મૌનને સુપરત કરી દીધો ખજાનો શબ્દનો,
આવ કે જોવા સમો છે 'શૂન્ય'નો વૈભવ હવે !
'શૂન્ય' પાલનપુરી

તો ફરી ? – અજ્ઞેય -અનુ.- હસમુખ દવે

કાનુડાએ કર્યો પ્યાર
કેટલીય ગોપીઓને કેટલીય વાર !

પણ જેના પર ઊભરાતું રહ્યું
એનું સમસ્ત વ્હાલ
પામ્યો નહિ તે
હાથ આવ્યું નહિ તેને એવું રૂપ !
કદાચ, કોઈ પ્રેયસીમાં
પામ્યો હોત,
તો ફરી કોઈનેય પ્રેમ કર્યો હોત ?

કવિએ ગીત લખ્યાં નવાં નવાં
કેટલીય વાર !

પણ જે એક વિષયનો કરતો રહ્યો એ વિસ્તાર
તેને તે પૂરો પામ્યો નહિ
કોઈ ગીતમાં સમાવી શક્યો નહિ
કદાચ, કોઈ ગીતમાં એનો
પાર પામ્યો હોત,
તો ફરી ક્યારેય ગીત લખ્યું હોત ?

 

સરળ લાગતું કાવ્ય ઘણું ગહન છે-આખી વાત કાર્ય કરવા માટેના કારણની છે,પ્રેરક બળની છે,મૂળભૂત life force ની છે. બુદ્ધત્વ પામ્યાં પછી બુદ્ધ શા માટે પાછાં સમાજમાં આવે છે ? ઇસુ શા માટે પાછાં ફરે છે ? ‘ગાવું’ એ પંખીનો સ્વ-ભાવ છે,તેની essence છે-તે માટે તેને કોઈ કારણની જરૂર નથી….તેને કોઈ મંઝીલ પર પહોચવાનું નથી.

4 Comments »

  1. Rina said,

    September 26, 2011 @ 3:16 AM

    had to read the poetry again after reading ‘aswad’…..thanks….awesome…

  2. વિવેક said,

    September 26, 2011 @ 9:57 AM

    વાહ ! ઉમદા કવિતા… અધૂરપ જ સાચું ચાલકબળ છે…

  3. ધવલ said,

    September 27, 2011 @ 7:28 AM

    સલામ !

  4. pragnaju said,

    September 27, 2011 @ 11:00 PM

    પણ જે એક વિષયનો કરતો રહ્યો એ વિસ્તાર
    તેને તે પૂરો પામ્યો નહિ
    કોઈ ગીતમાં સમાવી શક્યો નહિ
    કદાચ, કોઈ ગીતમાં એનો
    પાર પામ્યો હોત,
    તો ફરી ક્યારેય ગીત લખ્યું હોત ?
    અ દ્ ભૂ ત……………

    અધૂરપ રહે છે એ ભગવાનની દયા સમજજો.

    અધૂરું સમજાય એટલે આગળ વધવાની પ્રેરણા મળે.

    જો પૂરું મનાઈ જાય તો ઠૂઠું આવી જાય. માટે અધૂરું સમજાય છે એની ચિંતા ન કરવી.

    પ્રેમપાત્રને રાજી કર્યા છે, માટે કંઈ બાકી રહ્યું નથી. અપૂર્ણપણું મનાય એ દયા સમજવી, નહીંતર

    એમ થાય કે ‘હું પૂર્ણ થઈ ગયો ને હવે મારે કંઈ કરવાનું નથી,’ તો છકી જવાય.’

    સાધનામાર્ગની આવી આંટીઘૂંટી સત વગર કોણ સમજાવે ?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment