ભવ્ય ગઝલ ગુજરાતી – સંજુ વાળા
રૂપ – અરૂપા હે શતરૂપા ભવ્ય ગઝલ ગુજરાતી
તું જ છલકતા અમિયલ કૂપા ભવ્ય ગઝલ ગુજરાતી
તું કેદારો, તું મંજીરા, તું જ ચદરિયા ઝીની
રે ભજનોની નિત્ય અનૂપા ભવ્ય ગઝલ ગુજરાતી
બાળાશંકર, સાગર-શયદા, મરિઝ-ઘાયલ, આદિલ
મનોજ, મોદી, શ્યામ, સરૂપા ભવ્ય ગઝલ ગુજરાતી
તું ચંદા, તું સનમ, છાંદાસી તું ગીરનારી ગૂહા
સૂફીઓમાં તું સ્પંદન છૂપાં ભવ્ય ગઝલ ગુજરાતી
અર્થા, વ્યર્થા, સદ્ય સમર્થા, તું રમ્યા, તું રંભા
તું મારી ભાષામાં ભૂપા ભવ્ય ગઝલ ગુજરાતી
– સંજુ વાળા
ગઝલની આરાધના પણ ગઝલ દ્વારા જ 🙂
(અમિયલ કૂપા=અમૃતના પ્યાલા, અનૂપા=શ્રેષ્ઠ,અપૂર્વ, ભૂપા=રાજકુંવરી)
Hemal Pandya said,
September 11, 2011 @ 1:52 PM
બળાશંકર કે બલાશંકર? (i mean બાળાશંકર :))
ધવલ said,
September 11, 2011 @ 3:14 PM
બાળાશંકર હતુ એવુ યાદ છે… મૂળ કવિતા અત્યારે મારી પાસે નથી. કાલે સવારે મળશે. એટલે ચકાસી લઈશ.
Hemal Pandya said,
September 11, 2011 @ 3:25 PM
બાળાશંકર કંથારિઆ –ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે, ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે.
I did not mean to offend. Its easy to criticize small mistakes but I couldn’t put in the work you have put in to this — your blog is fantastic and bringing back lot of old memories. Many thanks and keep it up.
Dhruti Modi said,
September 11, 2011 @ 3:44 PM
ભવ્ય ભાષા, ભવ્ય ગઝલ.
pragnaju said,
September 12, 2011 @ 8:04 AM
સ રસ
અધર ગગનમાં ચડી પૃથ્વીનું તુંબ ગ્રહ્યું તેં ગોદ,
સપ્ત તેજના તંતુ પરોવી તેં છેડ્યો કામોદ.
અહોહો ઝન ઝન ભવ્ય ગઝલ ગુજરાતી !
કુંજ કુંજ ગોચર ગૈ થંભી, થંભી ગ્રહઘટમાળ.
ક્ષીરસિંધુએ તજી સમાધિ, જાગ્યો બ્રહ્મમરાળ.
અહોહો ઝન ઝન ભવ્ય ગઝલ ગુજરાતી !
દૂર દૂર ભીતરની ભીતર, એ જ એક ઝંકાર,
કૈંક કળ્યો, કૈં અકળિત તોયે મીઠો તુજ મલ્હાર
અહોહો ઝનઝન ભવ્ય ગઝલ ગુજરાતી !
શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,
September 12, 2011 @ 10:21 AM
વા…….હ……..!!!!!!!
ડૉ.મહેશ રાવલ said,
September 12, 2011 @ 12:21 PM
કવિ મિત્ર સંજુ વાળાની ભવ્યભાષા ગુજરાતી જેવી જ લયબદ્ધ નમણી અને સુંદર ભાવ-અભિવ્યક્તિસભર રચના….
જય હો….
Rakesh Thakkar, Vapi said,
September 13, 2011 @ 1:56 AM
ભવ્ય રચના. ભવ્ય ગઝલ ગુજરાતી. ગુજરાતી ગઝલ ઇતિહાસમાં સીમાચિન્હ રૂપ બની શકે?
વાહ!!!!
અર્થા, વ્યર્થા, સદ્ય સમર્થા, તું રમ્યા, તું રંભા
તું મારી ભાષામાં ભૂપા ભવ્ય ગઝલ ગુજરાતી
વિવેક said,
September 13, 2011 @ 3:29 AM
સુંદર ગઝલ… માણવી ગમી…
P Shah said,
September 13, 2011 @ 5:55 AM
ગઝલની ભવ્યતા સ્પર્શી ગઈ !
લાજવાબ અભિવ્યક્તિ માટે કવિને અભિનંદન !
-પ્રવિણ શાહ
bharatvinzuda said,
September 13, 2011 @ 11:03 AM
સુંદર ગઝલ
આ ગઝલના રદીફ ઉપરથી ગુજરાતી ગઝ્લકારોને રજૂ કરતી ટીવી સિરિયલ બની છે._ભવ્ય ગઝલ ગુજરાતી-
sudhir patel said,
September 13, 2011 @ 2:19 PM
વાહ! ગુજરાતી ગઝલની અસલ ભવ્યતા વ્યક્ત કરતી અનોખી ગઝલ!!
સુધીર પટેલ.
Dr Niraj Mehta said,
September 19, 2011 @ 1:27 AM
તું કેદારો, તું મંજીરા, તું જ ચદરિયા ઝીની
રે ભજનોની નિત્ય અનૂપા ભવ્ય ગઝલ ગુજરાતી
અર્થા, વ્યર્થા, સદ્ય સમર્થા, તું રમ્યા, તું રંભા
તું મારી ભાષામાં ભૂપા ભવ્ય ગઝલ ગુજરાતી
વાહ સ્ંજુભાઈ
અહીં આ ગઝલ ફરી માણવાની મજા પડી
આભાર ધવલભાઈ
મહેન્દ્ર જોશી said,
September 20, 2011 @ 1:12 PM
વાહ્ સંજુ સર
તમને રાજકોટમાં વારંવાર સાંભળવાનો લ્હાવો મળતો હતો.
ગઝલના મક્કા સુરતમાં ક્યારે આવો છો ?
Dr.m.m.dave. said,
September 20, 2011 @ 2:07 PM
વાહ સંજુભાઇ,તમારી ગજલ માટે કોઇ શબ્દ નથી મળતા,તમે તો એકસાથે બધા ગજલકારો ને સાંકળી ને કમાલ કરી,ખુબ સરસ મજા આવી ગઇ. બસ આવી રીતે લખતા રહેજો. અભીનંદન.
સંજુ વાળા said,
September 20, 2011 @ 2:07 PM
આભાર ધવલભાઈ , સરસ પ્રતિભાવ આપવા બદલ મારા વ્હાલા મિત્રો તમારો પણ આભાર .
ભવ્ય ગઝલ ગુજરાતી – સંજુ વાળા | ટહુકો.કોમ said,
November 7, 2017 @ 4:18 PM
[…] આભાર – લયસ્તરો […]