ગઝલ – અંકિત ત્રિવેદી
શક્યતાને આ રીતે સાંધો નહીં,
ઉંબરા પર ઘર તમે બાંધો નહીં.
સાચું પડશે તો મઝા મારી જશે,
સ્વપ્ન જોવામાં કશો વાંધો નહીં.
એટલી ખૂબીથી ચાદરને વણી,
ક્યાંયથી પણ પાતળો બાંધો નહીં.
એમને તો જે હશે તે ચાલશે,
એમના નામે કશું રાંધો નહીં.
આ ગઝલ છે, એની રીતે બોલશે,
કોઈ સાધો, કોઈ આરાધો નહીં.
-અંકિત ત્રિવેદી
આમ તો આખી ગઝલ સારી છે, પણ હું પહેલા શેરથી આગળ નહીં વધું. વાત છે શક્યતાને સાંધવાની અને પ્રતીક છે ઉંબરો. ઉંબરો એ ઘર અને બહારની વચ્ચેનો સાંધો છે. તમે ક્યાં ‘ઘર’ની અંદર રહી શકો છો, ક્યાં ‘બહાર’. ઉંબરા પર-વચ્ચે-રહી શકાતું નથી. ઉંબરો ત્યારે જ ઉદભવે જ્યારે પાછળ ‘ઘર’ અને આગળ ‘બહાર’ હોય! ઉંબરા પર ઘર બાંધવું એટલે જાણે સમસ્યાની આ પાર પણ નહીં અને પેલી પાર પણ નહીં. ઉંબરા પર રહેવાની વાત ગતિહીનતાની વાત છે, સ્થગિતતા, નિર્જીવતાની વાત છે. ઉંબરો થીજી ગયેલી જડતા છે. એને વટાવીને જ તમે અંદર કે બહાર જઈ શકો છો. અંકિત ત્રિવેદીના ‘ગઝલપૂર્વક’ના ઘરમાં પ્રવેશવા માટેનો ઉંબરો છે કદાચ આ શેર… હવે આગળ ગઝલ વાંચીએ……
ધવલ said,
March 25, 2007 @ 6:35 PM
શક્યતાને આ રીતે સાંધો નહીં,
ઉંબરા પર ઘર તમે બાંધો નહીં.
સાચું પડશે તો મઝા મારી જશે,
સ્વપ્ન જોવામાં કશો વાંધો નહીં.
– સરસ !
Jayshree said,
March 26, 2007 @ 9:49 AM
ખરેખર મજા આવી…
vishwadeep said,
March 26, 2007 @ 10:03 AM
“મારા વિના હું એકલો ટોળે વળી ગયો,
મારા વિશેનું ગામ ત્યાંથી વિસ્તર્યું હશે.”
અંકિત ત્રિવેદી , પોતે જે છટાથી કોઈ પણ ગઝલ રજૂ કરે છે ત્યારે એમને સાંભળવાનો લ્હાવો અદભૂત હોય છે . અહીં હ્યુસ્ટનમાં ૨૦૦૬ માં એમનો અમો કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય સરિતા તરફ થી યોજેલ..શ્રોતાજનો એમને સાંભળતા સ્બ્ધ થઈ ગયેલ. કાર્યક્રમ બહુજ સફળ નિવડેલ.
Sanket Upadhyay said,
March 26, 2007 @ 11:06 AM
કહેવુ પડે દોસ્ત્ …!!!
ખુબ સરતાળથી સભનતા તરફ લઇ જનાર કવિ …– અંકિત ત્રિવેદી
UrmiSaagar said,
March 26, 2007 @ 12:33 PM
સાચું પડશે તો મઝા મારી જશે,
સ્વપ્ન જોવામાં કશો વાંધો નહીં.
કેવી સરળ ને સત્ય અભિવ્યક્તિ!!
ખુબ જ સુંદર ગઝલ!!
UrmiSaagar said,
March 26, 2007 @ 12:35 PM
શક્યતાને આ રીતે સાંધો નહીં,
ઉંબરા પર ઘર તમે બાંધો નહીં.
આ શેરનો તો તમે ખુબ જ સુંદર આસ્વાદ કરાવ્યો.. આભાર!
હેમંત પુણેકર said,
March 26, 2007 @ 2:11 PM
ખુબ સરસ ગઝલ છે. અંકિત ત્રિવેદી ગુજરાત સમાચારમાં “ઑફબીટ” પણ લખે છે, એ પણ ઉલ્લેખનીય છે.
Harshad Jangla said,
March 26, 2007 @ 2:20 PM
અંકિતભાઈ ને અભિનંદન
સુંદર ગઝલ
Jugalkishor said,
March 26, 2007 @ 9:30 PM
આટલી સાદી, સરળ ને સ્વચ્છતાવાળી ગઝલ
ગઝલપૂર્વક આટલી ઉંચાઈ પર, વાંધો નથી !
