શબ્દ-સંબંધ – હરિવંશરાય બચ્ચન-અનુ.સુશી દલાલ
મેં મારાં દુઃખ-દર્દ તમને નહીં,
કલમને કહ્યાં હતા;
જો એણે તમારા સુધી પહોંચાડ્યાં નહીં
તો હું તમને દોષ નથી દેતો.
મેં મારા દુઃખ-દર્દ તમને નહીં
કાગળને કહ્યાં હતાં;
જો તમે મારા પ્રત્યે સહાનુભૂતિ ન દર્શાવી
તો હું તમને દોષ નથી દેતો.
મેં મારા દુઃખ-દર્દ તમને નહીં,
કાળી રાતોને કહ્યાં હતાં,
મૂંગા તારાઓને કહ્યાં હતાં,
સૂના આકાશને કહ્યાં હતાં,
જો એમનો પ્રતિધ્વનિ
તમારા અંતરમાંથી નહીં ઊઠે
તો હું તમને દોષ નથી દેતો.
મને ખબર હતી
કે એક દિવસ
મારી વેદનાઓનો સાથ મારાથી છૂટશે,
પણ મારા શબ્દોથી
મારી વેદનાનો સંબંધ ક્યારેય નહીં તૂટે.
– હરિવંશરાય બચ્ચન – અનુ.સુશી દલાલ
જિબ્રાને કહ્યું છે- ‘ મારા શબ્દો મારી વેદનાના એકમાત્ર સાક્ષી છે…..’
Rakesh Thakkar, vAPI said,
August 18, 2011 @ 3:17 AM
સરસ રચના વાહ કવિ
Rina said,
August 18, 2011 @ 3:34 AM
વાહ…
ધવલ said,
August 18, 2011 @ 8:32 AM
સલામ !
P Shah said,
August 18, 2011 @ 10:12 AM
મેં મારાં દુઃખ-દર્દ……., કલમને કહ્યાં હતા…
સુંદર રચના !
Harikrishna said,
August 18, 2011 @ 2:28 PM
I am very much imressed by these verse but more so on its true translations from Hindi to Gujarati,.
Dhruti Modi said,
August 18, 2011 @ 3:30 PM
સુંદર કાવ્યનો સુંદર અનુવાદ.