તમારી યાદની કેવી અસર છે જોઈ લો જાતે,
ધ્રુજી ઊઠશે અમારી પીઠના સળ ગમે ત્યારે.
મકરંદ મુસળે

ભીનું છલ – મકરંદ દવે

મજેદાર કોઈ બહાનું મળે,
અને આંખમાં કાંક છાનું મળે !

કહું શું ? કદી તારે ચરણે નમી,
ખરેલું મને મારું પાનું મળે.

ખબર છે તને મારી ખાતાવહી,
છતાં જો તો, લેણું કશાનું મળે.

વધે છે તરસ તેમ રણ છો વધે,
કહીં ભીનું છલ તો સુહાનું મળે.

હવે થાય છે તારી પાંપણ મહીં,
દરદ ઘેરા દિલને બિછાનું મળે.

4 Comments »

  1. pragnaju said,

    November 13, 2011 @ 8:44 AM

    આધ્યાત્મિક ક્ષેત્રે પામેલા આદરણિય મકરંદભાઈની મઝાની ગઝલનો
    આસ્વાદ વિદ્વાન શ્રી તીર્થેશભાઇ કરાવે તેવી વિનંતિ .
    આ શેર ખૂબ સુંદર
    વધે છે તરસ તેમ રણ છો વધે,
    કહીં ભીનું છલ તો સુહાનું મળે.

    હવે થાય છે તારી પાંપણ મહીં,
    દરદ ઘેરા દિલને બિછાનું મળે.
    તેમની સાધનામાંથી સહજ પ્રગટ થતા શબ્દો…
    તેમની જ અનુભૂતિમા કહીએ તો
    કોઈ શબદ આવે મનગમતો,
    મહામૌનના શિખર શિખરથી
    સૂરજ નમતો નમતો રે-
    કોઇ શબદ આવે આ રમતો
    એક શબદ હૈયે ઝીલું ને
    હોઠ કરી દઉં બંધ,
    માથું ઢાળી રહું અઢેલી
    આ આકાશી કંધ :
    શબદ ઊગે હું શમતો રે –
    યાદ
    શ્વાસોથી ભીંજાઈ ચાલો ડૂબીએ ભીના સપનામાં, …
    છલ છલ છલ ઓરે જમુનાના જળ ….

  2. વિવેક said,

    November 14, 2011 @ 8:32 AM

    સુહાનું છળ ગમી ગયું…

    સરસ આસ્વાદ્ય ગઝલ…

  3. ધવલ said,

    November 15, 2011 @ 8:11 PM

    મજેદાર કોઈ બહાનું મળે,
    અને આંખમાં કાંક છાનું મળે !

    – વાહ !

  4. ધવલ said,

    November 15, 2011 @ 8:11 PM

    મજેદાર કોઈ બહાનું મળે,
    અને આંખમાં કાંક છાનું મળે !

    – વાહ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment