ચંદનહાર – ચીમનલાલ ભીખાભાઈ જોશી
સ્ત્રી : ઝટ જાઓ ચંદનહાર લાવો, ઘુંઘટ નહીં ખોલું હું
મને લાગ્યો એ હારનો નેડલો, તમથી નહીં બોલું હું.
પુરૂષ : મોંઘી તારી માગણી અને મોંઘા તારા મૂલ,
મોંઘી તારી પ્રીતડી, મેં કરતાં કીધી ભૂલ રે.
ઘુંઘટ ઝટ ખોલો ને…
સ્ત્રી : મોહન મેં તો માંગિયો, મોંઘો ચંદનહાર
લાવો હાર પિયુ, પછી તમે લૂટો જોબનિયાની બહાર રે…
ઘુંઘટ નહીં ખોલું હું…
પુરૂષ : રામે મૃગને મરિયો, કનક કંચુકી કાજ,
હું મારું કોઈ સોનીને, આ નથી નવાબી રાજ રે,
ઘુંઘટ ઝટ ખોલો ને…
સ્ત્રી : અલગારા અલબેલડા, કરગરતા શું કામ ?
હાર ન લાવો ત્યાં સુધી, તમે લેશો ન મારું નામ રે,
ઘુંઘટ નહીં ખોલું હું…
પુરૂષ : ચંદનહાર ચૌટે મળે, જો હોય ખિસ્સામાં દામ,
સોની નાજાભાઈ તો આજે ગયા છે ભાવનગર ગામ રે,
ઘુંઘટ ઝટ ખોલો ને…
સ્ત્રી : તું મદરાસી મોરલો ને હું સોરઠની ઢેલ,
પરણ્યા હોય તો પાળજે, નહિં તો પિયર વળાવી મેલ રે,
ઘુંઘટ નહીં ખોલું હું…
પુરૂષ : જૂનાગઢની સુંદરી ને પન્ના તારું નામ,
આ ભાંગવાડી ભેગી થઈ, તને જોવા આવ્યું મુંબઈ ગામ રે,
ઘુંઘટ ઝટ ખોલો ને…
સ્ત્રી : હાર ન જોઈએ હેમનો, ના જોઈએ રેશમચીર
ચંદનહાર લાવી દિયો, મારી સગી નણદલના વીર રે…
ઘુંઘટ નહીં ખોલું હું…
-ચીમનલાલ ભીખાભાઈ જોશી
ગુજરાતી ચલચિત્ર ‘અખંડ સૌભાગ્યવતી’માં થોડા ફેરફાર સાથે આવેલું આ ગીત આજે લોકગીતની હદે એટલું પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે કે ચીમનલાલ જોશીએ આ કાવ્ય રચ્યું છે એમ ખબર પડે તો એક હળવો આંચકો અનુભવાય. નવપરિણીત સ્ત્રી-પુરૂષ વચ્ચેની મીઠી નોંક-જોંક, સ્ત્રીનો આભૂષણપ્રેમ અને પતિ પાસે યેન-કેન પ્રકારે ધાર્યું કરાવવાની વૃત્તિ આ ગીતમાં સુંદર રીતે આલેખાઈ છે. ક્યારેક અબોલા તો ક્યારેક જોબન લૂટવા દેવાની લાલચ, ક્યારેક અલબેલડો કહી પ્રશંસા કરવાનું ત્રાંગુ તો ક્યારેક મદ્રાસી કહી ઉતારી પાડીને પિયર ચાલ્યા જવાની ધમકી અને અંતે પતિને પ્રિયતમ કે વ્હાલા કહેવાને બદલે ‘સગી’ નણંદના ભાઈ કહીને કરાતો ઉપાલંભ આ ગીતમાં જાન પૂરી દે છે.
sagarika said,
March 24, 2007 @ 1:09 AM
મજ્જ્જ્જા આવી ગઈ,,,, હાર તો બહાના હૈ, મીઠા ઝગડા જો કરના હૈ,
UrmiSaagar said,
March 24, 2007 @ 8:28 PM
“હું મારું કોઈ સોનીને…” આ પંક્તિમાં કદાચ ‘મારુ’ આવે (માથે મીંડા વગરનું)?
“મારી સગી નણંદના વીરા…” વાળું કોઇ બીજું ગીત પણ મેં સાંભળ્યું છે… પણ યાદ નથી આવતું !
ખુબ જ મજાનું ગીત છે… (જોઇએ જયશ્રી ક્યારે ટહુકે છે હવે!)
જો કે, હવે “પરણ્યા હોય તો પાળજે, નહિં તો પિયર વળાવી મેલ રે” વાળી ધમકી બહુ કામ નથી આવતી…!! 🙂
વિવેક said,
March 25, 2007 @ 12:54 AM
“મારી સગી નણંદબાઈના વીરા, રૂમાલ મારો લેતા જાજો…” – આ ગીત પણ છે… અને “હું મારું” પ્રયોગ જ સાચો છે… અનુસ્વાર કાઢી લેશો તો અર્થ પણ બદલાઈ જશે….”મારું” (my) અને “મારું” (kill)- બંનેમાં જોડણી તો એક જ છે પણ “મા”ના ઉચ્ચારનો તફાવત અર્થ બદલે છે. આ મારી માન્યતા છે.
Neela Kadakia said,
March 25, 2007 @ 4:27 AM
વો દિન યાદ કરો
UrmiSaagar said,
March 25, 2007 @ 2:56 PM
પણ મને ખ્યાલ છે ત્યાં સુધી “મારુ” (kill) માં માથે મીંડું નઇ આવે?!!!!!! મારે પણ હવે ચેક કરવું પડશે… આવતું હોય તો તો આ એક નવો શબ્દ ઉમેરાશે… મારી કાયમી ભૂલની યાદીમાં!
Harshad Jangla said,
March 26, 2007 @ 2:27 PM
ભાવનગર ભાગી જઈશ ને રખડીશ હું રાજકોટ……. મને મંગાવીશ તું તો લોટ રે
આ પંક્તિઓ પણ ચલચિત્ર માં સાંભળવા મળે છે
Shasikant Shah said,
January 22, 2009 @ 9:40 PM
આ ગીત માટે આભાર
Shasikant Shah said,
January 22, 2009 @ 9:44 PM
Sir.
Thanks for this song.After 45 years I enjoy with this song.
Thank you very much
Shashikant & Vidyaben
manvant@aol.com said,
October 31, 2013 @ 5:10 PM
કખ્ૂUબ્ આaન્aઁ^દ્a તથ્aય્ોo..