( એક માત્રાનીય વધઘટ વિનાની સ્વચ્છતા સૌથી વધુ ધ્યાન ખેંચે છે.)
Mehul Chauhan said,
March 27, 2007 @ 3:36 AM
ખરેખર બહુ સરસ રચના છે …….આભિનનદન તમ્ને આ રચનામાટ …..મેહુલ ચૌહાન.
Mrugesh said,
March 27, 2007 @ 7:05 AM
સરસ્…..
pramod said,
March 27, 2007 @ 8:15 AM
ખુબ સરસ ગઝલ છે pramod
કસુંબલ રંગનો વૈભવ said,
March 27, 2007 @ 8:32 AM
સાચું પડશે તો મઝા મારી જશે,
સ્વપ્ન જોવામાં કશો વાંધો નહીં.
બાખુબ પેશ કીયા ………….અંકીતભાઈને સાંભળ્વા એ પણ લ્હાવો છે.
Hiral Thaker said,
March 28, 2007 @ 3:53 AM
Realy very nice….
vishwajit mehta said,
March 30, 2007 @ 10:00 AM
સાચું પડશે તો મઝા મારી જશે,
સ્વપ્ન જોવામાં કશો વાંધો નહીં.
ખરેખર બહુ સરસ સ્વપ્ન રચના છે
pritesh jogani said,
March 30, 2007 @ 10:03 AM
good ankit trivedi
ashmi said,
April 2, 2007 @ 1:53 AM
વાટ આખોમા આજી હ્તી ,ડેલી એટ્લૅ તો ઉબ્રે રાખી હ્તી,
ઓફ્બીટ્ ,!!!!
chintan parmar said,
April 4, 2007 @ 4:16 AM
બહુ સરસ ગઝલ
Vrajesh Parmar said,
April 7, 2007 @ 1:25 PM
ખરેખર બહુ સરસ…. મને ઘનુ ગમ્યુ…………ગુજરાતિ ગઝલ ખરેખર બહુ સરસ હોઇ ચે
Rakesh said,
April 10, 2007 @ 1:21 AM
It is very nice, i suggest u please make it audio it is very good impact and many people will hear.
DR.GURUDATT THAKKAR said,
April 14, 2007 @ 7:04 AM
આમ તો આખી ગઝલ તીવ્રતા અને પૌરુશ થી ભરેલી છે પણ ઓછા મા ઘણુ કહેવાની રીત અને આ શેર -સાચુ પડસે તો ..સ્વપ્ન જોવામા..મેરે મુહ કિ બાત છિન લી…યાર્….
રોહન said,
May 16, 2007 @ 6:21 AM
ખૂબ જ સુઁદર રચના છે.
કહેવુઁ પડે.
Jayant M. Jani said,
July 16, 2007 @ 1:39 AM
ખરેખર્ ગઝલ એની રીતે જ બોલી ગઈ, કશુ જ સાધ્યા કે આરાધ્યા વગર. અત્યન્ત પ્રભાવી ગઝલ.
ankur suchak said,
July 16, 2007 @ 2:58 AM
Graet !!! good creation. God bless ur pen & ur imajination.
Ankur Suchak( artist )
98240 84122
rajni kubavat said,
July 18, 2007 @ 5:22 AM
વાહ દોસ્ત વાહ્!!!!!!!!!! ગઝ્લ્પુર્વક માટે તો શુ કહેવુ!!!!!!!! આફ્રિન્!!!!!!!!!
shaileshpandya BHINASH said,
August 5, 2007 @ 5:24 AM
very nice.
Dilip Ghaswala said,
August 30, 2007 @ 11:19 AM
Ankit… very nice gazal of you..
tara sanchalan jevi j tari gazal”
superb…
09 sept 07 book world ma maliye chhiea…
dilip
Dilip Ghaswala said,
August 30, 2007 @ 11:27 AM
અન્કિત ગઝલ પુર્વક નમસ્કર્..
જો હોઇ તારિ મેહેફિલ તો મને બોલાવાનિ ક્યા જરુર ૬?
ઉગે ૬ઘા એનિ મેલે એને વાવવાનિ ક્યા જ્રુરુર ૬?
દિલિપ ઘાસવાલા
Viral said,
September 1, 2007 @ 9:27 AM
ખુબ સરસ્
Viral jogani said,
September 28, 2007 @ 12:52 AM
ઘનુ સરસ્
shubham said,
October 1, 2007 @ 8:08 AM
saras……swar sathe ramva nu man thay…sabdo sathe gamat karvanu suze…tevi rachana….Maza avi ………ane maza avavi jivan ma khuuuuub kathin 6e dost…pan ak vat to 6eeej…..sakyata na adhare apexa ubhi 6e…ane aasha ne adhare anshu atke 6e…kher…lakhata raho bus lakhata raho
Pinki said,
October 1, 2007 @ 8:51 AM
ખૂબ જ સરળ અને સરસ !!
રસદર્શન – as usual supe……..rb !!
yatin.navbharat sahitya mandir said,
January 8, 2008 @ 7:22 AM
ખુબ સરસ અન્કિત ભૈઇ
Chetan Gandhi & Raju Khona said,
February 8, 2008 @ 10:04 AM
અરે વાહ રાજા ખુબ સરસ્
એમને તો જે હશે તે ચાલશે,
એમના નામે કશું રાંધો નહીં.
ખુબ ગમી. અભિનંદન
hitu said,
April 2, 2008 @ 2:03 PM
વાહ બહુજ સરસ મઝા આવી
Mukund Desai, ''MADAD'' said,
May 3, 2008 @ 5:51 PM
સરસ ગઝલ તમે લખી .
Mansuri Taha said,
July 22, 2008 @ 12:41 AM
સાચું પડશે તો મઝા મારી જશે,
સ્વપ્ન જોવામાં કશો વાંધો નહીં.
આ ગઝલ છે, એની રીતે બોલશે,
કોઈ સાધો, કોઈ આરાધો નહીં.
કેટલી સરળ અને સ્વચ્છ ગઝલ.
અંકિત ત્રિવેદીનાં સંચાલન વગર કોઇ પણ મુશાયરો અધુરો જ લાગે.
હમણાં મહિના પેહલાં “આદિલ મન્સુરી” અને “જલન માતરી” ને
“વલી ગુજરાતી” એવોર્ડ એનાયત થયો હતો તે પ્રસંગને ઉજવવા માટે
“રજવાડું” ખાતે એક મુશાયરો યોજવામાં આવ્યો હતો જેનું સંચાલન પણ
અંકિત ત્રિવેદીએ જ કર્યું હતું અને ખરેખર બહુ જ મજા આવી હતી.
Pranav Patel said,
February 19, 2009 @ 10:34 PM
અન્કિત અને હુ સ્વસ્તિક મા જોડે ભણતા, જો કે એ મારો junior હતો પણ્ બહ સારો મિત્ર પણ ખરો . અને જ્યારે થોડાક મહિના પહેલા રજવાડુ મા એને મન્ચ પર જોયો ત્યારે ખબર પડેી કે આ તો એ જ અન્કિત છે. સલામ અન્કિત તને. તુ ખુબ જ નામ કમાય એવિ શુભાશિશ .
Yogesh said,
April 1, 2009 @ 1:45 AM
Ankit bhai Bahu saras lakhyu che…tamara vichar thi sahmat to chu..ane sansari jivda mate aa vaat khari..pan thodu hatine vichariye to manas sthir thava maatej aakhi jindagi jhujumto hoy che…aakhi jindagi vehto jaay che eaj aasha lai ne k kyank to evi jagya e pohchshe jyan aagad k paachad eani koi ichha baki na rahe..kehvay che ne k shunya maathi shrushti thai..ane shrushti ante shunya thai jashe..to mara vichar pramane umro shunyata ni pan nishani che..ane jyare aapne umra par sthir thai jashu tyare biji kai ichha nahi rahe..
Thanks
HARSHVI PATEL said,
May 30, 2011 @ 11:12 AM
ખુબ સરસ ગઝલ….
Manan Desai said,
July 30, 2011 @ 1:19 PM
ઉમ્દા ગઝલો અને કવિતાઓ…………………
Manan Desai said,
August 1, 2011 @ 10:18 AM
હા તુ જ મારિ ચાહત ચ્હે,
ને તુ જ મારિ આદત ચ્હે,
યાર્ નથિ તુ મારિ ગુલામ,
તુ થોદા અન્શે મારિ અમાનત ચ્હે……
-મનન દેસાઈ
(મારા નજરિયાથિ જિન્દ્ગિને હુ જે માનુ ચ્હુ તે મૈ આ મુક્તક દ્વારા રજુ કર્યુ ચ્હે.)
kamlesh chaudhari said,
May 23, 2013 @ 12:39 PM
namaskar, ankitbhai khub saras ghazal lakhi che, ape kavi jetlo samay kalam ne hathma rakho cheo atlo samay a adbhut duniya ma khowayelo hoy che a ape apni ghazalo dwara sabit kari bataviu che , mari pase apni mate kai kahwa sabd nahi ,bas prabhu ne eatli prathna apni kalam sadane chalti raheeeeeeeeee. mari ghazal no ser apne mokli rahiyo chu– kyan hati khabar maran pehla’ye jivi jasu, ne kalam na sahare dariyo pan tari jasu. — ( kamlesh chaudhari) “AMAN”
PALASH SHAH said,
April 12, 2020 @ 6:53 AM
સુંદર ગઝલ…..