એવા દેશમાં – વિપિન પરીખ
વૃક્ષ કદાચ એમ પણ કહે –
‘મને પહેલાં ચા-પાણી પાઓ
પછી જ છાંયો આપું.’
કોયલ કદાચ આગ્રહ રાખે –
‘કોઇ સરસ જગ્યા જોઇ મને ફ્લેટ બંધાવી આપો
પછી જ ટહુકો મૂકું’
થોડાક પૈસા વધુ મળે તો
નદી પોતાનું બધું જ પાણી
સામે કાંઠે ઠાલવી નાખે તો નવાઇ નહીં.
ચાલ મન ! એવા દેશમાં જઇએ
જ્યાં સૂરજને તડકા માટે લાંચ ન આપવી પડે !
– વિપિન પરીખ
ગઈકાલની વાત જ ફરી બીજી રીતે કહેવાનો આ પણ અંદાઝ છે.
Atul Jani (Agantuk) said,
June 15, 2011 @ 12:43 AM
સારું છે કે માણસ હજુ સૂર્ય સુધી નથી પહોંચ્યો – નહિં તો તે સૂર્યને પણ લાંચ લેતા કરી દેશે.
Kirtikant Purohit said,
June 15, 2011 @ 2:04 AM
આપણી ભાષાના એક અદ્ભૂત કવિની એક સરસ રચના.
ચાલ મન ! એવા દેશમાં જઇએ
જ્યાં સૂરજને તડકા માટે લાંચ ન આપવી પડે !
વિવેક said,
June 15, 2011 @ 2:10 AM
સુંદર !
Satish Dholakia said,
June 15, 2011 @ 3:24 AM
વિપિન પરેખ અન્ગે શુ લખવુ ? શબ્દો ન મલે તો માત્ર મૌન્!!!
bhargavi said,
June 15, 2011 @ 4:16 AM
સરસ
RAJNIKANT SHAH said,
June 15, 2011 @ 11:38 AM
shall we have to migrate????
DHRUTI MODI said,
June 15, 2011 @ 4:54 PM
અત્યારે રાજકારણમાં જે બની રહ્યું છે તે જોતાં આ કલ્પના વાસ્તવિક્તામાં ફેરવાઈ જાય તો નવાઈ નહીં.
Yagnesh Joshi said,
June 16, 2011 @ 5:13 AM
કવિ નિ આ રજુઆત દેશદાજ ધરવતા કોઇપન વ્યક્તિના રુવાટા ઊભા કરિ દે તેવિ છે, પણ અફસોસ માત્ર એતલોજ છે કે,
હર કોઇ મુન્જાણો પોતામા,
સાચમા કા તો ખોટા મા,
જાગે છે જે, તે જાનેછે પણ ડરે છે
અને કહે છે અહિ કોઇ ક્ય કૈ કરે છે.
રસ્તો છે માત્ર એક, ઇન્કિલાબ જિન્દાબાદ. ચલો અપને લિયે કુછ્ કરે !
mahesh dalal said,
June 16, 2011 @ 7:11 AM
વઅહ વાહ સુન્દેર રચના
અનામી said,
June 19, 2011 @ 3:23 AM
સુંદર!!!