અભણ

  33. Janak M Desai said,

    December 6, 2011 @ 2:46 PM

    આજ ની આ નવી વેબ-દુનિયા માં સાત વર્ષ , એ સાત જનમ બરાબર છે. અને એ સાત વર્ષો માં મેં, અને અન્ય ઘણા એ ખુબ ખુબ માણ્યું છે.

    હું જરૃર થી એક વાત જાણું છું. લયસ્તરો ના અસ્તિત્વ અને સફળતા પાછળ, તમારી અને તમારી ટોળી ના હૃદય માં, ભાષા ને કાવ્યો પ્રત્યે કેટલો પ્રેમ હશે. કેટલા વર્ષો ની લગન હશે.

    ખુબ નાની ઉમર થી અંતર માં પ્રગટેલી જ્યોત ને એક સ્વરૂપ આપ્યું, એ માટે તમને સર્વે ને, મારા ખુબ જ ધન્યવાદ. મારા અને અન્ય કેટલા ના જીવન અજવાળી ગયા.

  34. vallabh bhakta said,

    December 9, 2011 @ 12:26 AM

    લયસ્તરોનિ માવજતમા આપ સો જનો જે સમયનો ભોગ આપો છો તે માટે ફક્ત અભિનન્દન જ નહિ
    પરન્તુ આપને સલામ
    જિવો હજરો સાલ
    વલ્લભ ભક્ત

    થે

  35. nehal said,

    December 9, 2011 @ 3:19 AM

    નવીરીતે લયસ્તરોની વર્ષગાઠ ઉજવવાનો આપનો નિર્ણય ગમ્યો
    લયસ્તરો ના અસ્તિત્વ અને સફળતા પાછળ, તમારી ટોળી નો ભાષા અને કાવ્યો પ્રત્યેનો પ્રેમ છે. તમને સર્વને મારા ખુબ જ ધન્યવાદ. મારા જેવા કેટલા ના જીવનમાં નવા પ્રાણ પૂર્યા છે.
    આપ સૌને હાર્દિક અભિનન્દન અને શુભેચ્છાઓ !!!

  36. Girish Parikh said,

    December 13, 2011 @ 10:25 AM

    http://www.girishparikh.wordpress.com બ્લોગ પર
    “અંતિમ જીવનસંગીતઃ મૃત્યુ”
    વાંચવા તથા પ્રતિભાવો આપવા વિનંતી.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment