હકીકત છે નથી પહોંચ્યો પરમ તૃપ્તિની સરહદ પર,
છતાં છે એય સાચું પ્યાસમાંથી બહાર આવ્યો છું.
મનોજ ખંડેરિયા

મનનો માળો તો મારો નાનો – રઘુવીર ચૌધરી

મનનો માળો તો મારો નાનો ને માનસર
કેમ કરી એમાં સમાવું ?

પાણીને ઢાળ બહુ ફાવે અંધારનો
મેઘધનુ ક્યાંથી બતાવું ?
મુઠ્ઠીની રેખામાં સંતાડું રાગદ્વેષ
હૈયામાં હારની હતાશા,
સપનાંના ખંડેરે કાંટા અભરખાના
લૂલીને ભાનભૂલી ભાષા,
ગાંઠે બાંધેલ મૂળ હીરાને ઘડવામાં
ઝાંખે ઉજાસ કેમ ફાવું ?

લીલા મેદાનોમાં રમવાનું દૂર ગયું
ગલીઓમાં ગામ મેં વસાવ્યું,
વૃત્તિની ભીડ મહીં ભૂલા પડીને
મેં તો પલ્લવનું પારણું ગુમાવ્યું.
ભોળી ભરવાડણ હું વેચું હરિને
દહીં ખાટું કરીને ઘેર લાવું.
મનનો માળો તો મારો નાનો ને માનસર
કેમ કરી એમાં સમાવું ?

7 Comments »

  1. neerja said,

    October 24, 2011 @ 1:39 AM

    galio ma gaam me vasavyu. .
    wow. . too good

  2. urvashi parekh said,

    October 24, 2011 @ 9:05 AM

    સરસ રચના.
    મન નો માળો તો મારો નાનો ને માનસર,
    કેવુ સરસ.

  3. pragnaju said,

    October 24, 2011 @ 9:15 AM

    વૃત્તિની ભીડ મહીં ભૂલા પડીને
    મેં તો પલ્લવનું પારણું ગુમાવ્યું.
    ભોળી ભરવાડણ હું વેચું હરિને
    દહીં ખાટું કરીને ઘેર લાવું.
    સરસ.

  4. marmi kavi said,

    October 24, 2011 @ 9:23 AM

    ગાંઠે બાંધેલ મૂળ હીરાને ઘડવામાં
    ઝાંખે ઉજાસ કેમ ફાવું ?………સરસ મજાનું ગીત

  5. Dhruti Modi said,

    October 25, 2011 @ 8:55 PM

    સુંદર આત્મચિંતનથી સભર ગીત.

    મનનો માળો તો મારો નાનો ને માનસર
    કેમ કરી ઍમાં સમાવું?
    મનોમંથન……….

  6. Rina said,

    October 25, 2011 @ 9:44 PM

    Happy Diwali to Layastaro’s awesome foursome and their families….and …..
    સાલ મુબારક ….

  7. amirali khimani said,

    October 26, 2011 @ 5:14 AM

    શ્રિ રઘુવિર ચોધ રિ દિપાવ લિ અન્ને નુતન વર્સ ના અભિનન્દન સદ્ ભાવ ના સાથે શુભેચ્હા.ગિત અન્ને વિચારો સર્શ .

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment